________________
પર્શ
શારદા દર્શન તેની રૂમમાં જઈ ઢગલે થઈને ઢળી પડી, અને યુકે ને ધ્રુસ્કે રડવા લાગી. તેના પિતાએ તેને ખૂબ સમજાવીને શાંત કરી. હોસ્ટેલમાં જવાનો સમય થયો એટલે ગાડીમાં બેસાડીને પ્રકાશ તેને મૂકી આવ્યું. તેણે હોસ્ટેલની શિક્ષિકા બહેનને કહ્યું. બહેન ! જેટલો ખર્ચ થશે એટલે હું આપીશ પણ આ બેબીને ખૂબ સાચવજે. તેનું પૂરું ધ્યાન રાખજે. બધી ભલામણ કરીને પ્રકાશે દુખિત દિલે વહાલી કાળુ પાસેથી વિદાય લીધી.
પ્રકાશ અને અરૂણ તેનાં બે બાળક લઈને નવા સ્થળે રહેવા ગયાં. અરૂણું કાળુડીને તદ્દન ભૂલી ગઈ. ત્યાં આડોશી પાડોશીની ઓળખાણ પીછાણ થઈ. એટલે કોઈ એને પૂછે કે બહેન! તમારે કેટલા બાળકે છે તે કહેતી કે મારે બે બાળકે છે. એ કાળુડીને ભૂલી પણ પ્રકાશ ભૂલ્યું ન હતું. એને કાળુની યાદ ખૂબ સતાવતી હતી. એટલે એ તેને યાદ કરીને અવારનવાર પત્ર લખતો. પપ્પાનાં પ્રેમભર્યા પત્ર વાંચી કાળું આનંદ અનુભવતી ને પાષાણુ હૃદયી મમ્મીને યાદ કરતી ત્યારે એને આનંદ વિષાદમાં પલટાઈ જતો, પણ હેસ્ટેલમાં બાળકે સાથે આનંદ કરતી હતી. શિક્ષિકાઓ પણ માતા જેવી મમતાળુ હતી એટલે ઘર કરતાં હોસ્ટેલમાં તેને વધુ શાંતિ હતી, છતાં એને ઘર યાદ આવતું હતું. પરીક્ષા શરૂ થઈ એટલે વેકેશન પડવાના દિવસે નજીક આવવા લાગ્યા. એટલે બાલિકાઓ પિતપોતાના ઘેર જવાના ઉત્સાહમાં હતી. કેઈ કહે મને મારી મમ્મી તેડવા આવશે કઈ કહે પપ્પા આવશે ને કઈ કહે છે મારે ભાઈ આવશે. બિચારી કાળુને ખબર ન હતી કે મને કેણ તેડવા આવશે! બીજું તેના મનમાં ડર હતો કે હું ઘેર જઈશ તે મમ્મીને ગમશે કે નહિ ? મને રાખશે કે નહિ ? તેમ વિચારોના વમળમાં ડૂબી જતી.
કાળી પ્રત્યે શિક્ષિકા બહેનનો પ્રેમ... :--એક દિવસ એણે શિક્ષિકાને પૂછવું, બહેન ! રજાના દિવસોમાં મારે અહીં રહેવું હોય તે ન રહેવાય ? તમે બધાં ઘેર જતાં રહેશે ? શિક્ષિકા બહેને વહાલથી કહ્યું બેટા ! તને તારી મમ્મી પપ્પા ભાઈ-બહેન બધાં યાદ નથી આવતાં ? એ બધાં તારી રાહ જોતા હશે ને? તને અહીં બહુ ગમી ગયું છે? રજા પૂરી થાય એટલે વહેલી આવતી રહેજે હે. એમ કહી વહાલથી બરડે હાથ ફેરવીને તેને પાછી મેકલી દીધી. આ બાજુ અરૂણાના મનમાં થયું કે હવે રજા પડશે એટલે કાલુડી આવશે. એટલે તેણે પહેલેથી એના પતિને કહી દીધું કે કાલુડીને વેકેશન ગાળવા માટે પિયર મૂકી આવજે. અહીંના લાવશે. જે લાવશે તે મારી તબિયત બગડી જશે. પ્રકાશને ખૂબ દુઃખ થયું. વળી એ સમજતા હતા કે જે એની ના ઉપરવટ થઈને લઈ આવીશ તે ઘરમાં કલેશ વધી જશે ને અશાંતિનું વાતાવરણ સર્જાશે. છતાં તેણે કહ્યું- અરૂણા! જરા વિચાર કર. તારી માતાને તું કેટલી વહાલી છું! અને આ રાંગીની અને ચેતન પણ તને કેટલાં વહાલા છે. તે એ કાળુએ બિચારીએ તારું શું