________________
શારદા દર્શન
યુધિષ્ઠિર કદી જુગાર રમ્યા ન હતા એટલે તેમને ખબર નથી કે જુગર કેવી રીતે રમાય? પણ દુષ્ટ દુર્યોધનને સંગ થયો છે. હવે શું બને છે તે સાંભળવા જેવું છે. યુધિષ્ઠિરે જુગાર રમતાં જોઈને પૂછયું કે તમે આ શું કરો છે? ત્યારે જુગાર રમનારાએ કહ્યું અમે જુગાર રમીએ છીએ. જુગાર રમનારા કૌર હતા. તેમણે કહ્યું મેટાભાઈ! અમારી રમતને રંગ જામ્યો છે. બહુ આનંદ આવે છે. તે આ૫ જુગાર રમવા બેસે. ખૂબ આનંદ આવશે. અમે તે નાના નાના છીએ પણ અપ અને દુર્યોધન વિગેરે મોટા મેટા રમશે તે વળી એર આનંદ આવશે. બધી બાજી ગઠવી રાખ્યા પ્રમાણે બધા યુધિષ્ઠિરને જુગાર રમાડવા માટે ચેટી પડ્યા અને દુર્યોધને પણ સાથ આપતાં કહ્યું.
બ્રાત યુધિષ્ઠિર આઓ ખેલે, ચોપડ પાસા સાર,
અહે સમય મિલા હૈ અચ્છા, આપ કરો સ્વીકાર હે શ્રોતા... હે યુધિષ્ઠિર વીરા! આજે ઘણા વખતે આપણે બધાં ભેગા થયાં છીએ. રાજકાર્ય તે. છે છે ને છે. આજે તો મને રંજન કરવાને પ્રેગ્રામ છે. તે આપણે આ ચે પાટ રમવા બેસીએ. ત્યાં દુર્યોધનના મામા શકુનિ આવ્યા. કર્ણ આવ્યા ને કહેવા લાગ્યા. હા...ચાલે, તમે મેટા મેટા રમશો તે ખૂબ મઝા આવશે. માટે યુધિષ્ઠિર, આ અવસર મળે છે તે રમત રમે. બધાએ ખૂબ આગ્રહ કર્યો એટલે ધર્મરાજાએ કહ્યું ઠીક, ત્યારે રમીએ. આ સાંભળીને દુર્યોધન આદિના આનંદનો પાર ન રહ્યો. હાશ, હવે માછલું જાળમાં સપડાઈ જશે, અને આપણું મહેનત લેખે લાગશે. એમ કહી દુર્યોધને તેના માણસને કહ્યું જાએ, અમારે રમવા માટે નવા પાસા લઈ આવે, અને બધાને આમંત્રણ આપે કે યુધિષ્ઠિર, દુર્યોધન વિગેરે મોટા જુગાર રમે છે માટે બધા સભામાં જવા માટે પધારે.
યુધિષ્ઠિરે જુગાર રમવાની હા પાડી કે તરત જ ભીમ અને અર્જુને કહ્યું, મોટાભાઈ! જગાર રમવો તે આપને માટે યોગ્ય નથી. જુગાર ભયંકર વ્યસન છે, ત્યારે ધર્મરાજાએ કહ્યું ભાઈ! આ જુગાર રમવાની બુધિ નથી. આ તે બધાને ખૂબ આગ્રહ છે તેથી મને રંજન ખાતર બે ઘડી રમું છું. એમ કહીને યુધિષ્ઠિર જુગાર રમવા બેઠાં. એમણે પહેલાં પૂછી લીધું કે આ બાજી કેવી રીતે રમાય? એટલે દુર્યોધને બધી વાત સમજાવી કે પહેલાં દાવમાં અમુક ચીજ મૂકવાની. જે જીતે તે ચીજ લઈ જાય. બંધુઓ! જુગારમાં પહેલાં નાની નાની વસ્તુ મૂકાય છે પછી મોટી ચીજો મૂકાય છે. પહેલાંના વખતમાં માણસ આંબલા (કચકાથી) જુગારની શરૂઆત કરતા હતા. બીલાંમાંથી પછી પૈસા, રૂપિયા ને દાગીને મૂકતા હતા. અહીં યુધિષ્ઠિર જુગાર રમવા તૈયાર થયા. બધા જેવા માટે આવી ગયા છે.
પ્રથમ દાવ પર રકખી સોપારી, ફિર મુદ્રા ઉસવાર
માલા કંઠી કડી જઈ, ગયા યુધિષ્ઠિર હાર છે-શ્રોતા... પહેલા દાવમાં સોપારી મૂકીને યુધિષ્ઠિર રમ્યા તે તે જીતી ગયા. બીજી વખત બીજુ ફળ
તે પણ જીતી ગયા. ત્રીજા દાવમાં વીંટી મૂકી તે પણ જીત્યા, હવે માણસની જીત થાય એટલે રમવાને રસ વધે. અત્યાર સુધી કદી યુધિષ્ઠિર જુગાર રમ્યા ન હતા પણ હવે તેમને રમવાને ચસકે લાગ્યા એટલે સેનાની કંઠી, કડી વિગેરે નાના આભૂષણે મૂકીને રમવા લાગ્યા. શા. -૧૮