________________
શા દર્શન આ સંસારનું સુખ સ્વપ્નાના સુખ જેવું છે, પાણીના પરપોટાને વિલય થતાં વાર લાગતી નથી તેમ સંસારના સુખેને વિલય થતાં વાર નથી લાગતી. માનવીએ શું ધાર્યું હોય છે ને ક્ષણમાં શું બની જાય છે? એણે ધાર્યું હતું કે સ્વર્ગ જેવા સુખ ભોગવીશું પણ એવા ગાઢ કર્મને ઉદય થાય છે કે સ્વર્ગ જેવાં સુખ ભેગવવાને બદલે નરક ઘોર જવા દુઃખે ભેગવવાનો સમય આવી જાય છે. માટે સંતે તમને કહે છે કે સંસારમાં સુખની આશા છેડીને આત્માનું સુખ મેળવવા માટે ધમરાધના કરે, પણ મેહમાં મૂઢ બને. જીવાત્મા ધર્મ કરવા માટે વાયદા કરે છે કે કાલે કરીશ.
કાળની સાથે કર્યો છે વાયદે, ચાલશે ના ત્યાં કશે એ કાયદે, કામ કરવું છે તે આજે કર, કાલની વાત કરે છે ફાયદે !
તમે કાલનો વાયદો કરે છે પણ કાળરાજા આવશે ત્યારે એને તમે વાયદે કરી. શકશે ખરા? કે ઊભું રહે. ડીવાર રહીને આવીશ. ત્યાં તે એક સેકન્ડનો પણ વાયદે નહિ કરી શકાય, તે ધર્મારાધના કરવામાં શા માટે વાયદા કરે છે ? વાયદામાં ફાયદો નહિ થાય. માટે આરાધના કરવા જાગૃત બનો, હું કાલે ધર્મધ્યાન કરીશ એવા વાયદા કેણું કરી શકે? આ સંસારમાં સુખે કણ સૂઈ શકે ? ઉત્ત. સૂત્રના ૧૪મા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે
जस्सात्थ मच्चुणा सक्ख, जस्स वऽस्थि पलायणं ।
जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥२७॥ જેણે મૃત્યુ સાથે મિત્રતા બાંધી છે અગર મરણ આવે ત્યારે મરણના મુખમાંથી ભાગી છૂટવાની જેનામાં તાકાત છે અને જે એમ જાણે છે કે હું મરવાનો નથી તે સુખે સૂઈ શકે છે. બાકી બીજા કોઈ સંસારમાં સુખે સૂઈ શકતા નથી. માટે આવું સમજીને મૃગજળ જેવાં સંસારના કાલ્પનિક સુખમાં ભરમાશે નહિ પણ આત્માના સુખ મેળવવા તૈયાર બનજો. ધર્મનું કાર્ય કાલે કરવાનો વિચાર કર્યો હોય તે આજે કરી લે ને આજે કરવાનો વિચાર કર્યો હોય તે હમણું જ કરી લે. કારણ કે આયુષ્યનો એક ક્ષણને વિશ્વાસ કરવા જેવું નથી. કાલે કરીશ....કાલે કરીશ એવું કહેનારા કંઇક જીવેની કાલ આવતાં પહેલાં કાળ આવી ગયે. માટે જ્યારે ભાવ જાગે ત્યારે આરાધના કરી લે. જેમ સિંહને પાંજરાનું બંધન ગમતું નથી. એ પાંજરામાંથી છટકવાને લાગ શોધે છે, ને લાગ મળતાં પાંજરામાંથી છટકી જાય છે, તેમ તમે સિંહ જેવા બનીને આ સંસારના પાંજરામાંથી છૂટવાને લાગશે અને લાગ મળે ત્યારે છટકી જાઓ. જે મહાનપુરૂષને પાંજરાનું બંધન સાધ્યું તે લાગ શોધીને છટકી ગયા અને સંસારથી મુક્ત થઈને પાંજરામાં પૂરાયેલા છે ઉપર દયા કરીને તેમને મુક્ત થવાને માર્ગ બતાવ્યો. મહાનપુરૂષનું હૃદય કરૂણાથી ભરેલું હોય છે. એટલે જેને દુઃખથી મુક્ત બનાવીને તેને પિતાના જેવા સુખી