________________
શારદા દર્શન
ખૂબ હતા. તે શેઠના મકાનમાં ઉપર ઉતર્યા હતા, અને બીજા સાધુએ ચારિત્ર પાલનમાં કડક હતાં તે નીચે ઉતર્યા હતાં. આ સંતે ખૂબ તપસ્વી અને કડક ચારિત્ર પાળનારા હતાં એટલે હજારો શ્રાવકે તેમનાં દર્શન અને વ્યાખ્યાન વાણીને લાભ લેવા માટે આવતાં હતાં. વ્યાખ્યાનમાં તે તેઓ તત્ત્વજ્ઞાનની, તપ, ત્યાગ અને વૈરાગ્યની ઉચી ઉચી વાત સંભળાવતા હતાં. સાંભળનારને પણ એમ થતું કે શું મહારાજની વાણી છે! પણ વ્યાખ્યાન સિવાયના ટાઈમે કોઈ શ્રાવક શ્રાવિકાઓ દર્શન કરવા આવતાં ત્યારે તેમની આગળ પેલા સાધુની નિંદા કરતા હતાં કે આ સાધુ તે આવે છે ને તે છે. એનામાં ત૫ જેવું કંઈ છે જ નહિ. એ વંદન કરવાને યોગ્ય નથી. શેઠને પણ ઘણી વખત કહેતાં કે આવા સાધુને તમે શા માટે ઉતારે આ છે ? એના ચારિત્રમાં કયાં ઠેકાણાં છે! શેઠે તે સંતને કહ્યું કે મહારાજ! ભલે તે બાહ્યાક્રિયામાં ઢીલા છે પણ ગુણાનુરાગી અને મહાન પવિત્ર ભાવનાવાળા છે. કહ્યું છે કે,
यदि सन्ति गुणा : पुसां विकसन्त्येव ते स्वयम् । नहि कस्तुरिका: मोद:, शपथेन विभाव्यते ॥
જે મનુષ્યમાં ગુણ હોય છે તે આપોઆપ પ્રગટ થાય છે. તેને કેઈને કહેવાની જરૂર નથી. જેવી રીતે કસ્તુરીમાં સુગંધ છે તે વાત જગજાહેર છે. તે વાત સિધ્ધ કરવા માટે કેઈને શપથ (સગંદ) ખાવા પડતાં નથી. એ તે સ્વતઃ સિધ્ધ છે. શેઠના ઘરમાં મેડી ઉપર ઉતરેલાં સંત જરા ઢીલા હતાં પણ ગુણાનુરાગી ખૂબ હતાં. એટલે જે માણસો તેમના દર્શન કરવા માટે આવતાં તેમની પાસે નીચે ઉતરેલાં સાધુઓની ખૂબ પ્રશંસા કરતા, તેમના ખૂબ ગુણ ગાતાં, ત્યારે કેઈએ કહ્યું–મહારાજ ! તમે તે એમનાં આટલાં બધાં વખાણ કરે છે પણ એ તે તમારી ખૂબ નિંદા કરે છે.
જ્યારે એમની પાસે જઈએ છીએ ત્યારે એમ જ કહેતા હોય છે કે એ તે આવા છે ને તેવા છે. ત્યારે સંતે કહ્યું–ભાઈ! સાચી વાત છે. હું દેથી ભરેલું છું. મારામાં ઘણાં અવગુણે છે. એ કહે છે તે સત્ય છે. હવે મારા જીવનમાં રહેલા દેશે દૂર કરવાને હું પ્રયત્ન કરીશ. એ મહાનપુરૂષે મારા પરમ ઉપકારી છે. એ મારા માટે દીવાદાંડી રૂપ છે. એમને જવાબ સાંભળીને લેકે એમના ચરણમાં નમી પડતાં કે ભલે નીચેવાળા સંતે ચારિત્રવાન અને જ્ઞાની છે પણ એમનામાં નિંદા કરવાને માટે હુણ છે. આ સંત કેવા પવિત્ર છે ! નિંદા કરનારને પણ પિતાના પરમ ઉપકારી માને છે. થોડા સમય પછી બધા સંતે વિહાર કરી ગયા. ત્યાર પછી થોડા સમય બાદ એ જ ગામમાં કેવળીભગવંત પધાર્યા. તેમની દેશના સાંભળવા માટે ઘણું માણસે ગયાં. ભગવાને સૌને મીઠી મધુરી દેશના સંભળાવી. સાંભળીને કંઈક છએ દીક્ષા લીધી. એક દિવસ શેઠે કેવળીભગવંતને વિનયપૂર્વક વંદન કરીને પૂછયું-ભગવંત! થેંડા સમય પડકાં મારે ત્યાં તે પધાર્યા હતા. તેમાં એક સંત ઉપર રહેતાં ને બીજા નીચે રહેતાં,