________________
શારદા દર્શન તમારી પાસે કઈ પણ દુઃખી આવે તે તેની ફરિયાદ પહેલા સાંભળજે. સુખીની વાતે સૌ સાંભળે પણ દુઃખીની દાદ સાંભળનાર આ દુનિયામાં કોઈ નથી. માટે તમે દુઃખની દાદ પહેલી સાંભળજે, ને તમારી શક્તિ પ્રમાણે તેની સેવા કરજે. આ પ્રકાશ પરોપકારી અને પવિત્ર હૃદયને માનવી હતું. તેની પત્નીનું નામ અરૂણા હતું. અરૂણા શ્રીમંત ઘરની છોકરી હતી ને રૂપાળી ખૂબ હેવાથી તેને રૂપને ગર્વ હતું. એ દરરોજ અરિસામાં મુખ જોઈને હરખાતી ને પિતાની જાતે જ પોતાનાં વખાણ કરતી. અરિસામાં પિતાનું પ્રતિબિંબ જોઈને કહેતી :-અહો ! હું કેવી રૂપાળી છું! દુનિયામાં મારા જેવું કંઈ રૂપાળું હશે ? એમ કહીને મલકાતી અને દરરોજ ચામડાને મુલાયમ રાખવા પ્રયત્ન કરતી. મહાનપુરૂષ કહે છે કે જે આત્માને ભૂલીને ચામડાની (દેહની) સેવા કરે છે તે એક પ્રકારના ચમાર છે.
પ્રકાશની પત્ની અરૂણા પણ ચામડાની પુજારી હતી. સમય જતાં રૂપમાં ગર્વિષ્ઠ બનેલી અરૂણાએ એક પુત્રીને જન્મ આપે. માણસ માત્રને પિતાના સંતાન વહાલા હેય છે. સંતાન માટે માણસે કેટલું કરે છે ! અને ગાંડું ઘેલું પણ પિતાનું સંતાન વહાલું લાગે છે, પણ અહીં જુદું જ બન્યું. અરૂણાને ખબર પડી કે દીકરી કાળી છે, એણે જોઈ એટલે બેબી ઉપર ઘણા છૂટી. હાય હાય-હું આવી રૂપાળી અને મારી બેબી કાળી ! માતાને એના ઉપર જરા પણ પ્રેમ આવતું નથી. બેબી માટે બાઈ રાખવામાં આવી. બાઈ બેબીનું બધું કરે પણ અરૂણું તે તેના સામું જોતી નથી. કયારેક બાઈકહે-બહેન! તમે બેબીને રમાડે તે ખરા ! જુઓ, કેવી ખિલખિલાટ હસે છે ! ત્યારે અરૂણ કહે છે તું રમાડ. મારે એને રમાડવી નથી. માતાનું આવું વર્તન જોઈને બાઈ પણ વિચાર કરતી કે અહા...શું કર્મની વિચિત્રતા છે! માતાને આ નિર્દોષ ફૂલ ઉપર વહાલ નથી આવતું. છોકરીને દેખે ને માતાને ક્રોધ આવે. હાયતું કેવી કાળી છે. આ અભિમાનીને પિતાની દીકરી હોવા છતાં દીકરી કહેતાં શરમ આવે છે. એને પતિ કહેતે અરૂણા ! તું મા થઈને આવું બોલે છે! ગમે તેમ તેય તારી બેબી છે. તેને પ્રેમ ઉત્પન્ન કરાવવા પ્રકાશે અરૂણાના ખેાળામાં મૂકી ત્યારે અરૂણાએ ગુસ્સ કરીને ફેંકી દીધી, અને કહે છે કે તમને વહાલી હેય તે રમાડે. મારે નથી જોઈતી.
બંધુઓ ! વિચાર કરજે, કર્મ ખેલ કે છે! આ ફૂલ જેવી બાળકીએ માતાનું શું બગાડયું છે? એક એની ચામડી કાળી છે એટલું જ ને ? પણ એના ગુણ ચેડા કાળા છે? કહેવાય છે કે કર્મને ઉદય હેય તે દીકરી સાસરેથી ફેંકાઈ જાય પણ માતાના ખેળેથી ફેંકાય નહિ, પણ આ નિર્દોષ બાળકીના એવા ગાઢ કર્મને ઉદય છે કે બાલપણથી જ માતાના ખેળેથી ફેંકાઈ ગઈ છે. પ્રકાશ ઘણીવાર કહેતા કે અરૂણા ! રૂપ મળવું તે કંઈ આપણું હાથની વાત નથી. તું શા માટે આમ કરે છે? કદાચ આપણે જ કાળા જમ્યા હત તે ! શું માણસની કિંમત ચામડીથી અંકાય છે? આમ ખૂબ સમજાવતે પણ એનું હૃદય બિલકુલ પીગળતું નહિ. આજે દુનિયામાં રૂપની કિંમત છે. ગુણની કિંમત નથી,