________________
'
શારદા દર્શન
૫૬૧
આ માટે તેને ચિંતા થયા કરતી હતી. આટલા માટે જ્ઞાની ભગવતાએ સસારને અસાર અને દુઃખરૂપ કહ્યો છે, કારણ કે સંસાર સુખની એક પણ અધૂરાશ માનવીના ચિત્તને પીડયા કરે છે. એ અધૂરાશ પૂરી કરવા માટે એનું ચિત્ત વિદ્ભવળ ખની જાય છે. નાગરથિક કાઈના આંગણામાં નાના ફુલકા જેવા માળકા રમતાં, ખીલતાં ને કિલ્લેાલ કરતા દેખે ને એના દિલમાં દુઃખ થાય કે હુ' આવેા માટે ધનવાન અને મારે એકેય પુત્ર નહિ! પુત્ર વિનાનું ઘર નકાર લાગે છે. ખસ, આ ચિંતા એના ચિત્તને પીડયા કરતી હતી,
..
પતિને ઉદાસ દેખી સતીએ કરેલા પ્રશ્ન” :- – એકજ ઘરમાં કેવી વિષમતા છે! પત્નીને સંતાનના અભાવમાં નામ દુઃખ નથી, અને એના પતિને સંતાત વિનાનુ ઘર શૂનકાર લાગે છે, સુલશાના પતિ ઉદાસ રહેવા લાગ્યા. સુલશા જુએ છે કે ગમે તે કારણે મારા પતિ ઉદાસ ઉદાસ રહ્યા કરે છે. એટલે તેણે પૂછ્યું. સ્વામીનાથ ! હમણાં ત્રણ ચાર દિવસથી આપ કેમ ચિ ંતાતુર દેખાએ છે ? શુ' તમારુ' કાઈ એ અપમાન કયું છે ? શું વહેપાર ધંધામાં નુકશાન થયું છે? કે કેઈ તમારી વિરુધ્ધ ખેલે છે ? શા કારણે આટલા બધા ઉદાસ છે ? ત્યારે નાગરથિક કહે છે એવું કંઈ નથી. ખૂબ પૂછ્યું પણ કહેતા નથી, ત્યારે સુલશાએ કહ્યુ નાથ! જો તમે મને નહિ કહે! તા કાને કહેશે? આપણે મને એક બીજાના સુખ દુઃખમાં ભાગીદાર છીએ. માટે મને કહેા. સુલશાએ પ્રૂમ પૂછ્યું ત્યારે નાગરથિકે કહ્યું-દેવી ! મને ખીજું કઈ નથી. કોઈએ મરુ' અપમાન નથી કર્યું.... ધંધામાં કંઇ નુકશાન નથી થયું કે કેઈ મારી વિરુધ્ધ ખેલતું નથી, પણ મારી ચિંતાનુ એક જ કારણ છે કે આપણાં લગ્ન થયાં ને આટલા વર્ષો થયાં પણ હજી સુધી આપણે ઘેર પારણુ' 'ધાયુ' નથી. સ ́સાર સુખનુ ફળ સતાન પ્રાપ્તિ છે, એ સંતાન પ્રાપ્તિની ખાટ મારા મનમાં સાલ્યા કરે છે. પુત્ર હોય તેા ઘર ભર્યુ ભર્યું. લાગે, અને હું બહારથી આવું ત્યારે બાપુજી આવ્યા....ખાપુજી આવ્યા કહીને મને વળગી પડે, અને રમે, ખેલે ને કાલુકાલુ' મેલીને કિલ્લાલ કરે. અત્યારે આપણુ ઘર વગડ' જેવું સૂનું સૂનું લાગે છે. જેમ વગડામાં એકલા ઉંઠા ઝાડ ઉભા હોય તેમ મને પુત્ર વિનાનું ઘર વગડા જેવું લાગે છે. માણસ પાસે જો પૈસા ના હોય તેા પૈસા મેળવવાની ચિંતા, કદાચ પુણ્યયેાગે પૈસા મળી જાય તે તેને સાચવવાની ચિંતા, તેમજ માણસ કુવારા હાય ત્યાં સુધી પત્ની મેળવવાની ચિંતા, અને પત્ની મળ્યા પછી પુત્રની ચિંતા કરે છે. પત્ની સારી મળી હાય, પૈસા પુષ્કળ હાય છતાં માણસને વાંઝીયાપણું ગમતું નથી. કારણ કે એ એવા વિચાર કરે છે કે ભલે, એક જ પુત્ર હાય પણ જો સારા પુત્ર હોય તેા કુળને અજવાળે છે. એક ચંદ્ર રાત્રીને સુÀાભિત કરે છે. ચંદ્ર વિનાની અમાસની અધારી રાત્રી બિહામણી લાગે છે, તેમ મને પુત્ર વિનાનું જીવન શૂનકાર લાગે છે, ખસ, મારી ચિંતાનું આ મુખ્ય કારણ છે,
શા.-૭૧