________________
શારદા દર્શન શીતળ છાયા છે. સમ્યક્ત જે સબળ સાથીદાર છે, નવસવનું જ્ઞાન તો ચોકી પર છે. તે એ માર્ગ ઉપર નિર્ભય બનીને અવિરતપણે ચાલ્યો જા. પછી મુકિતની મંઝીલ તમારાથી દૂર નથી.
આ માર્ગે ચાલતા થાક લાગશે, પંથ ડે વિકટ લાગશે પણ તેનાથી તારે થાકીને અકળાઈને બેસી જવાની જરૂર નથી, પણ પુરૂષાર્થ બરાબર કરવામાં આવશે તે વિકટ પંથ સરળ બની જશે અને તીર્થંકર પ્રભુના મુખમાંથી નીકળેલી વાણી અને ગણધર ભગવતેએ ગૂંથેલા શાસ્ત્ર ભવભવને થાક હરી લેશે, અમૃત કુંભ પાસે આવીને શા માટે અટકી જાઓ છો? ખેબા ભરી ભરીને અમૃતરસ પીવા માંડે ને મૃગજળ પાછળ હું ભમવાનું છેડી દે, અને ઉત્તમ મનુષ્ય જન્મ પામીને વિચાર કરે કે મારું ભવભ્રમણ શા માટે છે? આ ભવભ્રમણને અંત કેમ આવે? મારે કયાં જવાનું છે ને હું કયાં જઈ રહ્યો છું? હું સાચા માર્ગ ઉપર છું કે બેટા માર્ગ ઉપર ? મારે શું કરવાનું છે ને શું કરી રહ્યો છું? આવા વિચાર કરીને જે વીતરાગ કથિત માર્ગે પ્રયાણ કરે છે તે ભવભ્રમણ અટકાવીને મોક્ષમાં બિરાજે છે.
જે મહાન આત્મા મનુષ્યભવ પામીને જલ્દી ભવભ્રમણને અંત કરવાના છે તેવા ગજસુકુમાલને વસુદેવ રાજા પિતા, દેવકીરાણી માતા અને કૃષ્ણ જેવા ભ્રાતા ખૂબ લાડકેડથી ઉછેરે છે. પાંચ ધાવમાતાઓ અને અઢાર દેશની દાસીએ તેમને રમાડે છે. ખીલાવે છે ને આનંદ કરાવે છે. આ રીતે ગજસુકુમાલ એક દાસીના હાથમાંથી બીજી દાસીના હાથમાં, એક દાસીના મેળામાંથી બીજી દાસીનખેળામાં સુખાનુભવ કરતા હતે. ગજસુકુમાલને પ્રસન્ન રાખવા માટે દાસીઓ દયા, દાક્ષિણ્ય અને વીરરસથી ભરપૂર મધુર ગીતે ગાતી હતી. ધીમેધીમે મેટાં થતાં ગજસુકુમાલ ધાવમાતા વિગેરેની આંગળી પકડીને ચાલતા થયા. એને રમવા માટે જાતજાતનાં રમકડાં આપવામાં આવતા હતા. તે હોંશથી રમતા હતા. આ રીતે મને હર મણિમય ભુવનની ભૂમિના પ્રાંગણમાં ગજસુકમાલ રમતાને ખેલતાં હતાં. “દિવાસિ દિવ્યાયરિજિરિફર મલ્ટીવ રઘવાચવે મુકુળ ઘર !” જેમ વાયુ રહિત તેમજ ઠંડી ગરમીના ઉપદ્રવ વગરની પર્વતની ગુફાઓમાં ઉત્પન્ન થયેલ ચંપક વૃક્ષ નિવિદને વૃદ્ધિ પામે છે તેમ આ ગજસુકુમા પણ સુખપૂર્વક મેટા થવા લાગ્યા. આમ કરતાં ધીમે ધીમે ગજસુકુમાલને જન્મ થયા પછી સાત વર્ષ અને ત્રણ માસ પૂરા થયા એટલે આઠમે વર્ષે શુભ કરણ અને શુભ મુહુર્તામાં તેમને માતા પિતાએ બહેતર કળાના અભ્યાસ માટે કલાચાર્ય પાસે ભણવા બેસાડયા.
કલાચા ગજસુકુમાલને લેખનકળા, ગણિતકળા આદિ ૭૨ પ્રકારની વિદ્યાઓ ભણાવવાની શરૂઆત કરી. ગજસુકુમાલ હળુકમી, ચરમ શરીરી મોક્ષગામી જીવ છે. આવા આત્માઓની બુદ્ધિ ઘણી તીવ્ર હોય છે. તેમને એક વખત શીખવાડે ને આવડી જાય છે. ઘણાં બાળકને ઘણી વખત શીખવાડે, પિતે ઘણી મહેનત કરે છતાં આવડતું