________________
ચાર દર્શન રક્ષક દેવેનું આસન ચલાયમાન થયું. સતીને કષ્ટમાં જઈને દેવેનું હૃદય પણ કંપી ઉઠયું.
બંધુઓ ! આ સમયનું દશ્ય એવું કરૂણ હતું કે ભલભલા કઠેર હદયના માનવીનું હૃદય કંપી જાય તેમાં નવાઈ નથી પણ અહીં દેવનું હૃદય પણ કંપી ગયું. મને તે એમ થાય છે કે આપણને અત્યારે આ પ્રસંગ વાંચતા આંખમાં આંસુ આવી જાય છે તે આ બનાવ બન્યો હશે ત્યારે કેવું દશ્ય હશે! આખી નગરીના લેકે પણ રડી રહ્યા છે. દુઃશાસને દ્રૌપદીની સાડીને પાલવ ખેંગ્યો. આજે કઈ સ્ત્રીની સાડી કઈ પરાયે પુરૂષ ખેંચે તે સરકારમાં ફરીયાદી કરવામાં આવે છે, પણ અહીં તે ખુદ રાજા નિર્લજ અને કૂર બની ગયા છે, તે કેને ફરિયાદ કરવી? સતીએ પ્રભુને ફરિયાદ કરી. તેના શીયળનું રક્ષણ કરવા દેવ આવ્યા. જયાં દુશાસને સાડી ખેંચી ત્યાં તેના શરીર ઉપર બીજી સાડી ઢંકાઈ ગઈ.
ચીર ખેંચતા થયેલો ચમત્કાર એક સાડી ખેંચી ત્યાં બીજી સાડી અને બીજી ખેંચી રહ્યાં ત્યાં ત્રીજી સાડી એના શરીર ઉપર વીંટળાઈ જવા લાગી દુઃશાસન સતીના શરીર ઉપરથી ચીર ખેંચે છે ને સતી કુદડીની જેમ ચકર ચકર ફરે છે. દુર્યોધન, દુશાસન, અને કર્ણ સિવાય સભામાં બેઠેલાં બધા માણસે આંખ બંધ કરીને બેઠા છે. અરેરે... અમારી આંખે આવું દશ્ય કેમ જોવાય? પણ આ પાપીને શરમ નથી આવતી. જરૂર શાસન દેવ સતીની લાજ રાખશે.
શાસનદેવે સતીના પૂરેલા ચીર:–દેવ અદશ્ય રીતે સતીની પડખે ઉભું રહી દુઃશાસન જેમ જેમ ચીર ખેંચતે જાય છે તેમ તેમ દેવ ચીર પૂરતું જાય છે અને એક પછી એક કિંમતી પચરંગી ઝરીની સાડીઓ અંદરથી નીકળતી જાય છે. આ જોઈને આખી સભા ચક્તિ થઈ ગઈ. આ શું? દુર્યોધન પણ વિચારમાં પડી ગયો કે આ દ્રૌપદી કેઈ સ્ત્રી છે કે માયાવી જાદુગરણ છે? એ કપટી મંત્ર-જંત્ર કરતી લાગે છે. દેખે, એ કહેતી હતી ને કે મેં તે એક જ સાડી પહેરી છે પણ કેટલી સાડી પહેરીને આવી છે?
ધન ક્રોધ કરીને કહે છે કે એ જેટલી સાડી પહેરીને આવી છે તે બધી ઉતારી લે ને તેને નગ્ન કરે. એના અંગ ઉપર એક કપડું રાખશે નહિ, પણ મૂર્ણો વિચાર નથી કરતે કે આટલી બધી સાડીઓ કેવી રીતે પહેરી હશે ?
ફરશાસન જેમ જેમ ક્રોધ કરીને સાડીએ ખેંચતે જાય છે તેમ તેમ નવી નવી સાડીઓ નીકળતી જાય છે. પૂરી થતી નથી. સાડીઓને માટે ઢગલે થયે. તેની સાડીઓનાં તેજથી આખી સભામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયા. દુશાસનના બે હાથ દુઃખવા આવ્યા ને થાકી ગયે પણ પકડેલું નાડું કેમ છેડાય ? તેથી વચ્ચે ખેંચે જ જાય છે.
એક શત આઠ ચીર બઢે હૈ, અનુપમ ઔર પરમ !
શીલ પ્રભાવે સભા બીચમેં, ઉસકી રખી શમે છે-શ્રોતા
આમ એક પછી એક દેવે એકસેને આઠ ચીર પૂર્યા. એ પણ એક પછી એક ચઢીયાતા ભયવાન ચીર હતાં. બહુ વર્ણન કરીશ તે અમારી આ બહેનને લેવાનું મન થઈ જશે.