________________
શારદા દર્શન
‘૫૭૭ ધર્મના સારા સંસ્કાર હતા. આ રવાભાઈ તેર વર્ષના થયા. તેમનું મુખ્ય કાર્ય ખેતીનું હતું. ગલીયાણાથી બે ત્રણ માઈલ દૂર વટામણ ગામ હતું. ત્યાં તેમની જમીનજાગીર ઘણી હતી. એક દિવસ કાકાએ કહ્યું: રવા ! તું વટામણ જઈને ખેતરમાં તપાસ કરી આવ કે પાક કે છે? આ નાનકડા રવાભાઈને કાકા અવારનવાર ખેતીવાડીનું ધ્યાન રાખવા વટામણ મેકલતાં હતાં, અને તેઓ નીડરતાથી જતા હતા. બાકી નાનકડા બાલુડામાં આટલી નીડરતા ક્યાંથી હાય આજે દશ વર્ષના છોકરાને રાત્રે અંધારુ થઈ ગયા પછી બહાર મોકલશો તે કહી દેશે કે ના, બાપુજી, મને અંધારામાં બીક લાગે. આવા ડરપોક છોકરા હોય છે ત્યારે આ તે શૂરવીર સિંહ હતે. એક વખત તેમને વટામણમાં રાત રોકાવાનું બન્યું. ઉપાશ્રયની બાજુમાં તેમના સંબંધી રહેતા હતા. તેમને ત્યાં ઉતર્યા. રાત્રે ચેકમાં ખાટલે ઢાળીને સૂતા હતાં. આ સમયે ખંભાત સંપ્રદાયના પ્રખર વિદ્વાન મહાસતીજીનું વટામણમાં ચાતુર્માસ હતું. પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ મહાસતીજી અધ્યાત્મ ભાવથી ભરેલું એક સ્તવન મધુર કંઠે ગાતાં હતાં.
“સતીજીના સ્તવને રવાભાઈને જગાડેલે આત્મા” -સ્તવનને સૂર રવાભાઈને કાને પડ્યો. તે એક ચિત્તે સાંભળવા લાગ્યા. સ્તવન પૂરું થયા બાદ તેમના સબંધીને પૂછ્યું કે કેણ ગાતું હતું ? ત્યારે કહ્યું-ભાઈ! આ બાજુમાં જૈન ઉપાશ્રય છે. તેમાં એક જૈન સાધ્વીજી દરરોજ આવા ભજન ગાય છે. રવાભાઈએ કહ્યું–આપણાથી ત્યાં જવાય ? તેમના સબંધીએ કહ્યું કે તે સાધ્વીજી છે એટલે રાત્રે તેમની પાસે પુરૂષથી જઈ શકાય નહિ. સવારે સૂર્યોદય પછી જઈ શકાય. માટે સવારે જઈશું. રવાભાઈને સતીજી પાસે જવાની લગની લાગી, ને મનમાં એમ થવા લાગ્યું કે જ્યારે સવાર પડે ને હું સતીજી પાસે જાઉં ને સત્સંગ કરું. એમને ઉંઘ આવતી નથી ને તમને ઉપાશ્રયે આવતાં ઉંઘ આવે છે, ક્યારે વ્યાખ્યાન પૂરું થાય ને ક્યારે ઘેર જાઉં તેની રાહ જોવાતી હોય છે. કેમ બરાબર છે ને ? સવાર પડતાં રવાભાઈને તેમના સબંધી મહાસતીજી પાસે લઈ ગયા. એમના સ્વામીનારાયણ ધર્મની રીતે વંદન નમસ્કાર કરીને બેઠાં ને કહ્યું કે મહાસતીજી! આપે રાત્રે જે ગીત ગાયું હતું તે ગાઈ સંભળાવે.
સતીજીના ઉપદેશમાં મસ્ત બનેલા રવાભાઈ” -પહેલાના ભજેમાં ભાવ ઘણું હતાં. એ સાંભળીને માણસને બેધ મળતું હતું. આજે તે જૂના સ્તવને, ગીતે કોઈને સાંભળવા ગમતાં નથી. કારણ કે એ નવા ગીતમાં ગમે તેવા સારા ભાવ હોય પણ એ સાંભળતાં સિનેમાનાં ગીતે તમને યાદ આવે છે. રવાભાઈની જિજ્ઞાસા જોઈને મહાસતીજીએ ગીત સંભળાવ્યું. રવાભાઈને ખૂબ આનંદ થયે. તેમને જૈન ધર્મનું તત્વ વિજ્ઞાન જાણવાનું મન થયું. એમણે મહાસતીજીને કહ્યું–મારા આત્માને ઉદ્ધાર થાય તેવું મને કંઈક સમજાવે. મહાસતીજીના મનમાં થયું કે આ ગરાસીયાને છોકરે છે. એ જ્ઞાનની ઝીણી વાત સમજશે નહિ, પણ મહાસતીજીને ક્યાં ખબર હતી કે આ રવામાંથી કિંમતી
શા-૭૩