________________
શારદા દર્શન મહાત્મા પધાર્યા એટલે શેઠે તેમને સામેથી કહી દીધું કે આજે મને બિલકુલ ટાઈમ નથી, આપ ચાર દિવસ પછી પધારજો.
શેઠને ધર્મ પમાડવાની સંતની તીવ્ર ભાવના” :- મહાત્મા તે ચાલ્યા ગયા અને ચાર દિવસ પછી પાછા શેઠના ઘેર પહોંચી ગયા. જુઓ, આ કેવી સમજવાની વાત છે કે શેઠને સત્સંગ કરવાને ટાઈમ નથી અને મહાત્માને તેને ધર્મ પમાડવો છે. મહાત્માને જોઈને શેઠે કહ્યું. બાપજી! હું શું કરું? આપ સમયસર પધાર્યા પણ હું કામમાંથી ઉંચે આવતા નથી. આજે બપોરના રાજદરબારમાં જવાનું આમંત્રણ આવ્યું છે એટલે ત્યાં જવાનું છે. ઘેર દશ મહેમાન આવ્યાં છે. તેમને મળવાનું છે. પરદેશથી હુંડીઓ આવી છે. તેના નાણાંની વ્યવસ્થા કરવાની છે. રાત્રે એક સામાજિક કાર્ય માટે સભા ભેગી થવાની છે માટે સભામાં જવાનું છે. એક વહેપારી મારા પૈસા દબાવીને બેસી ગયા છે. ઘણાં વખતથી રૂપિયા કે વ્યાજ કંઈ આપતું નથી. તેની સામે ફરિયાદી કરવા કેર્ટમાં જવાનું છે. એટલે આજે તે એટલા બધા કામમાં પરોવાયેલું છું કે મને સેંકડને સમય નથી. તે આપ કાલે જરૂરથી પધારજો. તે હું આપની વાત એક ચિત્તે સાંભળીશ. સંત તે ચાલ્યા ગયા. શેઠે આટલા ધક્કા ખવડાવ્યા છતાં મહાત્માએ ધીરજ છેડી નહિ. એમને વિશ્વાસ હતું કે શેઠ ના પાડતા નથી તે તેમને શ્રદ્ધા તે જરૂર છે. માટે એક દિવસ જરૂર ધર્મ પામશે. આવી શ્રદ્ધાથી શેઠના વાયદા પ્રમાણે આવવાનું ચાલુ રાખ્યું. બીજે દિવસે આવ્યા ત્યારે શેઠે કહ્યું-બાપજી! એક વહેપારીએ હિસાબમાં મોટો ગોટાળો કર્યો છે એ ગોટાળામાં એ ગૂંચવાઈ ગયું છું કે મારા જીવને ચેન પડતું નથી. હું ચેપડા તપાસીને લેણ દેણના હિસાબ ચૂકતે કરીશ ત્યારે જ મને ચેન પડશે. માટે આપ કાલે આવજે.
દેવાનુપ્રિયે! વિચાર કરજે. શેઠ પિતાના સ્વાર્થમાં પડીને મહાત્માને કેટલા ધક્કા ખવડાવે છે. મહાત્માને એની પાસેથી રાતી પાઈ પણ લેવી નથી. માત્ર એના આત્માનું કલ્યાણ કરાવવું છે. છતાં શેઠને ટાઈમ મળતું નથી. આ રીતે કાલ કાલ કરતાં ઘણો સમય વીતી ગયે પણ શેઠને ટાઈમ મળે નહિ. એક દિવસ મહાત્મા શેઠને ઘેર આવ્યાં ને જોયું તે એક ક્ષણ કામમાંથી નવરા નહિ પડનાર શેઠ પલંગ ઉપર સૂતા છે. ડૉકટર અને સીસ્ટરે શેઠના રેગની ચિકિત્સા કરી રહ્યા છે. શેઠનું શરીર અસહ્ય રેગથી ઘેરાઈ ગયું હતું. તેમને અસહ્ય પીડા થતી હતી. આ જોઈ મહાત્માને ખૂબ અફસોસ થયા. થોડી વાર પછી બધા ડૉકટરે અને સીસ્ટરે વિદાય થયા, એટલે મહાત્માએ પાસે આવીને કહ્યું. કેમ શેઠ! આજે તે ટાઈમ છે ને? હજારો કામ પડતાં મૂકીને નિશ્ચિત બનીને તમે પથારીમાં કેમ સૂતાં છે ? આજે તમારા બધા કામ કોણ કરશે? સંતના ગૂઢ વચને સાંભળીને ભયંકર માંદગીના બિછાને પહેલા શેઠ ગદ્ગદ્ સ્વરે બેથા-બાપજી! મને હજારેવાર ધિક્કાર છે. આપ જેવા પરોપકારી સંતપુરૂષે મારા કલ્યાણ માટે કેટલે પરિશ્રમ કર્યો? મેં કાલ કાલ