________________
- શારદા દર્શન અને કોઈ વ્યભિચાર ણી કહે, એને માટે ગમે તેવા શબ્દ બોલાય તે સાંભળીને બેસી ન રહે. આ પાપી દુર્યોધન એક દુષ્ટ માણસથી પણ નીચા પાટલે બેઠે છે. એક જમાને એ હતો કે લૂંટારી જેવા હલકા માણસો પણ શીયળવંતી સ્ત્રીઓની રક્ષા કરતા હતા. ત્યારે આ તે લૂંટારાથી પણ હલકે બની ગયું છે.
દુઃશાસન દ્રૌપદીની સાડી ખેંચવા તૈયાર થયે. આથી આખી નગરીમાં અને સભામાં કોલાહલ મચી ગયે. અહે ભગવાન! આ શું? પ્રભુ, એ તો દયાહીન બને છે, પણ તને આ પવિત્ર સતીની દયા નથી આવતી ? આ દુષ્ટ સભા વચ્ચે એની લાજ લુટવા ઉષે છે. આ રીતે નગરજને પિકાર કરે છે. દ્રૌપદી પણ પંચ પરમેષ્ટિનું દાન કરીને પિકાર કરી રહી છે. દુશાસન ચીર ખેંચવા ઉઠે છે. સતી પ્રભુને પિકાર કરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૦ર ભાદરવા સુદ ૧૦ ને ગુરૂવાર
તા. ૨૨-૯-૭૭ સગ્ન બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંતજ્ઞાની મહાનપુરૂષે જગતનાં છેને સાચો રાહ બતાવતાં કહે છે કે હે તૃષાતુર માનવી! તારી અનાદિની તૃષા છીપાવવા માટે મૃગજળ સમાન સંસારની દરેક વસ્તુઓ પાછળ દેટ લગાવી છે. તે દેટ તને અથડાવી મારશે. તે તારી તૃષા છીપાવશે નહિ પણ વધારશે. જેમ જેમ તે સંસારિક સુખો ભગવતે જઈશ તેમ તેમ તે વધુને વધુ ભેગવવાનું મન થશે, અને ભેગો ઉપર સ્વામિત્વ મેળવવાને બદલે ભેગે તારા ઉપર સ્વામિત્વ મેળવશે. માટે હે માનવી! તારા આંતર ચક્ષુ ખોલ અને ખોટા રાહને છેડી દે. તારી તૃષા એ મૃગજળથી શાંત નહિ થાય પણ તારા આત્મામાં જે અમૃત રસને કુંભ છે તેનાથી તારી તૃષા શાંત થશે. આ તૃષા છીપાવવા બહાર શોધવાની જરૂર નથી. બહાર કસ્તુરી શેધનાર કરતુરી મૃગ વનમાં રખડી રખડીને થાકે છે. અરે, માથા પટકીને મરી જાય છે છતાં તેને કસ્તુરી મળતી નથી. કારણ કે જે અંદર છે તે બહાર કયાંથી મળે? તેમ જ્ઞાની કહે છે કે આત્મા અખંડ જ્ઞાન સુખ અને આનંદને મહાસાગર છે. તેમાં તે રમણતા કરીશ તે તારી તૃષા છીપશે. મૃગજળથી કે ઈની તૃષા છીપાણી હોય તેવું અત્યાર સુધી કયાંય સાંભળ્યું છે? “ના”. તે પછી આંધળી દેટ શા માટે લગાવે છે? વીતરાગ ભગવતેએ ભવભ્રમણ અટકાવવા મેક્ષને જે માર્ગ બતાવ્યું છે તે માગ ' ઉપર વીતરાગના વારસદાર સંતોએ જ્ઞાનની પરબ માડેલી છે, જ્ઞાન, દર્શન, ચારિત્રની