________________
પર
શાશા ન ઘી વિના લુખે કંસાર, દીકરા વિના સૂનો સંસાર,
જેને ઘેર પારણું તેનું શું બારણું.” - પતિની વાત સાંભળીને સુલશાએ કહ્યું- હે સ્વામીનાથ ! આપને આ ચિંતા થાય છે? પુત્ર નથી એમાં કયું મોટું દુખે છે કે એની ચિંતામાં રાતદિવસ ઉદાસ
બની ગયા છે! નાથ ! આ ઉત્તમ મનુષ્ય જન્મ અને તેમાં પણ આવું પવિત્ર જિનશાસન પામીને આવી ચિંતા કરવાની હેય? જિનશાસનમાં જન્મેલે જૈન શેની ચિંતા કરે? જૈનને એવી ચિંતા થાય કે રખે મને સંસારમાં રહેતા કયાંય પાપ ન લાગે. મારો પહેલેક બગડી ન જાય! એને સમય ધર્મારાધના વિનાને Áથ જાય, ધર્મારાધના ન થાય કે અજાણે પાપ લાગી જાય તેની ચિંતા થાય પણ પુત્ર ન હોય તેની ચિંતા ન થાય, ચિંતા કરે તે આત્માની કરે. આવી ચિંતા ન કરો. વળી હું આપને પૂછું છું કે શું પુત્ર આપણે ઉધ્ધાર કરવાનું છે? શું પુત્ર માતાપિતાને નરકમાં જતાં બચાવશે? મારા નાથ! જરા સમજે. માતા પિતા જે એવાં કાર્યો કરે તે ગુણવાન એક પુત્ર તે શું અનેક પુત્ર પણ એમને નરકમાં જતાં બચાવી શકતાં નથી. છ છ ખંડના સ્વામી બ્રહાદત ચક્રવતિને ઘણાં પુત્રો હતા પણ ચક્રવતિએ જીવનના અંત સુધી ભેગાસક્તિ છેડી નહિ તે સાતમી નરકે જવું પડયું. ત્યારે પુત્રો પિતાને સાતમી નરકમાં જતાં અટકાવી શક્યા ખરા? “ના”. અટકાવવાની તે કયાં વાત કરું, સાતમી નરકની છઠ્ઠી પણ ન કરી શકયા. જીવને નરકમાં પડતા અટકાવવા માટે પુત્ર કે પૈસા કેઈ સમર્થ નથી. જેને માટે પાપ કરીને પૈસા ભેગા કરી છે તેવા પુત્રો કે પત્ની તેમજ માતા પિતા વિગેરે કઈ નરકમાં જતાં બચાવી શકતા નથી. ઉંચુ કુળ પ્રતિષ્ઠા, પદવી કે પૈસા કઈ બચાવનાર નથી. નરકમાં જતાં જીવને જે કંઈ બચાવનાર હોય તે તે માત્ર ધર્મ છે. માટે ચિંતા કરે તે એવી કરો કે જે આપણને દુર્ગતિમાં જતાં અટકાવે. પરલોકમાં સહાયક બને એવી સાધના કરો તે મનુષ્યભવ સફળ થાય. બાકી પુત્રની ચિંતા કરવાથી શું લાભ? એ ચિંતા કરીને શરીર સુકવી રહ્યા છે તેનાં કરતાં તપ કરે તે કર્મને ક્ષય થશે.
પુત્રને તલસાટ કરતાં આત્માને તલસાટ કરો” : સુલશા કહે છે તેનાથ! આપ પુત્ર પુત્ર શું કર્યા કરે છે? પુત્રને તલસાટ એ કંઈ સાચે તલસાટ નથી. સાચે તલસાટ મોક્ષનો છે. પુત્ર હેય પણ સારો હોય તે માબાપને શાંતિ થાય છે પણ જે કુળમાં અંગારા જે પુત્ર પાકે તે મા-બાપની કેવી દશા થાય છે. એ મા-બાપ એમ કહે છે કે આ દીકરે પાળે તેના કરતાં વાંઝીયા રહ્યાં હતા તે સારું હતું. જુઓ, ધૃતરાષ્ટ્રને દુર્યોધને આદિ સો પુત્ર હતાં. એ પુત્રે કેવા પાકમાં સે સે પુત્રે એને વંશ નિર્મૂળ થશે ને ? રાજા રાવણ જે સમર્થ પુત્ર હોવા છતાં એવા પુત્રથી એના પિતાને નિર્મળ વંશ કલંક્તિ બને. સગર ચકૃતિને એક બે નહિ પણ ૬૦ હજાર પુત્ર હતાં છતાં