________________
શારદા દર્શન
૫૫ દીકરે રૂડી રૂપાળી વહુ પસંદ કરીને પરણે છે. સાસુ મનમાં હરખાય છે કે મારી વહુ કેવી ગોરી ગેરી છે! લેકેના મેઢે વખાણ કરતી ફરે છે કે મારા દીકરાની વહુ બહુ રૂપાળી છે, પણ ગોરી ગોરી વહુરાણીને સાસુએ કહ્યું. બેટા ! જરા પાણીને ગ્લાસ અને દાતણ આપે ને ! ત્યારે કહે છે તમારા પગ ભાંગી ગયા છે? (હસાહસ) જુઓ, આ ગેરીના ગુણ. આવું કહે પછી પ્રેમ રહે? પણ આ જગ્યાએ કાળી વહુ હોય પણ ખડે પગે સેવા કરતી હોય તે કેટલે પ્રેમ આવે ! આવું જોઈને પણ સમાજ કે રૂપ કરતાં ગુણની મહત્તા છે.
રૂપને જેનારી પણુ ગુણને નહિ જોનારી અરૂણ”:-બેબી બાર મહિનાની થઈ પણ એનું નામ પાડ્યું નથી. એને બાપ કહે છે આનું નામ તે પાડો! શું કહીને બોલાવવી ? ત્યારે અરૂણુએ કહ્યું. એનું નામ શું પાડવાનું છે! એનું નામ કાળુડી, ત્યારે પ્રકાશે કહ્યું, એવું નામ ન હોય. આપણે તેનું નામ કલ્યાણી રાખીએ. ત્યારે અરૂણાએ મોં મચકોડીને કહી દીધું કે તમારે જે કહેવું તે કહેજે પણ હું તો કાળુડી જ કહેવાની. બાળકીના એટલાં પુણ્યનો ઉદય હતું કે બાપ તેને ખૂબ રાખતે. તે દુકાનેથી ઘેર આવે એટલે પહેલાં બેબીની સંભાળ લેતે. એને ખૂબ રમાડત. બાળક તે ખૂબ નિર્દોષ હોય છે. એ પ્રેમનું ભૂખ્યું હોય છે. એ પિતાનું હૃદય ઓળખી ગઈ તેથી પ્રકાશને જોઈને ખીલખીલાટ હસતી, ને તેને વળગી પડતી. રજાને દિવસે સાંજના ગાડીમાં બેસીને ફરવા જતા ત્યારે પ્રકાશ કહે કે આપણે બેબીને સાથે લઈ જઈએ. ત્યારે અરૂણ છણકો કરીને કહી દેતી કે તે મારે નથી આવવું. તમે એને લઈને જાઓ. એટલે પ્રકાશનું કંઈ ચાલતું નહિ ને બેબીને બાઈ પાસે મૂકવી પડતી. કાળુડી ધીમે ધીમે મટી થવા લાગી. એને જેમ જેમ સમજણ આવતી ગઈ તેમ તેમ લાગવા માંડ્યું કે મારી મમ્મીને હું ગમતી નથી. મમ્મી મને ખળામાં બેસાડતી નથી. મારે માથે હાથ ફેરવીને વહાલ કરતી નથી. મારા સામું જોઈને હસતી પણ નથી. છતાં એ તે દેડતી મમ્મી પાસે જતી ને કાલીઘેલી ભાષામાં મમ્મી...મમ્મી કહીને વળગી પડતી પણ માતાનું હદય પીગળતું ન હતું. નિર્દોષ બાળકને જોઈને ગમે તેવી માતા હોય તે પણ તેના હૃદયમાં પ્રેમના અંકુર ફૂટયા વિના ના રહે, પણ અરૂણું તે અભિમાનનું પૂતળું હતી. તેના હૈયામાં કાળુડીનું સ્થાન નહોતું.
રૂપના અભિમાનવાળી અરૂણુને દીકરી પ્રત્યે તિરસ્કાર” -મમ્મીના ખોળામાં બેસવા આશાભેર આવેલી બેબીને ધક્કો મારીને કહી દેતી કે આધી જા. મારે હેત નથી કરવું. ક્યારેક પીપરમીટ ર્માગતી, રમકડા માંગતી તે માર મારતી. ખાલપણનાં લાડ માતા પાસેથી કાલુડીને મળતાં નથી પણ પ્રકાશ એને માટે રમકડા, પીપરમીટ બધું લાવતે. બાપ એને રમકડું આપે એટલે પાછી દોડતી જઈને કહે-જે...........મમ્મી, મારા પપ્પા મારા માટે કેવા સરસ રમકડા લાવ્યા છે. કેટલી બધી પીપરમીટ લાવ્યા છે. તે પણ તેના સામું જોતી નહિ પણ એના હાથમાંથી રમકડા લઈને ફેંકી દેતી ને તેને મારીને