________________
શારા દર્શન
વિગેરે દુર્યોધનને કહે છે કે જો હું ભૂલતા નહિ, હજુ મુદાની ચીજ બાકી છે. દુર્યોધને ઈશારો કર્યો એટલે ધર્મરાજા પ્રત્યે લાગણી બતાવતું હોય તે દેખાવ કરીને શનિએ કહ્યું કે શું વિચાર કરે છે ? હવે તે આપને દાવ છે. માટે દાવમાં દ્રૌપદીને મૂકીને બધું જીતી લે. એટલે યુધિષ્ઠિરે કેઈ જાતને વિચાર કર્યા વિના દ્રોપદીને દાવમાં મૂકી દીધી. જ્યારે દ્રૌપદીને દાવમાં મૂકી ત્યારે આખી સભા હચમચી ઉઠી. આ સમયે તે દુર્યોધનના પક્ષના માણસો પણ રડવા લાગ્યા. કાળે કલ્પાંત કરવા લાગ્યા.
અહે કર્મશજા! કેવા તારા ખેલ છે ! આ બધા તારા કારસ્તાન છે. તે સિવાય આવા ડાહ્યા પુરૂષને આવી બુદિધ કેમ સૂઝે! આ જુગાર વિદ્યાની રચના કરનારને પણ ધિક્કાર છે કે જેનાથી આવા મહાત્મા પુરૂષે પણ ખલાસ થઈ ગયા. આમ બોલતા સૌની આંખમાં આંસુ ભરાઈ ગયા. આમ છતાં હજારો નિરાશામાં એક આશા હતી કે દ્રોપદી સતી છે. એ સતીના પતિવ્રતના પ્રભાવથી કદાચ ધર્મરાજા જીતી જશે. આ છેલે દાવ હતા. આ સમયે કઈ દુર્યોધનની નિંદા કરે છે તે કેઈધર્મરાજાની નિંદા કરે છે કે ધર્મરાજાની બુદ્ધિ કયાં ચાલી ગઈ? એમણે સતીને દાવમાં મૂકતા કંઈ વિચાર ન કર્યો ત્યારે કઈ સજજને કહે છે કે ભાઈ કેઈની નિંદા ન કરે. કર્મરાજાની લીલા આગળ ડાહ્યા પુરૂષે પણ ભાન ભૂલી જાય છે. તે સિવાય આવું ન બને. આમ વાત થાય છે ત્યાં ધર્મરાજા દ્રૌપદીને હારી ગયા. એટલે કર્ણ, શકુનિ, તેમજ બધા કોર થઈ થઈ નાચવા લાગ્યા.
હાથ ઉઠાકર ઉંચે સ્વર સે, શકુનિ બોલા બન, છતા દુર્યોધન હારા યુધિષ્ઠિર, સુન જે સારા સન હે....તા.
શકુનિ તે મોટા અવાજે હાથ ઉંચા કરીને તાલી વગાડતો કહે છે કે દુર્યોધનની છત થઈ અને યુધિષ્ઠિર હારી ગયા. આમ જોરજોરથી બોલવા લાગે. આ સમયે આખી સભામાં બેઠેલા માણસે ચિત્રની જેમ સ્થિર બની ગયા. અહાહા...ધર્મરાજા બધું હારી ગયા! દુર્યોધન જીત્યા કેઈને હર્ષ નથી તે પણ ધર્મરાજા હારી ગયા તેને સૌના દિલમાં ખેદ થાય છે. કારણ કે ધર્મરાજા સજજન અને ગુણવાન પુરૂષ હતા. ગુણવાનના ગુણ સૌને વહાલા હોય છે. કૌરવો અને તેના ખાસ પક્ષપાતીઓને હર્ષ થયે. બાકી બધા રડવા લાગ્યા. આખી સભા મૌન બેઠી હતી. પાંડે નિર્જીવ જેવા બનીને નીચું મુખ કરીને બેઠા હતાં, ત્યારે પાંડેની તમામ રાજલક્ષમી દુર્યોધનને મળી ગઈ તેથી તેની છાતી ગજગજ ઉછળવા લાગી.
ભરસભામાં પાંડના કપડા ખેંચે છે દુર્યોધન અભિમાનથી કહે છે અરે ! શાસન વિગેરે ભાઈઓ! તમે શું બેસી રહ્યા છે? પાંડના શરીર ઉપર પહેરેલા વસ્ત્રો ઉતારી લે. એટલે કૌર પાંડવોના અંગ ઉપર પહેરેલા વો ખેંચવા લાગ્યા, અને ભરસભામાં તેમને નાન કરવા તૈયાર થયા. આ સમયે સભામાં કાળે કકળાટ થવા