________________
ve૪
શારદા દર્શન
હેય છે. મને અનુભવ છે કે નાના નાના બાળકે એની માતા કે પિતા સાથે પ્રાર્થનામાં આવે તે સાંભળી સાંભળીને આખું ભક્તામર સ્તોત્ર કંઠસ્થ શીખી જાય છે. ઘણાં માણસને પ્રતિક્રમણ સાંભળતાં સાંભળતાં કંઠસ્થ થઈ જાય છે. સાંભળવામાં એકાગ્રતા હોવી જોઈએ. ગજસુકુમાલ સુખપૂર્વક ઉછરી રહ્યા છે. તે ઘડીકમાં રમે તે ઘડીકમાં રહે છે. માતાને પાલવ ખેંચે છે ને કાલી ભાષા બોલે છે. કેઈ વખત માતા પાસે કોઈ ચીજ માટે હઠ કરે છે. આ રીતે મહઘેલી બનેલી દેવકીમાતા પુત્રને ઉછેરવાના ને તેની બાલક્રીડા જોવાના કેડ પૂરા કરે છે. અહીં માતાને પુત્રને મોહ છે ને સુલશા શ્રાવિકાને ત્યાં પતિને પુત્રના કેડ છે. બંને વાત અવસરે વિચારીશું ચરિત્ર -
દૂધને મૂકેલી માઝા (મર્યાદા)” : અનાથ બનેલી દ્રૌપદીનું શરીર ભયથી થરથર કંપી રહ્યું છે, ને આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં છે. આ સમયે દુષ્ટ દુર્યોધન કહે છે કે દ્રોપદી ! તારે રડવાની જરૂર નથી. હવે તને શું દુઃખ છે? મારી પાસે આવ.
દિખાઈ નારી કે દુર્યોધનને, ડાબી જાંઘ ઉઘાડ, બેઠે જંઘા પર આ કર પ્યારી, તજ ઘૂંઘટ કી આડ તા
આમ કહીને દુર્યોધને ડાબા પગ ઉપરથી ધેતિયું ખસેડીને જાંઘ ખુલ્લી કરીને કહ્યું હે વહાલી દ્રપદી! આ ઘુંઘટપટ દૂર કરી દે. હવે તારે કોઈની શરમ રાખવાની જરૂર નથી. શરમ છેડીને મારી જાંઘ ઉપર આવીને બેસ. આમ તે મને તારા ઉપર પહેલેથી પ્રેપ હતો પણ પાંડ સાથે તારા લગન થયા એટલે મારું કંઈ જોર ચાલ્યું નહિ પણ હવે પાંડવેને મેં જુગારમાં હરાવ્યા. ધર્મરાજાએ તને જુગાર દાવમાં મૂકી દીધી ને તે હારી ગયાં છે એટલે તેમને તારા ઉપર કઈ હક નથી. મારે તારા ઉપર સંપૂર્ણ હકક છે. માટે તું મારી જાંઘ ઉપર બેસી જા. આમ કહીને દુર્યોધને પિતાની જાંઘ બતાવી. આ શબ્દો સાંભળી દ્રૌપદી ક્રોધથી લાલચેળ બની ગઈ. તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને કહ્યું કે પાપી ! હે દુખ ! હેનરાધમ ! હે કુરુવંશને કલંક્તિ કરનાર! તને ધિક્કાર છે. આવા કુવચન બોલતાં તને શરમ નથી આવતી? તારી જીભ કેમ કપાઈ જતી નથી ? તું આવા વિચારોથી બળીને ભસ્મ કેમ નથી થઈ જત? વૃક્ષના પિલાણમાં રહેલી અગ્નિ વૃક્ષને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે તેમ અહીં બેઠેલા હે મારા પતિદેવ ! ધર્મરાજા, ભીમ, અર્જુન! તમે આ શબ્દ સાંભળીને કેમ બેસી રહ્યા છે જે તમારામાં બળ હોય તે બંનેના જીવનને અંત કરી નાખે. આ દુષ્ટને જીવતા રાખવા જેવા નથી.
“ દ્રોપદી સામે કણે કહેલાં વેણુ” :- દ્રૌપદીના જોમભર્યા શબ્દો સાંભળીને સભા ખળભળી ઉડી પણ કેની તાકાત છે કે બેલી શકે ! ત્યાં કર્ણ ઉછળીને એટલી ઉડ કે પાંડે આખું રાજય હારી ગયા છે ને ભેગી તને પણ હારી ગયા છે. એ