________________
૫૫૮
શારદા દર્શન
જોયું ત્યારે દ્રૌપદીની આ દશા થઈને ! આ રીતે ધર્મરાજા પિતાની ભૂલને પશ્ચાતાપ કરવા લાગ્યા. દ્રૌપદી મૃગલી જેવી રાંક બનીને રડવા લાગી ત્યારે દુર્યોધન કહે છે
દુર્યોધને તલવારના ઘા જેવા કાઢેલા વેણુ”:-હે પાપણી ! તે હસ્તિનાપુરમાં મારી મજાક ઉડાવી હતી કે અંધાના જાયા અંધા જ હોય ને! તે હવે તેને બદલે ભગવ. તે સમયે અભિમાનમાં છકી જઈને બેલતાં વિચાર ન કર્યો. હવે રડવાથી શું વળશે? દુર્યોધનના કટાક્ષ સાંભળી ભીમની આંખે લાલચોળ થઈ ગઈ. અહો! આપણે સામે જીવતાં જાગતા બેઠા છીએ ને એ દ્રૌપદીને આવા શબ્દો સંભળાવે તે કેમ સહન થાય? ભીમ ઉભું થવા જાય છે ત્યારે ધર્મરાજા કહે છે ભાઈ! અત્યારે આપણું પુણય ખલાસ થઈ ગયા છે. તેથી તું જઈશ તે પણ મારું કે તારું ચાલવાનું નથી, માટે શાંતિ રાખ. અત્યારે આકરો ઉતાવળ ન થા. ધીરજનાં ફળ મીઠાં છે. ભીમ કહે છે ભાઈ! બહુ ધીરજ રાખી તેથી આ દશા થઈ છે. દુર્યોધનના નિર્લજ શબ્દો સાંભળીને દ્રૌપદી થરથર ધ્રુજવા લાગી અને તેની આંખમાંથી શ્રાવણ ભાદરે વહેવા લાગ્યું. તે કરૂણ સ્વરે કહે છે હે નાથ! તમે આ કેમ સાંખી શકે છે? આ મારા વડીલજને પણ કેમ ચૂપ થઈને બેસી રહ્યાં છે? આ દુષ્ટને કંઇક તે કહે. દ્રૌપદીનું રૂદન સાંભળીને ઝાડે પંખી પ્રજી ઉઠયા. આખી નગરીના લેકે રડવા લાગ્યા. એવી કરૂણ સ્થિતિ સર્જાઈ ગઈ છે. હજુ પાપી દુર્યોધન દ્રૌપદીને કેવા કુવચને કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૭૧ ભાદરવા સુદ ૯ ને બુધવાર
તા. ૨૧--૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતે જગતનાં ઇને જાગૃત કરવા માટે ફરમાવે છે કે હે ભવ્ય છે. જે તમારે અનંતકાળની રખડપટ્ટી અટકાવીને પરમપદની પ્રાપ્તિ કરવી હોય તે સૌથી પ્રથમ પ્રમાદને ત્યાગ કરે.
" जेसि उपमाएणं गच्छइ कालो निरत्थिओ धम्मो।
તે સંસાર મid, કિંતી પમાયા છે” જે મનુષ્ય આ ઉત્તમ માનવ જન્મ પામીને ધર્મક્રિયા કરવામાં પ્રમાદ કરે છે તે અમૂલ્ય સમયને વ્યર્થ ગુમાવે છે. પ્રમાદના કારણે જીવે અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. પ્રમાદ એ આત્માને પરમ શત્રુ છે. માટે પ્રમાદને ત્યાગ કરી પરમપદની પ્રાપ્તિ કરવા માટે પુરૂષાર્થ કરો. પરમપદ એટલે શું ? એ તે તમે જાણે છે ને? પરમપદ એટલે મિક્ષ. દરેક મનુએ દરરોજ સવારમાં ઉઠીને મોક્ષની સુંદરતમ ૫વિત્રતમ, સુખમય અને આનંદમય સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. કારણ કે મિલમાં