________________
શારદા દર્શન
પ૮૯ કારણે મહાન પીડા ઊભી થઈ તે પણ દેવે શાંત કરી, આ છે ધર્મને પ્રભાવ, આવી મહાન સતીઓનાં દૃષ્ટાંત સાંભળીને તમારા જીવનમાં ધર્મને તાણાવાણાની જેમ વણી લે ને સંસાર સુખને રાગ છેડે તે કર્મબંધનથી મુક્ત બની મહાન સુખને સ્વામી બનશે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર: લોકેએ આપેલો દુર્યોધનને ફીટકાર -સતીને પિકાર શીલના રક્ષક દેવેએ સાંભળે અને ૧૦૮ ચીર પૂર્યા, અને સતીને જયાકાર બેલા. એટલે દુશાસન તે ઝંખવાણું પડી ગયે. સભાજને ખડખડાટ હસવા લાગ્યા કે હે દુષ્ટ! તું કહેતે હતે ને કે દ્રૌપદીને નગ્ન બનાવીએ ! લે બનાવને ! કેમ બેસી ગયો? તારું બળ કયાં ગયું ? એમ સૌ તેની મજાક કરવા લાગ્યા. આપણે જૈન ધર્મની માન્યતા પ્રમાણે શીલના રક્ષક દેવેએ ૧૦૮ ચીર પૂરીને તેની લાજ રાખી, પણ વૈષ્ણવ ધર્મની માન્યતા એવી છે કે ૯૯ ચીર પૂર્યા છે. અત્યાર સુધી પાંડ નીચું જોઈને બેસી રહ્યાં હતાં. પણ જ્યાં દ્રૌપદીને ચીર પૂરાયા અને દેવેએ તેને જ્યજયકાર બેલા ત્યાં પાંડમાં બળ આવ્યું, અને એકદમ ક્રોધમાં આવી ભીમ પગ પછાડીને કહે છે કે હે સભાજને ! તમે સાંભળે. આ કૌરવોએ કપટ કરીને સત્યના અવતારી એવા ધર્મરાજાને જુગાર રમાડીને અમને ભિખારી બનાવ્યા, ને સતી દ્રૌપદીની લાજ લેવા ઉઠયા તેમજ દુર્યોધને ભરી સભામાં જાંઘ બતાવીને કહ્યું–હે પ્યારી ! અહીં બેસ. આવું બેલતાં પાપીને શરમ નથી આવી. તે ઉપરાંત પવિત્ર દ્રિૌપદીના ચીર ખેંચવાને આ પાપીઓએ જુલમ કર્યો છે. કુર બનીને સભામાં તેને એટલે પકડીને લાવ્યું છે, તેને પાપકર્મોને બદલે તેને તેના કર્મો તે આપશે જ, પણ તે પહેલાં હું તેને તેના કર્મોને બદલે આપી દઈશ.
કરવ રાંડો ફિરે ભટકતી, વન વનમાં ય વિલખતી,
તે મેરા હૈ નામ ભીમજી, મેરી દેખના શક્તિ છે.....શ્રોતા ક્રોધથી ધમધમતા ભીમે લાલ આંખ કરીને કહ્યું અમારી આ દશા કરનારા કૌરની સ્ત્રીઓને વિધવા બનાવી વન વનમાં ભટકતી કરીશ. યાદ રાખો કે તમે અત્યારે અમને ભિખારી બનાવી તમારા દાસ બનાવ્યા છે, પણ વખત આવે મારી શક્તિને પર તમને બતાવી દઈશ. તમે જોઈ લેજો. દ્રૌપદીને ચેલે ખેંચીને સભામાં લાવનાર અને તેનાં ચીર ખેંચનાર દુઃશાસનના હાથને શરીરથી જુદા કરી તેના લેહીથી પૃથ્વીને લાલ બનાવીશ અને જે પાપી દુર્યોધને હદ વટાવીને દ્રૌપદીને જાંઘ બતાવી છે, તેની જાંઘના મારી ગદાથી ચૂરેચૂરા કરી નાંખીશ. જે આ કાર્ય હું ન કરું તે આ પાંડુપુત્ર ભીમ નહિ, તેમજ હું આ બદલે ના લઉં તે મારું ક્ષત્રિયપણું છેડી દઈશ. આવી આ સભા સમક્ષ આજે હું દઢ પ્રતિજ્ઞા કરું છું.