________________
શારદા દર્શન સતીને સંતાપે સાર નહિ નીકળે - દુશાસનના શબ્દો સાંભળી દ્રૌપદીનું હૈયું ચીરાઈ ગયું. તે ક્રોધથી લાલચોળ થઈને બેલી ઉઠી હે દુષ્ટ ! આવું બોલતાં તારી જીભ કપાઈ જતી નથી! તને લાજ નથી આવતી? હું તને દિયર કહું છું ને તું મને આવા શબ્દો કહે છે? યાદ રાખજે. સતી સ્ત્રીને તે વ્યભિચારિણી કહે છે તેના ફળ તારે કેવા ભેગવવા પડશે! પણ દુશાસન તેની વાત સાંભળતા નથી ને કહે છે જદી ચાલ. ત્યારે દ્રૌપદી કહે છે કે,
હે દેવર! રજીસ્વલા હું એક અને સાડી, ઇસ કારણ નહિ આઉ સભામેં, માને બાત હમારી હે-શ્રોતા
હે દિયરજી ! અત્યારે હું ટાઈમમાં છું. એટલે મેં એક જ સાડી ઓઢેલી છે. આવી એક સાડી પહેરીને ભરી સભામાં હું કેવી રીતે આવી શકું? હું અત્યારે નહિ આવું. તમે દુર્યોધનને કહી દેજો કે દ્રૌપદી આ સ્થિતિમાં આવી શકે તેમ નથી. બીજું હું તમને એક વાત પૂછું છું કે ધર્મરાજા પિતે હારી ગયા પછી મને દાવમાં મૂકી છે કે પહેલી? જે પોતે હાર્યા પછી મને દાવમાં મૂકી હોય તે તમારે હક નથી. કારણ કે ધર્મરાજા પોતે જ પરતંત્ર બની ગયા હોય તે પછી મને દાવમાં મૂકવાને તેમને કોઈ અધિકાર નથી. જેમ પ્રાતઃકાળ થતાં સૂર્યથી પરાજિત થયેલે ચંદ્રમા એ ચંદ્રમાં નથી રહેતા તેમ ધર્મરાજા પિતે દાવમાં હારી ગયા પછી મને કેવી રીતે દાવમાં મૂકી શકે? માટે હું એ કારણથી પણ નહિ આવું. દ્રૌપદીને વચને સાંભળીને દુઃશાસન ઉશ્કેરાઈ ગયે ને ગુસ્સે થઈને બેલ્યો. હે વાચાલિ! મારે તારું લાંબુ લેકચર સાંભળવું નથી. તું મારી સાથે આવે છે કે નહિ? હું તને લીધા વિના જવાને નથી. એમ કહીને દ્રૌપદીને ચટલે પકડીને ખેંચી. ત્યારે દ્રૌપદીએ કહ્યું હે પાપી ! હે નીચ! આજ સુધી મારું મુખ કેઈએ જોયું નથી. આજે સભામાં કેટલા મારા વડીલે બેઠા છે તેમની સામે આવી સ્થિતિમાં એક વસ ભેર તું મને ક્યાં લઈ જાય છે? જરા તે શરમ રાખ, પણ કોણ સાંભળે? જયારે માણસનાં કર્મને ઉદય થાય છે ત્યારે કેઈ તેની વાત સાંભળતું નથી. દુઃશાસને દ્રૌપદીની વાત સાંભળી નહિ.
દ્રોપદી કી કમેને યહ, કેસી દશા બિગારી, ચોટી પકડ સભામેં લાયા, શેર મચા હૈ ભારી હે-શ્રોતા...
દ્રૌપદી કાળો કલ્પાંત કરવા લાગી, પણ અહીં તેનું કેણ સાંભળે. નિર્દય દુશાસન એટલે પકડે તે વખતે કેવું થાય ? આ સામાન્ય સ્ત્રી નહિ પણ રાજાની રાણી છે. તે કદી ઓઝલમાંથી બહાર નીકળેલી નહિ, તેની જયારે પાપી આવી દશા કરે તે સમયે કેટલું દુઃખ થાય? કે આઘાત લાગે? જેને દાસીએ ખમ્મા ખમ્મા કરતી હોય, પાણી માંગતા દુધ મળતું હોય, જે કદી ખુલ્લા પગે ધરતી પર ચાલી ન હોય તેને જમીન ઉપર હસેડે તે કંઈ જેવી તેવી વાત છે? દુશાસન દ્રૌપદીને ઢસેડીને સભામાં લાવ્યા.