________________
પિ૮૬
શારદા દર્શને પરીક્ષા કરવા માટે અદશ્યપણે દાસીને હાથ ધ્રુજાવી બાટલે પાડી નંખા. શીશ ફૂટી ગયે ને બધું તેલ ઢેળાઈ ગયું. કિંમતી તેલ ઢળાવાથી દાસી રડી પડી. સુલશાએ દાસીને કહ્યું. ચિંતા ન કરીશ. બીજો બાટલે તૈયાર છે. જલ્દી લાવ. દાસી બીજે બાટલે લઈને બે ડગલાં ચાલી ત્યાં પણ દેવે હાથ ધ્રુજાવીને પડાવી નાંખે. દાસી તે ખૂબ ધ્રુજવા લાગી. તે રડતાં રડતાં કહે છે બા! હું ખૂબ સાવચેતીથી બાટલે પકડું છું, પણ કઈ મારા હાથમાંથી ખેંચીને બાટલે બેંય ફેંકી દેતું હોય તેમ થાય છે. શેઠાણીએ કહ્યું. ચિંતા ન કર. હજુ ભાગ્યશાળી છું, ત્રીજે બાટલે પડ્યો છે પણ સાચવીને લાવજે. બાટલે ફૂટી ગયે ને તેલ ઢળાઈ ગયું તેની મને ચિંતા નથી પણ ગુરૂદેવને અમૂલ્ય લાભ લેવાનું ગુમાવી બેસાય તેને મને અફસેસ છે.
દેવાનુપ્રિયે! તમને એમ થશે કે બબ્બે બાટલા દાસીના હાથે ફૂટી ગયા છતાં શેઠાણીને એમ નથી થતું કે હું જાતે લેવા જાઉં. એ લેવા જાય તે શું એના શેઠાણીપણામાં નાનપ આવી જાય ? કે દાસીને જ ત્રીજી વખત લેવા મેકલી. એમ નથી હોં, એને શેઠાણપણનું અભિમાન ન હતું, પણ એના મનમાં એ ચિંતા હતી કે પિતાના નિમિત્તે બબ્બે કિંમતી તેલના બાટલા ફૂટી ગયા તેથી ખેદ પામીને મહારાજ સાહેબ તેલ વહાર્યા વિના કદાચ પાછા ચાલ્યા જાય છે ? એ કારણે પોતે જતી ન હતી. તે ગુરૂદેવને વિનંતી કરતી કહે છે કે આપ જરાય સંકેચ ના રાખશે. હું હજુ એટલી ભાગ્યશાળી છું કે ત્રીજો બાટલે ભરેલ છે. તે હું આપને વહેરાવું છું. દાસીને કહે છે બહેન ! હવે એક જ બાટલે છે માટે તું બરાબર સાચવીને લાવ જેથી આપણને સુપાત્ર દાનને મહાન લાભ મળે, અને ગુરૂદેવના ઉપયોગમાં આવે. દેવ સુલશાના પરિણામની ધારા જોઈ રહ્યો છે કે એના અંતરના ખૂણામાં પણ દાસી ઉપર ગુસ્સે કે કિંમતી તેલ ઢળાઈ જવાથી ખેદ આવીને ધર્મને રંગ ભૂંસાઈને કષાયને રંગ ચઢે છે? “ના” એના અંતરના ખૂણામાં બેદનું નામ કે કષાયને કણીયે પણ નથી. દેવે કહ્યું, ઠીક, હજુ વધારે ચકાસણી કર્યું. દેવ પરીક્ષા કરવા આવે એટલે બાકી ના રાખે. બરાબર પરીક્ષા કરે. દાસી ત્રીજે બાટલે લઈને હર્ષભેર આવી. સુલશાની નજીક આવીને સુલશાને આપે તે પહેલાં દાસીના હાથમાંથી બાટલે પડાવી નાંખ્યો. દેવની શક્તિ આગળ બિચારી દાસીનું શું ગજું ! બાટલે ફૂટી જતાં દાસી યુકે ને ધ્રુસ્કે રડવા લાગી. અરેરે...હું કેવી અભાગણ! સુપાત્ર દાન દઈ મહાન લાભ લેવાના ત્રણ ત્રણ બાટલા મેં ફેડી નાંખ્યા ! બા ! આ પાપણીને મારી નાંખે. આમ કહેતી જાય ને કલ્પાંત કરતી જાય.
દાસીને કલ્પાંત જોઈને સુલશાએ કહ્યું. બહેન ! આવી મામૂલી ચીજમાં આટલું બધું રડવાનું હોય ! છાની રહે. જે મારા ભાગ્યમાં દાન દેવાને લાભ ન હોત તો મારા હાથે પણ ફૂટી જાત. મારા દાનાંતરાય કર્મને ઉદય છે તેથી આમ બન્યું છે. એમાં તારે કાંઈ વાંક નથી. તું દરરોજ બધું જ કામ સાચવીને કરે છે ને શું આજે અસાવધાની રાખે ખરી? એ તે મારા કમભાગ્ય છે તેથી આમ બન્યું છે. કર્મ આગળ મારું, તારું