________________
ચારા જ ન આપે તે પણ ક્રોધ કે રોષ આવતું નથી. એ સમભાવમાં રમણતા કરે છે.
બનારસીદાસ પંડિતે ખૂબ વખાણ કર્યા એટલે મહારાજ ફુલાઈ ગયા. ૦૦ કલાક થઈ ત્યાં ફરીવાર પંડિતજી ઉભા થયાં ને પૂછયું કે ગુરૂદેવ ! આપનું નામ શું છે? ત્યારે મહારાજ ઉગતા સૂર્ય જેટલાં ગરમ થયા અને બેલ્યા-પંડિતજી! તમે તે મોટા પંડિત છે ને એટલી વારમાં મારું નામ ભૂલી ગયા? મારું નામ શીતળદાસ છે. પંડિતજીએ કહ્યું-ગુરૂદેવ ! આપની વાત સાચી છે. ફરીને ૧૫ મિનિટે ઉભા થયાં ને પૂછયું ગુરૂદેવ. આપનું નામ શું છે? ત્યાં મહારાજને પિત્તે ગયે. કેધથી લાલચેળ થઈ ગયા ને બેલ્યા, વારંવાર શું પૂછ્યા કરે છે? તમને આટલું યાદ નથી રહેતું કે મારું નામ શીતળદાસ મુનિ છે, ત્યારે પંડિતજીએ હસીને કહ્યું. મહારાજ સાહેબ ! હવે મને આપનું નામ આવડી ગયું. આપનું નામ શીતળદાસ મુનિ નહિ પણ ઉણુદાસ મુનિ. (હસાહસ) અરે પંડિતજી! આ શું બેલો છે ? મારું નામ ઉષ્ણદાસ મુનિ નથી, પણ શીતળદાસ મુનિ છે. પંડિતે કહ્યું, આપનામાં શીતળતાનું નામ નિશાન નથી. બે વાર પૂછયું ત્યાં આપ ગરમ થઈ ગયા. પછી ઉણુદાસ નહિ તે બીજું શું? (હસાહસ) મહારાજ શરમાઈ ગયા. ટૂંકમાં આપણે તે એ સમજવું છે કે માણસનું નામ ગમે તેટલું સારું હોય પણ નામ સાથે ગુણ ન હોય તે નામની કંઈ વિશેષતા નથી.
વસુદેવરાજા તથા દેવકીરાણીએ બાળકનું ગુણનિષ્પન્ન નામ પાડયું. હાથીનું તાળવું ખૂબ કેમળ હોય છે તે આ બાળક સુકેમળ હતું. તેની ચામડી મખમલ કરતાં પણ અધિક મૂલાયમ હતી. તેથી તેનું નામ ગજસુકુમાલ પાડવામાં આવ્યું. આ રીતે ખૂબ મોટે મહત્સવ કરીને બાળકની નામકરણ વિધિ કરી. આ બાળક માટે થતાં કે મહાન થશે તેના ભાવ અવસરે.
ચરિત્ર: “ ધન અને દશાસને વર્તાવેલો કાળો કેર :- દુર્યોધને પાંડના વસ્ત્રો ઉતરાવી લીધા. એટલેથી તેને સંતોષ ન થયે એટલે દુશાસનને દ્રૌપદીને સભામાં લઈ આવવા માટે મોકલ્યા. દુર્યોધનના હુકમથી દુઃશાસન દ્રૌપદીની પાસે આવીને કહે છે કે દ્રોપદી! તારા પાંચ પાંચ પતિ આજે દુર્યોધનના દાસ બની ગયા છે ને તને પણ દાવમાં મૂકીને હારી ગયા છે એટલે આજથી પાંડેની સાથે તારો સંબંધ પૂરે થયે. હું તે માનું છું કે જે થયું તે સારું થયું એ તે ભિખારી બની ગયા પણ તારા પુણ્ય જાગ્યા કે તું હવે અમારા મોટાભાઈ દુર્યોધનની પટ્ટરાણી બનીશ. ચાલ, તને દુર્યોધન રાજા બોલાવે છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું-દિયરજી? તમે આ શું બોલે છે? હું તમારા બધાની ભાભી છું તમને આવી અનુચિત વાત કરતાં શરમ નથી આવતી? કંઈક તે મર્યાદા રાખે. ત્યારે દુષ્ટ
શાસન ક્રોધ કરીને કહે છે હવે મારે તારી લાંબી ચેડી વાત સાંભળવી નથી. પાંચ પાંચ પતિની પત્ની બની અને મોટી સતી થઈને બેડી છે! એ વ્યભિચારિણ! તું જલ્દી મારી સાથે ચાલ. જે સીધી રીતે નહિ આવે તે હું તારે ચટલે પકડીને તેને લઈ જઈશ.