________________
શારદા દર્શન સમજુ છે પણ એમને પુત્રને મોહ જાગે છે. જયાં સુધી પુત્ર નહિ થાય ત્યાં સુધી તેમને સંતોષ નહિ થાય. પુત્ર, પૈસો, બળ, મીઠી વાણી મળવી આ બધાં ધર્મરૂપી કલ્પવૃક્ષનાં મીઠાં ફળે છે. જે કંઈ દુનિયામાં સારું થાય છે તે ધર્મથી થાય છે. માટે મારે પુત્ર થાય યા ન થાય પણ ધર્મ શ્રદ્ધા સિવાય બીજું કાંઈ ન જોઈએ સુલશાની ધર્મમાં શ્રધ્ધા મૂળ તે હતી જ તેમાં વિશેષ વૃદિધ થઈ.
ઈન્દ્રસભામાં થયેલી સુલશાની પ્રશંસા” :- સુલશા તપ-ત્યાગ વિશેષ કરવા લાગી. સાધુ સંતની ભકિત કરતી. વ્યાખ્યાન વાણુને લાભ લેતી અને ઉત્કૃષ્ટભાવે દાન દેતી. સંતના દર્શન કરતી અને સમયે મેળવીને શાસ્ત્રની સ્વાધ્યાય વાંચન વિગેરે કરતી હતી. કદાચ તમને થશે કે પુત્રની પ્રાપ્તિ માટે વધુ કરતી હતી ? “ના”. એવું ન સમજશે. એ તે તદ્દન નિરાશંસભાવે, આત્મલશે, આત્મકલ્યાણની બુદ્ધિથી ધર્મ કરતી હતી. તેને ધર્મ પ્રત્યેને અનુરાગ અને અટલ શ્રધ્ધા જોઈને ઈન્દ્રમહારાજાએ પિતાની દેવસભામાં સુલશાની ખૂબ પ્રશંસા કરતાં દેવને કહ્યું હે દે! મનુષ્યલકમાં રાજગૃહી નગરીમાં વસતી સુલશા શ્રાવિકાની ધર્મ પ્રત્યે એવી અચલ ધ્ધા છે કે તેને કેઈદેવ પણ ચલાયમાન કરી શકે તેમ નથી. આ સાંભળીને ઈન્દ્રના સેનાપતિ હરિણગમેલી દેવના મનમાં તરંગ જાગ્યો કે અમારા જેવા નાના દેવે તે જેના તેના વખાણ કરે પણ આવા ઈન્દ્ર મહારાજા જેવા વખાણ કરે છે તે એ સુલશાની ધર્મશ્રદ્ધા કેવી હશે ! એની પરીક્ષા કરવા જાઉં. એ સાધુસંતોની ખૂબ ભકિત કરે છે, ઉત્કૃષ્ટ ભાવે દાન આપે છે. તે તેની ભકિત કેવી છે તે જોઉં! હવે હરિણગમણી દેવ સુલશાની પરીક્ષા કરવા માટે કેવી રીતે આવશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- “સતી દ્રોપદીના ચીર ખેંચવા ઉભો થયેલો દુઃશાસન - ભરસભામાં સતી દ્રૌપદી ઉભી છે. દુષ્ટ દુઃશાસન તેના ચીર ખેંચીને નગ્ન કરવા તૈયાર થયો છે. આ સમયે દ્રોપદી પ્રભુને પકાર કરે છે કે હે ભગવાન! હે શાસનના રખેવાળ દેવે! મારી વહારે આવે ને મારી લાજ રાખે. આ પાપી મને ભરસભામાં નગ્ન બનાવી મારી લાજ લુંટવા ઉઠે છે. જેનું કેઈ આ દુનિયામાં બેલી નથી તેનો બેલી ભગવાન છે. હે પ્રભુ! હું ખેળ પાથરીને તને વિનવું છું કે “દુનિયા રૂઠે તે ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે....લાજ મારી રાખે પ્રભુ,” હે ભગવાન! દુર્યોધન, દુર શાસન અને કર્ણ વિગેરે મારા ઉપર રૂક્યાં છે, ત્યારે મારા પતિ કેમ મારી વહારે આવતા નથી ! ભિષ્મપિતામહ વિદુરજી વિગેરે તે મારા પિતા સમાન છે. હું તેમની પુત્રી જેવી છું. છતાં એ પણ દુર્યોધનને કેમ કંઈ કહેતાં નથી? ને કપડાથી મોટું ઢાંકીને બેઠાં છે ? તે હે પ્રભુ! તું એ બધાથી મહાન દયાળુ છે. મારી લાજ રાખજે. મને શ્રધ્ધા છે કે તું મારી વહારે જરૂર આવશે, અને નહિ આવે તે મને શું ચિંતા છે? લાજ જશે તે મારી નહિ પણ ધર્મની લાજ જશે. (અહીં પૂ. મહાસતીજીએ નરસિંહ મહેતા અને કુંવરબાઈનું દષ્ટાંત આપ્યું હતું.) દ્રૌપદીની હૃદયપૂર્વકની પ્રાર્થનાથી શીયળના