________________
શારદા દર્શન
પલ્લે બગાડયું છે? આટલે વખત એ તારાથી દૂર રહી છતાં તેને તેના પ્રત્યે લાગણી થતી નથી? પણ આ અરૂણાનું હૃદય પીગળ્યું નહિ. આ તરફ વેકેશન પડ્યું. બધી બાલિકાઓ પોતપિતાને સામાન તૈયાર કરવા લાગી. સૌના મા-બાપ, ભાઈ-બહેને તેડવા આવ્યાં. કાળુ રાહ જોવા લાગી પણ એને એના પપ્પા સિવાય કોણ તેડવા આવનાર હતું ? છતાં એના મનમાં થતું કે પપ્પા આવશે, અને હું આટલે વખત હોસ્ટેલમાં રહીને જાઉં છું એટલે જરૂર મમ્મી મને પ્રેમથી બોલાવશે. ત્યાં એના પપ્પા આવી ગયા એટલે તે પપ્પાને વળગી પડી.
પિતા પુત્રીના મિલનમાં આંસુની ધાર” -કાળુને જોઈને પિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એની મમ્મીના હૃદયમાં એનું અસ્તિત્વ ભૂલાઈ ગયું છે, પણ આ માતૃપ્રેમની ભૂખી બાળકી કહે છે પપ્પા! તમે તે આવ્યા પણ મારી મમ્મી, ભાઈ-બહેન બધા મઝામાં છે ને ? પિતાએ કહ્યું: હા, બેટા. એ બધા મઝામાં છે, પણું તારે વેકેશન ગાળવા તારા મોસાળ જવાનું છે. આટલું બોલતા પ્રકાશ ગળગળે થઈ ગયે. કાળુ એનું કારણ કળી ગઈ, પણ આ વાત કેને કહેવી ? કદાચ ઓરમાન માતા હેય તે એમ થાય કે ઓરમાન માતા આવું કરે છે, પણ જ્યાં જનેતા માતા આવું કરે છે ત્યાં હૈયાની વરાળ ક્યાં ઠાલવવી ? અંતરમાં આઘાત લાગે પણ ઉપરથી હસતા ચહેરે કહ્યું, ભલે પપ્પા, હું મોસાળ જઈશ. પ્રકાશ ભારે હૈયે કાળુને સાળ મૂકી આવે, અને વેકેશન પૂરું થતાં હોસ્ટેલમાં મૂકી આવ્યું. કાળુ રૂપમાં શ્યામ હતી પણ તેની બુદ્ધિ તીવ્ર હતી. દરેક વર્ષે તે સારા નંબરે પાસ થતી હતી. તે વેકેશન ગાળીને પાછી હોસ્ટેલમાં આવતી ત્યારે બધી છોકરીઓ ભેગી થઈને વાત કરતી કે મારી મમ્મી મને સ્ટેશને મૂકવા આવી હતી, ને ખૂબ રડી પડી, કેઈ કહે મારી મમ્મી મને ઘેર આમ રાખતી હતી ને કઈ કહે છે હું ગઈ ત્યાં મારી મમ્મી મને વળગી પડી, બધાની વાત સાંભળી કાળુનું હૃદય કકળી ઉઠતું. અરે મારી મમ્મી છે પણ મારે આવું કંઈ હેત-પ્રેમ વિગેરે જેવાનું છે? એવા વિચારે એની આંખમાંથી ઉનાં આંસુ સરી પડતા હવે તેને શાળાનું છેલ્લું વર્ષ હતું. એટલે બધી છોકરીઓના દિલમાં ઘેર રહેવાનો આનંદ હતે પણ કાળુડીના દિલમાં શોક હતે. એણે નક્કી કરી લીધું કે જ્યાં મમ્મીને પ્રેમ ન હોય અને મારા નિમિત્તે કલેશ થતું હોય તે ત્યાં જઈને મારે શું કરવું છે? જે પપ્પા રજા આપશે તે બીજી હોસ્ટેલમાં દાખલ થઈને કેલેજમાં જોડાઈશ.
અરૂણાના પાપને ઉદય”:- આ વિચાર કરતી હતી ત્યાં એને પિતાને પત્ર આવ્યું ને મનમાં થયું કે શું મને તેડાવવાને પત્ર આવ્યો ? કવર ફેડીને પ્રેમથી વાંચવા લાગી, તેમાં લખ્યું હતું કે બેટા કાળુ ! હવે તારું છેલ્લું વર્ષ પૂર્ણ થયું છે ને