________________
૫૭૫
શારદા દર્શન તેમનું સ્થાન ખૂબ ઉંચું હતું. આવા મહાન પ્રભાવશાળી ગુરૂદેવના જીવનમાં સરળતા અને લઘુતા અજોડ હતી. ખરેખર, તેઓ શાસનના શિરતાજ અને ગચ્છાધિપતિ હતા છતા
ક્યારે પણ એમના મનમાં ઉડે ઉડે પણ એવું ન હતું કે હું પ્રખર વિદ્વાન છું, આચાર્ય છું, ગચ્છાધિપતિ છું. તેમને જ્યારે કોઈ પૂછે ત્યારે તેઓશ્રી એક નાનામાં નાના સાધુની માફક એમ કહેતાં કે હું કોઈ મહાન આચાર્ય, વિદ્વાન કે જ્ઞાની નથી, પણ હું તે કષાયથી યુક્ત અને રાગ-દ્વેષથી ભરેલ એક આત્મા છું. તે વિચાર કરે કે એમના જીવનમાં કેવી લઘુતા હશે! અત્યારના આચાર્ય કે સામાન્ય સાધુમાં આવી લઘુતા અને સરળતા ભાગ્યે જ જોવા મળે છે.
બંધુઓ ! આવા ગુણગુણના ભંડાર, પરમ તારક, શાસનના શણગાર, વિરલ વિભૂતિ પૂજ્ય ગુરૂદેવના ગુણને યાદ કરતાં આંખમાં આંસુ આવી જાય છે. આવા અનંત ઉપકારી ગુરૂદેવ અમને છોડીને ચાલ્યા ગયા છે પણ એમના ગુણરૂપી સુમનેની સુવાસ અમારા માટે મૂકીને ગયા છે. આજે મારા મનમાં એમ થાય છે કે હું કયા શબ્દમાં ગુરૂદેવના ગુણેનું વર્ણન કરું ! હું તેમને માતા કહું, પિતા કહ્યું કે મારા ભગવાન કહું, જે કહું તે મારા મન મારા ગુરૂ છે. _गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरः ।
गुरुदेव परब्रह्म, तस्मै श्री गुरवे नमः ॥ ગુરૂ બ્રહ્યા છે, ગુરૂ વિષ્ણુ છે, ગુરૂ જ દેવ, ગુરૂ જ મહેશ્વર અને ગુરૂદેવ જ પરબ્રહ્મસ્વરૂપ છે. તેથી ગુરૂદેવને કેટી કેટી નમસ્કાર છે. આપણું અંધકાર ભરેલા જીવનમાં પ્રકાશ પાથરનાર ગુરૂદેવે દીવાદાંડી સમાન છે. ભગવંતે શાસ્ત્રમાં શું કહ્યું છે? આત્મકલ્યાણ કરવા માટે ચરમ તીર્થાધિપતિ ભગવાન મહાવીર સ્વામી આપણને કેવી આજ્ઞા કરી ગયા છે તે પૂજ્ય ગુરૂદેવ પિતાના જીવન દ્વારા અમને સમજાવી ગયા છે. જગતને જીતવાની પરમ જડીબુટ્ટી અમને બતાવી ગયા છે. એ ગુરૂદેવે અમારા માટે શું નથી કર્યું? શું નથી આપ્યું? ને શું નથી શીખવાડ્યું? એમણે અમારા માટે બધું કર્યું છે, બધું આપ્યું છે ને બધું શીખવાડ્યું છે. એવા ગુરૂદેવના જીવનનું યથાશક્તિ વર્ણન કરું છું.
ખંભાત સંપ્રદાયની પરંપરામાં મહાન વિદ્વાન, તેજસ્વી, ઓજસ્વી હીરલા અને વીરલા સમાન ઘણાં ગુરૂ ભગવંતે થઈ ગયા છે. તેઓ રત્નત્રયીની આરાધના કરી આત્માનંદની અનુભૂતિ કરી જીવન જત જગાવી ગયા છે. પૂજ્ય બા. બ્ર. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ પણ તેમાંના એક મહાન તેજસ્વી આચાર્ય હતા. એ તારક ગુરૂદેવ ઉત્તમ ગુણરૂપી રત્નના ભંડાર હતા. જેમનું નામ જ રત્નચંદ્ર હતું. તેવા તેમનામાં રત્ન સમાન તેજસ્વી અને ચંદ્રના સમાન શીતળ ગુણે હતા. એ ગુણરૂપી રત્નોના પ્રકાશથી તેમનું જીનન ઝગમગતું હતું. આવા પૂ ગુરૂદેવને જન્મ ખંભાત નજીક આવેલી પવિત્ર