________________
શારદા દર્શન પણ દેવના કેપથી એક સાથે ૬૦ હજાર પુત્રે મૃત્યુ પામ્યા ત્યારે તેમને પુત્રના વિગનું કેટલું ભયંકર દુઃખ થયું ! અંતે ધર્મ એ જ સાચે તારણહાર છે. બાકી બધું
વ્યર્થ છે. સંસારની માયા જુઠી છે. ધર્મનું શરણું અંગીકાર કરવા યોગ્ય છે એમ સમજીને પુત્રની ચિંતા છેડી પરલોક હિતકારી ધર્મનું શરણું સ્વીકારે.
स्वर्गे : प्रभूतैरपि नैव पुत्रै : न वाडयवर्गोऽपि विनात्मकृत्यात् ।
परन्तु संसार समुद्र मार्ग : प्रवर्तते पुत्र गुणे : सुधीरा ॥ : હે સદ્બુદ્ધિમાન! દીકરા ઘણું હોય છતાં સ્વર્ગ મળવાનું નક્કી નથી, પછી મોક્ષની તે વાત જ કયાં? મોક્ષ પણ પિતાની સપ્રવૃત્તિ વિના મળી શક્તા નથી. માટે ચિંતા કરવા જેવી હોય તે મેક્ષ મેળવવાની પણ પુત્ર પ્રાપ્તિની નહિ. મેહ કરો તે મોક્ષ અપાવે એવી સત્ય પ્રવૃત્તિને કરો પણ પુત્રને નહિ. કદાચ પુણ્યગે માતા પિતાને સગુણી પુત્ર મળી જાય ને તેના મેહમાં પડી જાય તે સંસાર સમુદ્રને માર્ગ ખુલ્લે થાય. માટે નાથ! હવે પુત્ર પ્રાપ્તિની ચિંતા અને પુત્રને મોહ છોડી દે.
બંધુઓ! વિચાર કરે. સુલશાની કેવી ધર્મશ્રદ્ધા હશે ! એના પતિને એણે કેવા શબ્દો કહ્યા. મારી બહેનો એમના પતિને આવા શબ્દો કહે ખરી? “ના.' કારણ કે એ પિતે જ જ્યાં મોહથી ભરેલી હોય ત્યાં એના પતિને કયાંથી સમજાવે ? મોટા ભાગે બહેનેને સંતાન માટેની ઘેલછા વધુ હોય છે. પુત્ર માટે કંઈક કરે છે ને જેમ કે શેટે પિતાની લાળથી પિતે બંધાય છે તેમ જીવ સંસારની જાળમાં બંધાય છે, પછી છૂટી શકતાં નથી. આવી વીતરાગ વાણી સાંભળીને સંસારની માયાજાળમાંથી તમને છૂટવાનું કેમ મન નથી થતું ? બંધને બંધાવું કેમ ગમે છે? કંઈક સમજો. પુત્રના મેહમાં ઉદાસ બનેલા તેના પતિને સુલશાએ ખૂબ સમજાવ્યા, પણ એમનું મન શાંત થયું નહિ. એમણે તો કહ્યું કે સુલશા ! તું મને ગમે તેટલે સમજાવ પણ પુત્ર વિના મને ઘરમાં ગમતું નથી. પુત્ર વિના ઘરની શોભા નથી. મીઠા વિનાનું ભેજન ફિકકું લાગે છે તેમ પુત્ર વિનાનું જીવન મને ફિકકુ લાગે છે હું મારા આંગણામાં પુત્રને ખેલ કૂદતો જઈશ ત્યારે મને શાંતિ વળશે. હજુ પત્ની સમજાવશે. તે વાત પછી વિચારીશું.
* ગજસુકુમાલને માટે અઢાર દેશની દાસીઓ રાખવામાં આવી હતી. દરેક દેશની દાસીએ તેની સાથે પિતાના દેશની ભાષામાં વાત કરતી. એટલે બાળકને આપોઆપ જુદી જુદી ભાષાઓ આવડી જતી હતી. મુંબઈમાં વસતાં ગુજરાતી બાળકને હિન્દી અને મરાઠી ભાષા હેજે આવડી જાય છે. તેને ભણવા કે ગોખવાની જરૂર પડતી નથી. કારણ કે ઘાટીઓ હિન્દી અને મરાઠી ભાષા બોલતાં હોય છે. એ સાંભળીને હેજે આવડી જાય છે, તેમ ગજસુકુમાલને અઢાર દેશની દાસીએ રમાડે. ખીલાવે ને તેની સાથે વાત કરે એટલે અઢાર દેશની ભાષામાં તેને સહેજે આવડી જાય. બાળકની યાદશકિત ઘણી તીવ્ર