________________
શારદા દર્શન બનાવવા માટે પ્રયત્ન કરે છે. પરના દુઃખે તે દુઃખી થાય છે ને પરના સુખમાં તેઓ આનંદ માને છે. મહાનપુરૂષેનું જીવન આપણને પ્રેરણા આપે છે કે હે જીવાત્મા! જૈનધર્મને ટૂંક સાર શું છે?
પરના સુખે સુખી થાવું તે આપણે સધર્મ છે અને પરના દુખે દુઃખી થાવું તે આપણે નિજધર્મ છે.” આટલું સમજે તે પણ જીવનને ઉદ્ધાર થાય, પણ આજે તે એવે સમય આવ્યું છે કે બીજાનું સુખ જોઈને માણસ ઈર્ષાથી બળી જાય છે. બીજાનું સુખ સહન થતું નથી. પિતે સુખી હોય તે પણ પિતે પિતાનું સુખ ભોગવી શકતું નથી, અને બીજાના દુઃખની પરવા કરતે નથી. પિતે શીખંડ પુરી ખાઈને આનંદ મા પણ બીજા કેટલા દુઃખી છે તેની કદી ચિંતા થાય છે? જે તમે સાચા માનવ છે તે વિચાર કરજે કે હું તે મારા પુણ્યથી સુખી છું પણ મારા કુટુંબને એક પણ સભ્ય દુઃખી રહેવું ન જોઈએ. વધુ સુખી રહે તે ગામને સભ્ય દુઃખી ન રહે તેની ચિંતા કરજે પણ તમને સુખ મળ્યું છે તેમાં આનંદ માનીને બેસી ન રહેશે.
આ સંસારમાં એક પ્રકારનું દુઃખ નહિ પણ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા આવા સંસારમાં રહેલા એની મને તે દયા આવે છે કે તેઓ કેમ રહી શકે છે? પાસે ધન હેય તે સુખ નહિ ને ન હોય તે પણ સુખ નહિ. સંસારમાં કોણ સુખે સૂઈ શકે છે એ તે બતાવે ? કહેવત છે ને કે “સુખે ન સૂવે દીકરીને બાપ, સુખે ન સૂવે ધનને નાથ” માણસ પાસે ધન વધે છે તેમ ચિંતા વધે છે. એક જમાને એ હતું કે પ્રજાજનેને સુખી જેઈને રાજાઓ ખુશ થતાં હતાં. એ સમજતાં હતાં કે આપણી પ્રજા સુખી હશે તે આપણને લાભ છે ને? અને રાજ્યનું ગૌરવ છે પણ આજે સરકારની દષ્ટિ ટૂંકી હોવાથી પ્રજાનું ધન તે પડાવી લે છે. તેથી પ્રજા ચેરી કરતાં શીખી છે. ધન વધ્યું તે કયાં સંતાડવું ? તેને માટે શી વ્યવસ્થા કરવી તેની ચિંતામાં માનવી સુખે ઉંઘી શકતે નથી. ટૂંકમાં સંસાર સર્વથા છેડવા જેવું છે. કદાચ અત્યારે તમે સુખી છે અને તમને લાગે કે સંસાર સારે છે, પણ કર્મ કયારે દિશા બદલશે તેની ખબર નથી. એક બનેલી કહાની કહું. સાંભળે.
એક કુટુંબમાં યુવાન પતિ-પત્ની હતાં, પતિનું નામ પ્રકાશ હતું. જેવું નામ તેવા તેનામાં ગુણો હતાં. અંધકારમાં પણ પ્રકાશ કરે તે તે છોકરે હતે. સ્વભાવને શાંત અને દયાળુ હતે. ખીઓના દુખ જોઈને તેનું હૃદય દયાથી પીગળી જતું હતું. તેની પાસે જે કઈ દુઃખી આવે ને દુઃખની કહાની કહે છે તે પ્રેમથી સાંભળો અને દુખીના દુખ દૂર કરતા હતા. મહાન પુરૂષે કહે છે કે જે તમને શક્તિ મળી હોય તે આટલું કરજે.
“ દુઃખી છવાની દાદને સૌ પ્રથમ સ્વીકારજે,
જે થાય તે સેવા કરી બળતા હૃદયને ઠારજો,* * • શા–૭૫