________________
શારદા દર્શન લેતી, આ દૃષ્ટિથી બબ્બે પ્રકારની ધાત્રીઓ રાખવામાં આવી હતી. પાંચ ધાત્રીઓ અને અઢાર દેશની દાસીઓ દ્વારા ગજસુકુમાલનું લાલનપાલન થાય છે. દેવકીમાતા હસતા બાળકને જોઈને ખુશખુશ થાય છે. શું મારે લાલ છે! મારો લાલ માટે થશે પછી ભણવા જશે એવા આશાના મિનારા ચણે છે. જુઓ, માતાને એને લાલ કેટલે બધે વહાલે હોય છે ! માતાને પિતાના સંતાન પ્રત્યે કેટલી બધી મમતા અને મોહ હેય છે! અહીં દેવકીરાણીને પુત્રને મોહ છે અને કઈ કઈ જગ્યાએ પિતાને પુત્ર માટેની ઘેલછા હોય છે. આ સંસાર મેહ, માયા અને મમતાથી ભરેલું છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
ભગવાન મહાવીરની સાચી શ્રાવિકા – સુલશા મહાવીર પ્રભુની પરમ શ્રાવિકા હતી. એના પતિનું નામ નાગરથિક હતું. અત્યારે આપણે જે અધિકાર ચાલે છે તે છ અણગારોને ઉછેરનારી સુલશા હતી. પણ તે સુલશાનેમનાથ ભગવાનના વખતમાં થઈ છે, અને આ સુલશા મહાવીર પ્રભુના સમયમાં થઈ છે. એને ઘેર સુખ સામગ્રીને પાર ન હતે. કરોડો રૂપિયાની સંપત્તિ હતી પણ સુલશા ભગવાન મહાવીરસ્વામીની પરમ ઉપાસિકા અને મહાન સતી હતી. ભગવાનના વચન ઉપર એને અતૂટ શ્રદ્ધા હતી. એટલે સંસારનાં સુખ તેને તુચ્છ લાગતાં હતા. આટલું બધું સુખ હતું તેને તેના દિલમાં આનંદ ન હતું અને એ સુખની ખામી લાગે તે દિલમાં ખેદ કરતી નહિ. એને કેઈ સુખની કમીના ન હતી પણ તમારા સંસારની દષ્ટિએ એક સુખની ખામી હતી. આટલે પૈસે હતો પણ એને પુત્ર ન હતા છતાં એને એ વાતનું દુઃખ ન હતુ. જેને સંસારના સુખે ધૂળ જેવા તુચ્છ લાગતાં હોય તેને એ સુખની અપૂર્ણતામાં દુઃખ થાય? ન થાય, આ સમ્યક્ત્વનો પ્રભાવ છે. સમ્યક્દષ્ટિ આત્માને સંસારના સુખમાં દુઃખ દેખાય છે. સમ્યક્ત્વના પાંચ લક્ષણ છે. તેમાં સંવેગ નામને ગુણ જેનામાં પ્રગટે છે તેને મન ચાહે સ્વર્ગના દેવતાઈ સુખ હોય કે પછી મનુષ્યનાં સુખ હોય બધા ધૂળના ઢગલા જેવા અસાર અને દુઃખરૂપ લાગે છે. સમકિતીને મન મનુષ્યના કે દેવના સુખનું કંઈ મહત્વ હોતું નથી. એને તે મોક્ષનાં સુખનું મહત્વ હોય છે. તે સંસારમાં રહેતે હેય પણ એનું મન તે મેક્ષમાં હોય છે. - સમકિતી જીવની ધર્મશ્રદ્ધાની પરિણતિ એવી હોય છે કે જેનાથી તેને સંસારના સુખે તુચ્છ, અસાર અને દુઃખરૂપ લાગે છે. એટલે તેને સુખની વૃધિમાં આનંદ નહિ ને સુખની ખામીમાં ખેદ નહિ. ભરત ચક્રવર્તિને ત્યાં છ છ ખંડની સાહ્યબી હતી છતાં તેમને એમ ન હતું કે હું મોટે ચક્રવર્તિ ! અને પુણિયા શ્રાવક પાસે સંપત્તિ ન હતી છતાં તેને મન એ અફસોસ ન હતું કે મારી પાસે કાંઈ નથી, તેમ આ સુલશા શ્રાવિકાને ત્યાં સંપત્તિ ઘણી હતી પણ પુત્ર ન હતો તેથી તેને એમ ન્હોતું થતું કે મારે પુત્ર નથી પણ એના પતિ નાગથિકને એમ થતું કે મારે પુત્ર નથી. એક પુત્ર હોય તે સારું