________________
ચાર બ તારે પક્ષ કેવી રીતે લઇ શકે ? હવે દુર્યોધનને તારા ઉપર અધિકાર છે. એ ગમે તે કરી શકે છે. એમાં બેટું શું છે કે તું આટલી બધી ધમધમ કરે છે? દુનિયામાં દક અને એક જ પતિ હોય છે પણ તારે તે પાંચ પતિ છે. પાંચ પતિની પત્ની કદી સતી રહી શકતી નથી. માટે તું કુસતી છે. કુસતીને ગમે ત્યાં લઈ જવામાં આવે કે તેને ગમે તેવા શબ્દો કહેવામાં આવે તે લજજા શેની? કર્ણના આવા નિર્લજ શબ્દ સાંભળીને સભાજનેને ખૂબ ક્રોધ આવી ગયો. પાંડને એમ થઈ ગયું કે આપણું દેખ તા આ પાપી દુર્યોધન દ્રૌપદીને જાંઘ બતાવીને કહે છે કે આવ પારી! મારી જાંઘ ઉપર બેસી જા. આ શબ્દ પાંડેને વજા જેવા લાગ્યા. એમનાથી સાંભળ્યાં જતાં નથી. પણ શું થાય? ધર્મરાજાને અપાર પશ્ચાતાપ થયો. અરેરે....મારા પાપે દ્રૌપદીની કેવી દુર્દશા થઈ! ધિક્કાર છે મને પશ્ચાતાપ કર્યો શું વળે? સૌ મન રહ્યા એટલે દુર્યોધનને વધુ પારો ચઢ.
દુર્યોધને ક્રોધ કરીને કહ્યું હે દુશાસન શું ઉભે રહ્યો છે? એ દ્રૌપદી પિતાને સતી માને છે એટલે હું બેલાવું છું તે પણ મારી પાસે આવતી નથી. માટે એની સાડી ખેંચીને એને સભા વચ્ચે નગ્ન કરે. એ આપણી દાસી છે. દુર્યોધનને હુકમ થતાં દુઃશાસન દ્રોપદીની પાસે આવ્યા. દ્રૌપદીનાં હાજા ગગડી ગયા. આ પાપીએ આટલું કર્યું છતાં હજુ તેનું મન શાંત થતું નથી. એણે તે હદ કરી. મને ભરસભામાં નાના કરવા ઉઠે છે! એને કઈ રોકનાર નથી?
દ્રોપદીને શાસન દેવ પાસે પોકાર -દ્રૌપદી બેલે છે અરેરે....હે મારા નાથ! તમે તમારી દ્રૌપદીનું મુખ સહેજ કરમાય તે જોઈ શકતા ન હતા અને આજે એના માથે આટલી વીતક વીતે છે છતાં તમે કેમ બેસી રહ્યાં છે? હું કોને કહું? આ દુર્જન મહાકાળ જે દુર્યોધન મારા ઉપર કે પાયમાન થયે છે હમણું એ મારી સાડી ખેંચીને મને નન બનાવશે ને મારી લાજ લૂંટશે. તે હે શીયળના રક્ષણ કરનાર દેવે તમે આવે ને મારી લાજ રાખે. પંચ પરમેષ્ઠી પ્રભુનું દાન કરીને પિકાર કરે છે હે શાસનના શિરતાજ ! હું આદુષ્ટ દુર્યોધનના પહલે પડી છું. તેણે મારી આ દશા કરી છે, અને એ પાપીના પંજામાંથી છેડાવે.
પાંચ પતિ શિર ઉપર મેરે, મદદ કરે નહીં કેય,
મહાબલી હૈ તે ભી યે સબ, બેઠે નીચ જય હે-શ્રોતા... મારા પાંચ પતિ સામાન્ય નથી. મહાન પરાક્રમી બળવાન છે. છતાં પણ મને મદદ કરવા આવતા નથી ને નીચું જોઈને બેસી રહ્યા છે. ગમે તે નબળે પતિ હય, એનામાં કંઈ દૈવત ન હોય પણ એની પત્નીને કેઈ કુવચન કહે છે કે તેને આંગળી અડાડે તે સહન કરી શકે નહિ, ત્યારે આ તે બળવાન અને સત્યવાદી પુરૂષે છે તે કેમ સહન કરી શકે? પણ મારા કર્મો એમના હાથ હેઠા પાડી દીધા છે. બાકી પિતાની