________________
શારદા દર્શન બધું કાર્ય વ્યવસ્થિત કરીને રાજાને ખબર આપી.
ત્યારબાદ વસુદેવરાજા અને કૃષ્ણવાસુદેવ બહારની સભામાં ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા અને બધા કાર્યક્રમ આનંદપૂર્વક જેવા લાગ્યા. " सइएहिय, साहस्सिए हिय, सयसाहस्से हिय जाएहिय, दाएहिय दलयमाणे पडिच्छेमाणे પર્વ ર જ વિદ” વસુદેવરાજા પુત્ર જન્મોત્સવની ખુશાલીમાં એકસોની કિંમતના એકસ, એક હજારની કિંમતના એક હજાર, તેમજ એક લાખની કિંમતના દ્રા લાવ્યા, અને વાચકને ગ્યતા મુજબ વહેંચ્યા. દેશદેશના રાજાઓને જન્મ મહોત્સવમાં આમંત્રણ આપ્યું. વસુદેવને ઘણી રાણીઓ હતી, અને તેમના પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યા હતા પણ દેવકીરાણીના પુત્રને જન્મતે પહેલી જ વખત ઉજવાય છે. કારણ કે પહેલાં છ પુત્રને તે જન્મતાંની સાથે દેવ ભીલપુર લઈ જતા હતા, અને કૃષ્ણને ગુપ્ત રીતે ઉછેરવામાં આવ્યા હતા. આ આઠમે પુત્ર હતું તેને જન્મ મહોત્સવ ઉજવાય છે. એટલે ઘણાં રાજાઓ આવેલાં છે. તે રાજાએ હાથી, ઘોડા, મૂલ્યવાન રત્નના ભેટનું લઈને આવ્યા છે, તે રાજાને ભેટ આપે છે ને ખુશી મનાવે છે. ત્રીજે દિવસે બાળકને ચંદ્ર અને સૂર્યનાં દર્શન કરાવ્યા અને દશ દિવસ સુધી જન્મ મહત્સવ ઉજજો. હવે બારમે દિવસે પુત્રનું નામ પાડશે ને કેવી રીતે નામકરણ વિધિ કરશે તેના ભાવ અવસરે. - ચરિત્ર:- જુગાર રમવાની લગનીમાં હેડમાં મૂકેલા ભાઈઓ અને પત્ની- જુગાર રમવાથી કે મોટો અનર્થ સર્જાય છે તે તમને સમજાય છે ને? ધર્મરાજા જેવા પવિત્ર પુરૂષને જુગાર રમવાને હેડે લાગે છે. મહેલ, ખજાના, હાથી, ઘોડા, ગામ, ગરાસ બધું હારી ગયા. પિતાની માલિકીના જેટલા રાજ્ય હતાં તે બધા હારી ગયા. હવે તે એક તસુ જમીન તેમની માલિકીની રહી નથી. દાવ પૂરો થયે એટલે ભીમે જેરથી કહ્યું, મોટાભાઈ! હવે તે સાવ ભિખારી થઈ ગયા. હવે તે ઉકે, તે પણ ઉઠતાં નથી. ફરીથી દાવ ખેલવા તૈયાર થયા. સૌના મનમાં થાય છે કે હવે શું દાવમાં મૂકશે ? ત્યાં ધર્મરાજાએ કહ્યું, હવે હું મારા ચાર ભાઈઓને દાવમાં મૂકું છું. ભાઈઓને દાવમાં મૂકીને કહે છે કે,
દાસપણે દુર્યોધનકે ઘર, કરસી સારે કામ,
તીજે દાવ મેં ખુદ કે હારા, ચોથે નાર અભિરામ હે તા . }" " - જે હું આ દાવમાં હારી જઇશ તે મારા ચારે ભાઈઓ દુર્યોધનના દાસ બનીને નોકરની જેમ દુર્યોધનની સેવા કરશે. આ શબ્દ સાંભળીને સભામાં ખળભળાટ મચી ગયે. આ શું ? ધર્મરાજાએ બહુ છેટું કર્યું. બધું ભલે મૂકયું પણ ભાઈઓને દાવમાં મૂકવાને તેમને શું હકક છે! આમ વાત થાય છે ત્યાં ધર્મરાજા હારી ગયા એટલે તેમણે પિતાની જાતને દાવમાં મૂકી તેથી વધુ કોલાહલ થયે. ત્યાં પોતે પણ હારી ગયા ત્યારે લમણે હાથ દઈને બેઠા કે હવે શું મૂકું ? આ તરફ કર્ણ, શકુનિ