________________
શારદા દર્શન રન પાકવાનું છે. એમણે કહ્યું જે ભાઈ! ઝાડનું એક પાંદડું તેડવામાં પાપ છે. જૂ, લીંખ, કીડી, માંકડ વિગેરે મારીએ તે બહુ પાપ લાગે. સંસારની દરેક કાર્યવાહી પાપથી ભરેલી છે, ત્યારે કહે છે મહાસતીજી! તમે બધે પાપ, પાપ અને પાપ જ કહો છો તે
ક્યાંય પુણ્ય છે જ નહિ? ત્યારે મહાસતીજીએ પુણ્યની વાત સમજાવી, સાંભળીને એમને વૈરાગ્ય આવી ગયે, ને મહાસતીજીને કહ્યું કે મારે તમારા જેવા બનવું છે. મારે આ પાપભર્યા સંસારમાં રહેવું નથી. - રવાભાઈને જાગી ઉઠેલે આત્મા -દેવાનુપ્રિયે ! સાંભળે. આ જૈન ન હતાં છતાં એક જ વખત સાંભળીને વૈરાગ્ય આવી ગયે ને તમે કેટલું સાંભળ્યું? છતાં તમને વૈરાગ્ય આવે છે ખરો ? (બેતામાંથી અવાજ –એ ક્ષત્રિય હતા, અમે વાણીયા છીએ.) જંબુસ્વામી પણ વાણીયા હતાં ને? (હસાહસ) ઉપાશ્રયે આવતાં પથરણાં ઘસાઈ ગયાં ને પથરા પણ ઘસાઈ ગયા. ઘરડાં થયા છતાં પણ સંસારને મેહ છૂટતું નથી. કેવી અજબ જેવી વાત છે! રવાભાઈ મહાસતીજીને ઉપદેશ સાંભળીને ઘેર આવ્યા, પણ ક્યાંય તેમનું ચિત્ત ચુંટતું નથી. જેમ તેમ કરીને આઠ દિવસ પસાર કર્યા. એક દિવસ તે ખેતરમાં કાલા વીણાવવા માટે ગયા. માણસે કાલા વણે છે. સાથે પોતે પણ કાલા વીણવા લાગ્યા. પંદર વીસ કાલા વીણ્યા ત્યાં દિલમાં રણકાર થયે કે મહાસતીજી કહેતાં હતાં કે એક પાંદડુ તેડવામાં પણ પાપ છે તે આટલા બધાં કાલા વીણતાં કેટલું પાપ લાગશે? મારે આવું પાપ કરવું નથી, એ કાલા વીણવાનું કામ છોડીને ઘેર આવ્યાં ને કાકાને કહ્યું કે મારે આ પાપમય સંસારમાં રહેવું નથી. મારે દીક્ષા લેવી છે. કાકાએ કહ્યું-તારે વળી દીક્ષા કેવી ? ને પાપ શું? ત્યારે કહે છે કે હું વટામણ જૈન સાધ્વીજી પાસે ગયે હતે. તેમણે મને પાપ અને પુણ્યની ખૂબ સુંદર વાતે સમજાવી, ત્યારથી મને દીક્ષા લેવાને રંગ લાગે છે.
કાકાએ કહ્યું ભાઈ! તું ના કહેવાય! પુણ્ય પાપની વાતમાં શું સમજે! રવાભાઈએ કહ્યું, હું બધું સમજું છું. કાકાએ ઘણું સમજાવ્યું પણ એમને વૈરાગ્ય દઢ હતે. કાકાએ જાણ્યું કે આ હવે કઈ રીતે રહેવાનું નથી. એટલે કહ્યું કે જે તારે દીક્ષા લેવી જ હોય તે આપણા સ્વામીનારાયણ ધર્મમાં લે, ત્યારે કહે કે દીક્ષા લેવા ક્યાં જવાનું? કાકાએ કહ્યું, ગઢડા સ્વામી પાસે જા. તેમને સમાગમ કર. આ તે કુલ જે બાલુડે હતું, તેને તે આત્મકલ્યાણ કરવા સાથે કામ છે. સ્વામીનારાયણ કે જૈનનાં ભેદભાવ નહતા. એ તે સ્વામીનારાયણની ગાદીના ગામ ગઢડા ગયા. ત્યાં સ્વામીજીને મળ્યા. સ્વામીજીએ પૂછ્યું, છોકરા ! તું કયાંથી આવ્યું છે? રવાભાઈએ કહ્યું કે હું ગલીયાણાથી આવું છું ને મારે દીક્ષા લેવી છે. સ્વામીજીએ પૂછયું, તમારે શું કામ ધંધે છે? રવાભાઈએ કહ્યું અમે ખેતીવાડી કરીએ છીએ. અમે બે ભાઈ અને એક બહેન છીએ, ત્યારે સ્વામીજીએ કહ્યું,