________________
શારદા દર્શન નથી. ગજસુકુમાલ તે ખૂબ હોંશિયાર છે. તેમને શીખવાડવા માટે કલાચાર્યને મહેનત કરવી પડતી નથી. અલ્પ મહેનતમાં ઘણું આવડી જાય છે. આવા ગજસુકુમાલ ટૂંક સમયમાં કર કળાઓ શીખી ગયા. કલાચાર્યે તેમની પરીક્ષા કરી અને જાણ્યું કે હવે આ વિદ્યાર્થી હર કળાઓમાં બરાબર નિપુણથઈ ગયું છે. એટલે તેમના માતા પિતાને સોંપી દીધે. પુત્ર ભણી ગણીને આવ્યા એટલે વસુદેવરાજા, દેવકી રાણી અને કૃષ્ણ વાસુદેવને ખૂબ હર્ષ થયા. પુત્ર દ્રવ્યકળા શીખીને આવ્યું છે છતાં તેઓ હરખાય છે કે મારો પુત્ર હોંશિયાર અને બધી કળાઓમાં નિપુણ થ, પણ ભગવાન કહે છે કે માનવ ! તું ગમે તેટલી કળાઓ શીખે પણ એ કળાએ તારો ઉદ્ધાર નહિ કરે. સર્વેકળાઓમાં જે શ્રેષ્ઠકળા હોય તે તે ધર્મકળા છે. કારણ કે આ બધી કળાઓ સંસારવર્ધક છે તે કળાઓ શીખનારને માન મળશે, પ્રતિષ્ઠા, પદવી મળશે ભૌતિક સુખ મળશે પણ
આત્મિક સુખ નહિ મળે, માટે સર્વકળાઓમાં શ્રેષ્ઠ ધર્મકળા છે. કહ્યું છે કે નવા વારા થરા સર્વ કળાઓને ધર્મ કળા જીતે છે. જીવનમાં ગમે તેટલી કળાએશીખે પણ ધર્મકળ નહિ શીખે ત્યાં સુધી ઉદ્ધાર નહિ થાય.
બંધુઓ જીવને દુઃખમાં શાંતિ આપનાર જે કઈ હોય તે ધર્મ છે. જ્યાં સુધી ધર્મકળા નહિ શીખે ત્યાં સુધી શાંતિ નહિ મળે. ધર્મકળા આ લેકમાં તે શાંતિ આપશે ને પરલેક પણ સુધારશે. આ લેકમાં ધર્મથી તમને સુખ દુઃખમાં સમભાવ રહેશે. સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહી શકશે, પણ જે ધર્મકળ નહિ શીખ્યા છે તે સંસારમાં ગળાબૂડ ખૂંચી જશે. સમજો, જીવનદીપક જયાં સુધી જલે છે ત્યાં સુધી ધર્મારાધના કરી છે. જ્યારે દીપક બૂઝાવાનો સમય આવશે તારે કંઈ કરી શકશે નહિ. ઘરમાં આગ લાગતાં પહેલાં કૂ ખોદેલે હશે તે આગ લાગતાંની સાથે પાણી છાંટી શકશો પણ આગ લાગે ત્યારે કેઈ ફૂ દવા બેસે તે આગ બૂઝાય? “ના” આયુષ્યનો દીપક બૂઝાવા આવે ત્યારે કાળરાજાને કહે કે ઉભું રહે. થોડી વાર ધર્મ કરી લઉં. પછી આવું છું, તે કાળરાજા રોકાય ખરા ? એ તે જીવને લઈ ગયે છૂટકે કરશે.
તારૂ પ્રાણપંખેરૂ ઉડી જશે ને કાયા અહીંયા રહી જશે, સગા સબંધીઓ આવશે અને કાયા તારી લઈ જાશે અને કાયા,
આગ મૂકાઈ ચિતામાંહી, કાયા તારી રાખ થઇ..પછી શું થાશે?
કાળરાજાને તારી દયા નહિ આવે. અંતે કાયા તારી જલી જશે. આવું સમજીને પણ તમે ધર્મારાધના કરીને એવા તૈયાર રહે કે કાળરાજા આવે ત્યારે મારું શું થશે તેની ચિંતા ન રહે. મરવા ટાણે મુખડું કરમાય નહિ પણું હસતું રહે. મૃત્યુ સમયે જે હસતા રહેવું હોય તે સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત ભાવે રહે.
ગઈ કાલે આપણે સુલશા શ્રાવિકાની વાત કરી હતી. એ શ્રાવિકા કેવી શ્રદ્ધાવાન હતી ! ચારિત્ર મિહનીય કર્મના ઉદયથી સંસારમાં રહી હતી પણ સંસારમાં ખેંચી ન