________________
૬૦૦
શારદા દશન રજા પડવાના દિવસો નજીક આવ્યા છે. અહીં તારી મમ્મી ખૂબ દાઝી છે એટલે આજે હોસ્પિતાલમાં દાખલ કરી છે. તે તું રજા પડે એટલે જલદી ઘેર આવજે. મમ્મી દાઝી છે એ સમાચાર સાંભળતાં તે રડી પડી, ને ચિંતા કરવા લાગી કે મારી મમ્મીને કેમ હશે? મારા ભાઈ-બહેન શું કરતા હશે ? હું જલદી જાઉં. રજા પડતા સીધી ઘેર આવી અને પપ્પાને કહે કે હું હોસ્પિતાલમાં મમ્મીની ખબર કાઢવા જાઉં ? હું જાઉં ને એને આવી પીડામાં દુઃખ થશે તે ? પ્રકાશે કહ્યું. તું જઈ આવ. એટલે ડરતી ડરતી હોસ્પિતાલમાં પહોંચી ગઈ દેવરૂપ જેવી સુંદર મમ્મીનું વિચિત્ર મુખ જતાં કાળુડીને ખૂબ દુઃખ થયું, અહે? આવી રૂપાળી મમ્મીનું મુખ કેવું બિહામણું બની ગયું છે ! એની આંખે લાલચળ થઈ ગઈ હતી. ત્યાં જઈને કાળુએ ધીમે રહીને ડરતાં ડરતાં કહ્યું: “મમ્મી ! હું આવી. એણે કહ્યું કેણુ કાળુડી ? અરે બેટા ! તું જે તે ખરી, મારી દશા કેવી થઈ છે ! મારું સોહામણું રૂપ કેવું બિહામણું બની ગયું છે !
અંતિમ શબ્દ બોલતાં કાળુએ છેડેલા પ્રાણ :-બંધુઓ ! જુઓ, આને રૂપને કેટલે મેહ છે! દાઝયાની આટલી સખત બળતરા છે છતાં તેની ચિંતા નથી કરતી પણ રૂપ બિહામણું બની ગયું તેની ચિંતા કરે છે. કાળુડીની સામે જોઈને કહે છે તું કાળી છે પણ અત્યારે મારાથી સારી દેખાય છે. આટલું બોલતાં તેની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. ત્યારે કાળુડી રૂમાલ વડે માતાના આંસુ લૂછવા લાગી ને ધીમે રહીને ભારે હૈયે બેલી. મમ્મી ! તું શા માટે આટલી બધી ચિંતા કરે છે? તું ગમે તેટલી કદરૂપી બની જઈશ તે પણ તું તારી મમ્મીને તે વહાલી જ લાગવાની ને ! તારે મારા જેવું થોડું છે? આટલું બોલતાં કાળુનું હૃદય ભરાઈ ગયું. તે બેભાન થઈને પડી ગઈ ને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. હોસ્પિતાલમાં હાહાકાર મચી ગયે. કાળુના દેહની અંતિમ ક્રિયા કરવામાં આવી. કાળુ ગઈ પણ એની મમ્મીને ભાન થઈ ગયું. એ કાળી હતી તેથી મેં તિરસ્કાર કર્યો. કદી માતાને પ્રેમ આપ્યો નહિ. આજ મારા પાપ ફૂટી નીકળ્યા છે. લેકે કહેવા લાગ્યા કે પિતાની છોકરીને દુઃખ દીધું તેને બદલે તેને અહીં ને અહીં મળી ગયે. એક તે દાઝી છે ને ઉપરથી લેકેના વચન રૂપી ડામ પડવા લાગ્યા. હવે તે કાળું ખૂબ યાદ આવવા લાગી પણ હવે ગમે તેટલું કરે પણ કાળુ થેડી મળે ? જીવતાં કદી જાણ નહિ ને મૂવે રડવા લાગી.
આ સંસાર આ વિચિત્ર છે ! કર્મ જીવને વિવિધ પ્રકારનાં ખેલ કરે છે. કોઈને હસાવે છે તે કઈને રડાવે છે. માટે આ દષ્ટાંતથી એટલું સમજી જેમ બને તેમ પાપ કરતાં પાછા હઠવું. દુખીના દુખમાં સહકાર આપે ને સુખમાં કુલાવું નહિ. સમય થઈ શકે છે. વધુ ભાવ અવસરે.