________________
૫૮૮
શાશા દર્શન એક સામટી ગળી જવાથી એક સામટા બત્રીસ ગર્ભ રહ્યા. આથી અસહ્ય પીડા ઊભી થઈ. તેની અકળામણને પાર ન રહ્યો, ત્યારે તેણે ધ્યાન કરીને દેવનું એક ચિત્તે સ્મરણ કર્યું. તેની અડગ ધર્મશ્રદ્ધાથી આકર્ષિત થયેલ દેવ આવ્યા. દેવે કહ્યું. દેવી! તમે બહુ મોટી ભૂલ કરી છે. મેં તમને પુત્રની ઈચ્છા થાય ત્યારે એક ગેળી ખાવાનું કહ્યું હતું, એક ગેળીથી એક પુત્ર થશે એમ કહ્યું હતું છતાં આ લેભ શા માટે કર્યો? હવે તે તમને બત્રીસ પુત્રે થશે, પણ એક પુત્રનું મૃત્યુ થશે તે બધાનું મૃત્યુ એક સાથે થશે. તારે એક પુત્ર ગમે ત્યાં ગયેલ હશે ને તેનું ત્યાં મૃત્યુ થશે તે ઘરમાં બેઠેલાં બધા પુત્રનું મૃત્યુ થશે. દેવની વાત સાંભળી સુલશાએ કહ્યું-મને બત્રીસ પુત્રને લેભ ન હતું પણ બત્રીસ પુત્રના ગુણ એક પુત્રમાં આવી જાય અને મને બત્રીસ લક્ષણે એક જ પુત્ર મળે તે માટે મેં આ કાર્ય કર્યું હતું, પણ ભવિતવ્યતા એવી હશે નહિંતર મને આવું કેમ સૂઝે! મારા ભાવિએ મને ભૂલવાડી. ભાવિ કરતાં મારે પિતાને દોષ છે. મેં લાંબે વિચાર કર્યા વિના આ કાર્ય કર્યું છે. હવે જે મારું પુણ્ય બળવાન હોય અને તમારામાં મારી પીડા હરવાની શક્તિ હોય તે પીડા મટાડો અને જે મારું પુણ્ય ન હોય તે મારા અશુભ કર્મને ઉદય છે એમ સમજીને હું સહન કરી લઈશ.
સુલશાના જવાબથી પ્રસન્ન થયેલે દેવ -દેવાનુ પ્રિયે ! વિચાર કરે. સુલશાની શ્રદ્ધા કેટલી અડગ છે! બત્રીસ ગર્ભની અસહ્ય પીડા થાય છે. છતાં દેવને એમ નથી કહેતી કે હું તમારા પગમાં પડું. ગમે તેમ કરે પણ મારી પીડા મટાડે, એમ કાલાવાલા ન કર્યા પણ એક જ વાત કરી કે મારી ગેરસમજથી ભૂલ થઈ ગઈ છે ને પિડા અસહ્ય છે. જો તમે પીડા મટાડી શકતાં હો તે મટાડો અને જે ન મટાડી શક્તાં હો તે હું માનીશ કે મેં અશુભ કર્મો કર્યા છે તે મારે ભેગવવાના છે. એમ સમજીને ભોગવી લઈશ. સુલશાના બેલવામાં કેટલે વિવેક, નિખાલસતા અને અદીન ભાવ ભરેલે છે. આ એની ધર્મશ્રદ્ધાને પ્રભાવ હતે. સુલશાની ધર્મ પરિણતિમાંથી નીકળતા બેલ સાંભળીને દેવ તેના ઉપર ખુશ થઈ ગયે ને કહ્યું, ચિંતા ન કરીશ, પીડા મટી જશે.
* સુલશાની પીડા શાંત થવાથી પતિને થયેલો હર્ષ :-સુલશાને ગર્ભની પિડા શાંત થવાથી શાંતિ વળી એટલે પિતાના પતિને બધી વાત કરી. નાગથિક પત્નીની પીડા શાંત થવાથી ખુશ થયે, પણ એક પુત્ર મરશે તે બધા મરણ પામશે, આ વાત સાંભળીને ચિંતાતુર બની ગયે, ત્યારે સુલશાએ કહ્યું-સ્વામીનાથ ! બધી ચિંતાઓ છોડી દઈ એક વીતરાગ વચનમાં શ્રદ્ધા રાખે. આ રીતે ધીરજ આપીને પતિને શાંત કર્યો. આ જિન વચનની શ્રદ્ધાને પ્રતાપ છે. જુઓ, સુલશને પુત્ર, પિસા કે બીજી કોઈ ચીજની આકાંક્ષા ન હતી. એણે તે ધર્મની શ્રદ્ધા અડગ રાખી તે ઈન્દ્ર મહારાજાએ દેવ સભામાં તેના વખાણ કર્યા ને દેવ પરીક્ષા કરવા આવ્યા તે પણ અડગ રહી, અને એના પતિની ઈચ્છા પૂર્ણ કરવા માટે પુત્રની પ્રાપ્તિ થાય તેવું માંગ્યું છે કે આપ્યું. તેમાં પણ સુલશાની ભૂલના