________________
પક
ચારા દર્શન મળ્યું. નગરજને રાજી રાજી થઈ ગયા કે આ કે પુણ્યવાન છવા આવ્યું કે આપણાં દુઃખ દૂર થઈ ગયા! એમને જન્મ થતાં દ્વારકા નગરીનાં લેકેનાં દ્રવ્ય દુઃખ મટયા. દશ દશ દિવસ સુધી દ્વારકા નગરીમાં જન્મ મહોત્સવ ઉજવાયે.
બાળકના જન્મ પછી બારમે દિવસ આવ્યું. એટલે વસુદેવરાજાએ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આમ ચાર પ્રકારને આહાર પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરાવ્યો. અને પિતાના જ્ઞાતિજને, મિત્રજને, સ્વજને, પરિજન, સગા સબંધીજને, સ્નેહીજને, સેના, સેનાપતિઓ, સામંત રાજાઓ, ગણનાયક અને દંડનાયક આ સર્વેને આમંત્રણ આપીને તેડાવ્યાં. જે હિત કરનાર હોય તે મિત્ર કહેવાય. જે હિતને ઉપદેશ આપનાર હોય તેને સુહૃદ કહેવાય. માતા-પિતા, ભાઈ, બહેન પુત્ર વિગેરે આપ્તજન છે. જ્ઞાતિજન વિગેરે સ્નેહીજન, કાકા વિગેરે કુંટુંબીઓ સ્વજનો, સાસુ-સસરા, સાળા વિગેરે સબંધીજન, અને દાસ દાસી વિગેરે પરિજન કહેવાય છે. આ બધાને વસુદેવ રાજાએ તેડાવ્યા. બધા ખૂબ સુંદર વસ્ત્રાલંકારો પહેરીને આવ્યાં છે તેથી તેમનું શરીર શોભી ઉઠયું છે. આ બધા પરિવારની સાથે વસુદેવરાજા અને કૃષ્ણવાસુદેવ બધા એક વિશાળ અને શણગારેલા મંડપમાં આવ્યા. મંડપમાં બધાં ભેગા બેસીને પ્રેમથી જમ્યા. એકબીજાને પ્રેમથી બધાને પીરસ્યું ને પોતે પણ જમ્યા. પછી મંડપમાંથી ઉઠીને દાંત, મુખ સ્વચ્છ કરીને બધાં બીજા
સ્થાનમાં જઈને બેઠા. ત્યાં વસુદેવરાજાએ તે સર્વેને પુષ્પ, વસ્ત્રમાળા તેમજ અલંકારો વડે ગ્ય સત્કાર સન્માન કર્યા. આ બધી વિધિ પત્યા પછી સર્વની સમક્ષમાં કહ્યું કે, "अम्ह इमे दारए गयतालु समाणे त होऊण अम्ह एयस्स दारगस्स नामधेज्जे गयसुकुमाले, तए ण तस्स दारगस्स अम्मा पियरो नाम करेइ गयसुकुमाले त्ति।"
આ અમારો બાળક હાથીના તાળવા જેવો સુકોમળ છે તેથી તેનું નામ ગજસુકુમાલ પાડીએ. એમ કહીને તેનું નામ ગજસુકુમાલ પાડવામાં આવ્યું. આવા પુણ્યવાન આત્માઓનાં શરીર કુદરતી સુકોમળ હોય છે. જેમ ગુલાબના ફુલની પાંખડીઓ કેવી મુલાયમ હોય છે ! એને આપણે અડકીએ ત્યાં પાંદડીઓ ખરી પડે છે તેમ એ આત્માઓનાં શરીર પણ એવા મુલાયમ અને કેમળ હતાં કે એમને કઈ વહાલથી હાથ ફેરવે તે પણ ખમી શકે નહિ. આ દેવકીને જાયે, વસુદેવને નંદ, અને કૃષ્ણને લાડીલ ભાઈ હાથીને તાળવા જે સુકોમળ હતું, તેથી તેનું નામ ગજસુકુમાલ પાડવામાં આવ્યું. આગળના સમયમાં માણસોનાં નામ તેવા તેમનામાં ગુણો હતા, “યથા નામ તથા ગુણા” ગુણ નિષ્પન્ન નામ પાડવામાં આવતા હતા આજે નામ તે ઘણું સુંદર હોય પણ ગુણને અંશ ના હોય. નામ તે મઝાનું સમતાબહેન હોય પણ સમતાનો છોટે ય ન હોય. નામ ખુશાલદાસ હોય પણ એનું મેટું તે જયારે જોઈએ ત્યારે ચઢેલું હેય. નામ ચંદનબહેન હોય પણ ઉષ્ણુતાને પાર નહિ. આવા નામની કઈ વિશેષતા નથી. શા-૭૦