________________
શારદા દર્શને
મેટા મહારાજાનું કે દેવનું પણ કંઈ ચાલે નહિ. તેલના શીશા ફૂટી ગયા તેમાં આપણું સર્વસ્વ લુંટાઈ ગયું નથી. આ પ્રમાણે રડતી ને ઝૂરાપ કરતી દાસીને શાંત કરીને મુનિને કહે છે ભગવંત! મારા કમભાગ્ય છે કે ઘરમાં છતી વસ્તુ નિર્દોષ હોવા છતાં લાભ લઈ શકી નહિ પણ અમારે ત્યાં લક્ષપાકનું તેલ અવારનવાર થાય છે. કરાવવા આપ્યું છે. બે ત્રણ દિવસમાં આવશે તો આપ અમને લાભ આપજે. આપ દયાના સાગર છે.
સુલશાની અડગ શ્રદ્ધા આગળ દેવ નમી પડયો :-સુલશાની ધર્મશ્રદ્ધા જોઈને દેવ વિચાર કરે છે કે આ શ્રાવિકા ગજબની છે. આટલા કિંમતી લક્ષપાક તેલના એક દાસીના હાથે ત્રણ ત્રણ બાટલા ફૂટી ગયા છતાં તેનામાં કોઈ નથી. એની ધર્મની શ્રદ્ધામાં ખામી નથી કે તેલ નકામું ગયાને અફસેસ નથી. માત્ર સુપાત્ર દાન દેવાને લાભ ગયે તેને ખેદ થાય છે, એમાં પણ પિતાના દાનાંતરીય કર્મને દોષ માને છે. ધન્ય છે તેની ધર્મશ્રદ્ધાને ! એના ઉપર દેવ પ્રસન્ન થઈ ગયે ને બધી માયા સંકેલી દેવ રૂપે પ્રગટ થઈને કહે છે હે દેવી સુલસા ! ક્ષમા કરજે. ઈદ્ર મહારાજાએ દેવસભામાં તારી દઢ ધર્મશ્રદ્ધાની પ્રશંસા કરી તેથી મને તારી પરીક્ષા કરવાનું મન થયું અને મેં તારી પરીક્ષા કરી. તેને કષ્ટ આપ્યું પણ ખરેખર, ઈન્દ્ર મહારાજાએ તારી પ્રશંસા કરી હતી, તેવી જ તું છે. હવે હું તારા ઉપર પ્રસન્ન થયે છું. બેલ, તારે શું જોઈએ છે? તારી જે ઈચ્છા હોય તે મને કહે. સુલશાને તે ભગવાનના વચનમાં અનન્ય શ્રદ્ધા હતી. એને સંતાનને મોહ ન હતે પણ એના પતિને સંતાનને મેહ હતું તેથી તેણે કહ્યું. મારે તે કંઈ જોઈતું નથી. મને તે મારા મહાવીર પ્રભુ મળ્યા એટલે બધું મળી ગયું છે. ભગવાનથી અધિક શ્રેષ્ઠ ચીજ આ દુનિયામાં કોઈ નથી. જેને ભગવાન મળ્યા તેને શી કમીને હોય?
પતિને સંતોષ પમાડવા ફક્ત પુત્રની માગણ -મારા પતિને પુત્ર વિના અશાંતિ રહે છે. તે અશાંતિ દૂર થાય તેમ કરે. દેવે જોયું કે સુલશાને કંઈ જ ઈચ્છા નથી. એ તે ભગવાનમાં જ પોતાનું સર્વસ્વ (સુખ) માને છે. એને પુત્ર પરિવારને મેહ નથી પણ પતિને અસંતોષ દૂર કરવા ઇચ્છે છે. દેવે તેને બત્રીસ દિવ્ય ગોળીઓ આપીને કહ્યું કે દેવી ! જ્યારે તને પુત્રની ઈચ્છા થાય ત્યારે એક ગોળી ગળી જજે તે એક પુત્ર થશે. એમ કહી ગેળીઓ આપીને દેવ અદશ્ય થઈ ગયે.
સુલશા મનમાં વિચાર કરવા લાગી કે મારે બત્રીસ પુત્રની શી જરૂર છે? જેટલે પુત્ર પરિવાર વધશે તેટલી પળોજણ વધશે, ને મારી ધર્મ સાધનાને કિંમતી સમય એમાં પૂરે થઈ જશે ને એમાં મારી જિંદગી પણ પૂરી થઈ જશે, તેના કરતાં બત્રીસે બત્રીસ ગળી સામટી ગળી જાઉં તે બત્રીસ ગેળીનાં ગુણ એક પુત્રમાં આવી જશે ને બત્રીસ લક્ષણો થી યુક્ત એ એક પુત્ર થશે અને મારા પતિની અશાંતિ દૂર થશે, આમ વિચારીને સુલશા બત્રીસે બત્રીસ ગેળીઓ ગળી ગઈ. એનું પરિણામ દુઃખદ આવ્યું, બત્રીસ ગોળીઓ