________________
"Ge
શારદા થન “સુલશાએ પોતાના પતિને આપેલી છુટ” – સુલશા સમજી ગઈ કે હું તેમની પાસે ગમે તેવી ધર્મની ઉંચી ઉંચી વાત કરીશ તે પણ એ અત્યારે માનવાના નથી. એટલે તેણે કહ્યું, નાથ ! મારા કિસ્મતમાં પુત્ર હોય તેમ લાગતું નથી. તે હું આપને રાજીખુશીથી છૂટ આપું છું કે આપ બીજી વખત લગ્ન કરે. તે સંભવ છે કે તેનાથી આપની ઈચ્છા પૂરી થાય, અને આપનું ચિત્ત શાંત બને. હું આપની બીજી પત્નીને મારી સગી નાની બહેન જેવી ગણીશ. એને દરેક કાર્યમાં હું પૂરો સહકાર આપીશ. હું એના પ્રત્યે ઈર્ષ્યા નહિ કરું. આનંદથી રહીશ. આ બહાને મને હેજે બ્રહ્મચર્ય પાળવાને લાભ મળશે, અને એટલે સમય મળશે તેટલી વધુ ધર્મની આરાધના કરીશ. સુલશાની વાત સાંભળીને નાગરથિકે કહ્યું, સુલશા ! તું આ શું બોલે છે ? મારે તારી વાત સાંભળવી નથી. જેમ પતિવ્રતા પત્નીને બીજો પતિ ખપતું નથી તેમ મેં તારી સાથે લગ્ન કર્યા ત્યારથી એવી પ્રતિજ્ઞા કરેલી છે કે મને સુલશા સિવાય બીજી પત્ની ખપે નહિ. કેઈમેટે રાજા રાજ્ય સહિત તેની રૂપવંતી કન્યા મને પરણાવે તે પણ તારા સિવાય મને કેઈ કન્યા આપતી નથી. ભલે, મને પુત્રની ઈચ્છા છે છતાં જે પુત્ર નહિ થાય તે વાંધો નથી પણ મારે બીજી વખત લગ્ન કરવું નથી. આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યું હોય તેને ઉખેડીને થેરિયાની કેણ ઈચ્છા કરે? માણસ કલ્પવૃક્ષ નીચે જઈને બેસે તે તેને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે, તેમ તું પણ મને કલ્પવૃક્ષની માફક ઈચ્છિત ફળ આપે છે. તું મારા મનભાવને સમજીને મારી ઈચ્છા પ્રમાણે વર્તન કરે છે. મારા દરેક કાર્યમાં સાથ આપે છે. આવી પવિત્ર રત્ન સમાન પત્નીને છોડીને કાંકરાને કોણ છે? તારાથી મને જે પુત્ર થશે તે મને આનંદ છે. કદાચ નહિ થાય તે ભલે ચિંતા કરતે રહું પણ તારા સિવાય બીજી પત્ની મને કલ્પતી નથી. - પતિએ આ પ્રમાણે કહ્યું એટલે સુલશા કંઈ બેલી નહિ. એને પિતાને તે પુત્રને મેહ હતું જ નહિ કે દુઃખ થાય પણ પતિને મોહ હતા. બીજી પત્ની લાવવી નથી ને પુત્ર જોઈએ છે તે માટે તેમના ચિત્તમાં અસમાધિ રહ્યા કરે છે. તેને કેવી રીતે દૂર કરવી તેની ચિંતામાં પડી. એની ચિંતા કેવી હતી? આ મારી બહેનની માફક એમ નહિ કે પુત્ર માટે માતા- માવડીની બાધા, આખડી રાખું, દેરા ધાગા કરાવું. એણે ધર્મના ચિંતવણું કરવા માંડી કે દુનિયામાં જે કંઈ સુખ મળે છે તે ધર્મથી મળે છે. ધર્મ કે છે?
ધર્મ મો, ઘર્મચિન્તામણિમનોહર |
धर्म कल्पलत्ता, धर्मः कामधेनुर्निगद्यत ॥ ધર્મએ કલ્પવૃક્ષ છે, નચિંતામણી છે, કલ્પવૃક્ષની વેલ છે અને ધર્મ એ કામધેનું સમાન છે. એટલે ધર્મ મનવાંછિત સુખ આપનાર છે. અરે, ચિંતવ્યા કરતાં પણ અધિક સુખ આપનારો છે, પણ મેહમાં મુગ્ધ બનેલા અજ્ઞાન છે સ્વર્ગ અને મોક્ષનાં સુખ આપનાર ધર્મને છોડીને બીજામાં મન પરોવે છે સુલશા વિચારે છે કે મારા પતિ