________________
૫૮૫
શારદા દર્શન - આત્માના અનંત સુખના સ્વામી બનવા ચક્રવર્તિઓ પણ છ છ ખંડની સમૃદ્ધિ છેડીને દીક્ષા લે છે. ચક્રવતિને સુખ આગળ આજનું સુખ ડાંગરના ફેરા જેટલું પણ નથી છતાં છોડવાનું મન થાય છે ? ચક્રવર્તિઓએ સંસારને એક પિંજર સમજીને છેડી દીધે ત્યારે અજ્ઞાની જેને પિંજરમાં ફસાવાનું મન થાય છે. એક ન્યાય આપીને સમજાવું. તમને ખબર છે ને કે પાંજરામાં કેણ પૂરાય? ઉંદર. કદાચ સિંહ પૂરાય પણ બંનેની પાંજરામાં પૂરાવાની વૃત્તિમાં ફરક છે. કારણ કે ઉંદરને પકડવા માટે પાંજરામાં રોટલીને ટુકડે મૂકો છે તે ઉંદર જાતે જ પૂરાવા આવે છે ને જેટલીના ટુકડામાં આનંદ માને છે. જ્યારે સિંહને પકડવા માટે કોઈ પાંજરામાં તેને મનગમતે શિકાર મૂકીને પાંજરું ખુલ્લું મૂકી દે તો પણ પાંજરામાં પ્રવેશ કરવા નહિ જાય. કદાચ કંઈ કપટ કરીને તેને પકડે તે પણ તેને ક્ષણે ક્ષણે એમ થાય છે કે શું હું પાંજરામાં પૂરાઈ ગયે? તે પાંજરામાંથી મુક્ત થવાને જે સ્ટાર પ્રયત્ન કરશે ને સમય આવે ભાગી છૂટશે.
વિચારે. આ સંસાર પણ એક પાંજરું છે. તેમાં વિષય ભેગ સમાન રેટીના ટુકડા જોઈને જે જીવે પૂરાઈ જાય તે કેવા કહેવાય ? બેલે તે ખરા. મારે તમને કંઈ નથી કહેવા. સંસારરૂપી પિંજરામાં વિવિધ પ્રકારનાં ભેગ અને સુખની સામગ્રી મળે છે ત્યાં સુધી જીવને વિચાર નથી થતું કે હું શું કરી રહ્યો છું ? પણ પુણ્ય ખલાસ થયા પછી શું ? તેને વિચાર કરી લે. અવિરતિના બંધન તેડવાનો અવસર મળે છે તે સિંહ જેવા શુરવીર બનીને છલાંગ મારીને પાંજરું તોડી નાંખો ને આત્માના અનંત સુખ મેળવવા માટે સર્વવિરતિને અપનાવી લે. સંપૂર્ણ સર્વવિરતિ ન બની શકે તે ચેડા થડા વિરતિભાવમાં આવે. જે તમને સંસારનાં બંધન ખટકતાં હેય ને છોડવાનું મન થતું હોય તે સમજી લેજે કે હું સિંહ જેવો શૂરવીર છું.
આપણે બે દિવસથી સુલશાની વાત ચાલે છે. સુલશા ધર્મની અનુરાગી ને દેઢ શ્રદ્ધાવાન હતી. તેની પ્રશંસા ઈન્દ્ર મહારાજાએ કરી, આથી હરિણગમેથી દેવ સાધુનું રૂપ લઈને તેને ઘેર ગૌચરી કરવા માટે આવ્યા. સાધુને આવતાં જઈને સુલસાને ખૂબ હર્ષ થયે. તે ગાંડી ઘેલી બનીને ઉઠીને સામે ગઈ ને પધારે...પધારે ભગવંત! એમ આવકાર આપી વિનંતી કરીને ગૌચર વિગેરે વહોરાવવા માંડ્યું પણ સંતે લેવાની ના પાડી ત્યારે સુલશા કહે–ભગવાન ! શેની જરૂર છે ? સંતે કહ્યું, બહેન ! અમારા એક મુનિને દર્દ થયું છે. તે દર્દી માટે લક્ષપાક તેલની જરૂર છે. તે આપને ત્યાં જે હોય તે મારે એની જરૂર છે. હર્ષ ઘેલી થઈને સુલશાએ કહ્યું, ગુરૂદેવ ! આમાં આટલે બધે સંકેચ શા માટે રાખે છે ? મારે ઘેર લક્ષપાક તેલ તૈયાર છે. મારા ધન્ય ભાગ્ય કે સંતની સેવામાં મારી ચીજને ઉપયોગ થાય, અને મને લાભ મળે. દેવ એની ભક્તિ અને સુપાત્ર દાન દેવાને ઉમંગ જોઈને ચકિત થઈ ગયે. સુલશાએ દાસીને કહ્યું કે પેલે કબાટ ખુલે છે. તેમાંથી લક્ષપાક તેલને શીશ લઈ આવ. દાસી તેલને શીશ લઈને આવે છે ત્યાં દેવે
શા-૭૪