________________
પપS
ચાર દર્શન
એક વખત એક ગામમાં શીતળદાસ નામના સંત પધાર્યા. સંત ખૂબ વિદ્વાન હતા. એમની વાણમાં અલૌકિક માધુર્ય હતું. એ સંતના વ્યાખ્યાનમાં હજારે માણસે આવવા લાગ્યા. વ્યાખ્યાન સાંભળીને લેકે ખુશ થઈ જતાં ને બોલતાં કે શું મહારાજને ક્ષપશમ છે ! શું એમનું જ્ઞાન છે! શું એમની સમજાવવાની અજોડ શક્તિ છે ! આવી વાણી તે કદી સાંભળી નથી. એક વખત બનારસીદાસ નામના પંડિત આ સંતનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. પંડિતજીએ મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું. એમને ખૂબ આનંદ થયે. અહે! મહારાજનું જ્ઞાન ઘણું વિશાળ છે, એમની વિદ્વતા અજોડ છે. હું પંડિત છું પણ આ મહારાજના જ્ઞાન આગળ મારું જ્ઞાન કંઈ નથી. વાતને જુદી જુદી રીતે કેવી સુંદર સમજાવે છે! બરાબર આઠ દિવસ સુધી તેમણે વ્યાખ્યાન સાંભળ્યું. તેમને ખૂબ આનંદ થયે, પણ સાથે એ વિચાર થયે કે જેવું સાંભળું છું તેવું છેડવાનું મન કેમ નથી થતું? લાવ જોઉં. મહારાજ વાણીમાં તે શૂરા છે પણ આચરણમાં છે કે નહિ? તેમ વિચારી ચાલું વ્યાખ્યાનમાં ઉભા થયા અને મહારાજની પ્રશંસા કરતાં કહ્યું –ગુરૂદેવ ! આપની વાણીમાં અલૌકિક જાદુ ભર્યું છે. જેમ મોરલી વાગે ને નાગ નાચે, મેઘ ગાજે ને મેર નાચે તેમ આપની વાણી સાંભળતાં અમારું હૈયું નાચી ઉઠે છે. આપના જ્ઞાન અને ત્યાગ આગળ ભલભલાના શીર ઝુકી જાય છે, આપની વાણીને સ્વાદ મારી દાઢમાં રહી ગયું છે. તે આપ કૃપા કરીને ફરમાવે કે આપનું નામ શું છે ?
પિતાની પ્રશંસા સાંભળીને અંદરથી માનને ફગે કુ. અહે! પંડિત જેવા પંડિત મારી કેટલી પ્રશંસા કરે છે? પણ ઉપરથી નમ્રતા બતાવતાં કહ્યું–પંડિતજી! આપને મારા નામની સાથે શું નિસ્બત છે? નામ જાણવાની શું જરૂર છે? પંડિતજીએ કહ્યુંમહારાજ ! આપ ગમે ત્યાં વિચરતાં હે, મને જયારે ઈચ્છા થાય ત્યારે તપાસ કરીને આવી શકું. ખૂબ પૂછયું ત્યારે કહ્યું કે મારું નામ શીતળદાસમુનિ છે. નામ સાંભળીને પંડિતજીએ કહ્યું અહાહા...શું આપનું નામ છે! આપનામાં જેવા ગુણ છે તેવું જ આપનું નામ છે. આપની વાણું પણ એવી છે કે સંસાર તાપથી તપેલાં માનવી ક્ષણવારમાં શીતળ બની જાય. આ સાંભળીને મહારાજ ખૂબ ફુલાયા.
બંધુઓ! જીવને બધું છેડવું સહેલું છે પણ માન છેડવું બહુ મુશ્કેલ છે. માણસ ઘરબાર, પુત્ર, પત્ની, પૈસે બધુ પલવારમાં છેડી શકે છે પણ માને છેડી શકતો નથી. તમને ત્યાગી, તપસવી, વિદ્વાનના દર્શન થશે પણ જ્ઞાન-ત૫ યુક્ત સરળ નિરાભિમાની સંતના દર્શન જલ્દી નહિ થાય. માન એ મીઠું ઝેર છે. પિલું ઝેર તે એક ભવમાં મારે છે ને એ દેખીતું ઝેર છે. એનાથી સહુ સાવધ રહેશે પણ આ માન સે વખત ધેલા ઘી જેવું મીઠું ઝેર છે. એ ઝેર છરને અનંતી વખતે જન્મ મરણ કરાવે છે. આ માનનું ઝેર કાઢવા જેવું છે. જેનામાં અભિમાન નથી તેને કઈ માન આપે કે