________________
શારદા દર્શન
૨૯૭ અને એક ખૂણામાં બેસીને પ્રભુને પ્રાર્થના કરતી–પ્રભુ! મેં કેવા પાપ કર્યો હશે કે હું છતી માએ મા વગરની છું. દુનિયામાં જેની માતા નથી હોતી તેની દીકરીને એરતે થાય છે કે મા હોય તે મને આમ કરે, તેમ કરે ને મારી છાતી માએ આ દશા? હવે તે હદ થઈ ગઈ છે. મમ્મી મને ઘરમાં રાખવા ઈચ્છતી નથી. પપ્પાને મારા પ્રત્યે પ્રેમ છે, પણ મમ્મીને એ પણ સહન થતું નથી. હું ક્યાં જાઉં ? શું કરું? એમ મૂંઝાતી હતી. એવામાં એવું બન્યું કે પ્રકાશની બીજે ગામ બદલી થઈ, ઘણે દૂર જવાનું થયું. અરૂણને જોઈતું મળ્યું. તેથી પ્રકાશને કહે છે આપણે બધાંને જવું પડશે પણ કાળુડીને સાથે લઈ જઈશું તે તેને અભ્યાસ બગડશે. તેના કરતાં એને આપણે હોસ્ટેલમાં મૂકી દઈએ. પ્રકાશ સમજી ગયે કે કાળુને દૂર કરવા માટે એણે માર્ગ શોધે છે. પ્રકાશે કહ્યું-ભલે, વર્ષ બગડે પણ એને બિચારીને એકલીને શા માટે વિખૂટી પાડવી જોઈએ? ત્યારે ગુસ્સે થઈને કહે છે શું લેકોનાં છોકરા હોસ્ટેલમાં નથી રહેતા? પણ તમને તો કાળુડીએ શું કામણ કર્યું છે કે તેને મૂકવી ગમતી જ નથી. બંને વચ્ચે કલેશ થયે. એટલે પ્રકાશ કલેશથી કંટાળીને કાલુડીને હોસ્ટેલમાં મૂકવા સંમત થયે. પછી કાળુ પાસે આવીને તેના માથે વહાલથી હાથ ફેરવીને કહે છે બેટા ! મારી બદલી થઈ છે એટલે હું ને તારી મમ્મી બધાને બહારગામ જવાનું છે. પણ તારે અભ્યાસ બગડે તેથી તેને હોસ્ટેલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેને હોસ્ટેલમાં ગમશે ને? કાલુડી હોંશિયાર હતી. તે સમજી ગઈ કે આ મારી મમ્મીની મને તેની દૃષ્ટિથી દૂર કરવાની યુક્તિ છે. તેના કમળ હૈયામાં થડકારે થયે પણ ઉપરથી કઠણ રહીને કહ્યું-પપ્પા, મને ગમશે. હું હોસ્ટેલમાં રહીશ. એના મુખના ભાવ જોઈને પ્રકાશનું હૈયું ભરાઈ આવ્યું. તે એક શબ્દ વધુ બેલી શકે નહિ. તરત જ ત્યાંથી ચાલ્યા ગયે.
અરૂણાએ દૂર કરાવેલી કાળુડી” – હોટેલમાં જવાની બધી તૈયારી થઈ ગઈ. થેડી વાર હતી ત્યારે કાળુએ વિચાર કર્યો કે ગમે તેમ તેય મારી મમ્મી છે ને! અને હવે તે હું તેનાથી છૂટી પડવાની છું. એટલે હું તેને મમ્મી ! આવજે, એમ કહીશ તે એ મારી સામું જોઈને હસતા ચહેરે મારો હાથ પકડીને કહેશે ને કાળુ આવજે! એવી આશાના મિનારા ચણુને મમ્મી પાસે ગઈને પગે લાગીને કહ્યું. મમ્મી! મારી ભૂલ થઈ હોય તે તું મને માફ કરજે. મમ્મી આવજે, હવે કયારે મળીશ? કાળના શબ્દો સાંભળીને ગમે તેવી કઠોર હૃદયની માતા હોય તે પણ પીગળી જાય. કાળુ તે માનતી હતી કે હમણું મમ્મીની આંખમાં આંસુ આવી જશે પણ અહીં તે જુદું જ બન્યું. અરૂણાએ તેના સામું પણ ન જોયું ને નીચું જોઈને કઈ પરાયા માણસને કહે તેમ “આવજે આટલું જ કહ્યું. માતાને પ્રેમ મેળવવા મથતી કાલુડીને ખૂબ લાગી આવ્યું. અરેરે... જતાં જતાં પણ મમ્મીએ મારી સામું ન જોયું? મારા માથે વહાલભર્યો હાથ પણ ન ફેરવ્યો? હું કેવી કમભાગી! ખૂબ દુખ થયું. અંતરમાં રોકી રાખેલા આંસુને બંધ તૂટી ગયે ને