________________
૫૪૩
શારદા દર્શન હતે તે નર્તકીને સુધારી. તેમાં તમે જે જીવનમાં પ્રેમને અપનાવશો તે તમારા જીવન દ્વારા અનેક જીવને સુધારી સ્વ પર કલ્યાણ સાધી શકશે. - અહીં કૃષ્ણવાસુદેવને પોતાના ભાઈને મહ ન હતો પણ અંતરને પ્રેમ હતો. તે જાણતા હતા કે આ મારો ભાઈ સંસારમાં રહેવાને નથી. લઘુવયમાં સંસારને મેહ છેડી સંયમ લેવાને છે. આવા પવિત્ર આત્માને જન્મ મહોત્સવ ઉજવવાને મને લાભ મત છે, દ્વારકા નગરીમાં દશ દિવસ માટે મહત્સવ ઉજવાઈ રહ્યો છે. દુઃખી મનુષ્યના આનંદનો પાર નથી. હજુ પણ જન્મોત્સવ કેવી રીતે ઉજવાશે. તેના ભાવ અવસરે.
ચરિત્ર:- “દુર્યોધનની માયાની જાળમાં ફસાયેલા ધર્મરાજા” : દુર્યોધન અને શકુનિએ જાણ્યું કે હવે યુધિષ્ઠિરને રમવાને રંગ બરાબર લાગે છે એટલે કપટયુક્ત ચાલબાજી શરૂ કરી. દુર્યોધન પતે તે દુર્મતિવાળે હતે. તેમાં વળી મામા શકુનિને સાથ મળે પછી શું બાકી રહે? યુધિષ્ઠિર તે જુગાર રમવામાં એવા મસ્ત બની ગયા કે ઉઠવાની વાત કરતાં નથી. એમણે જુગારમાં તેનું મૂકયું તે હારી ગયા પછી હીરામાણેક વિગેરે ઝવેરાત મૂકયું. છેવટે નાના ગામ મૂકવા માંડયા, તે પણ હારી ગયા છતાં પણ એમ નથી થતું કે હું ઉપરાઉપરી હારું છું તે હવે રમવાનું છેડી દઉં. એ તે જુગાર રમવામાં એટલા મસ્ત બની ગયાં છે કે તેમને ખાવું પીવું કંઈજ યાદ આવતું નથી.
ધર્મરાજા જેવા ધર્મરાજા જુગારમાં હારવા લાગ્યા છે તે પણ કહેવત છે ને કે હાર્યો જુગારી બમણું રમે” તે અનુસાર વધુ ને વધુ રમવા જાય છે. પછી જુગારીયાને ભાન નથી રહેતું કે હું રંગમાં આવીને બધું મૂકું છું ને હારી જાઉં છું પછી મારું શું થશે? તે રીતે ધર્મરાજાએ હારવા છતાં જુગાર રમવાનું ચાલું રાખ્યું,
હારા પ્રથમ આભરણુ સારા, ફિર હારા ભંડાર, હાથી, ઘોડા, ઉંટ, રથ સબ, રાજમહલ પરિવાર હે શ્રોતા તુમ....
યુધિષ્ઠિર પાસે હીરા, માણેક, મોતી, સેન.નાં જેટલા આભૂષણે હતાં તે બધાં તેમજ, મુગટ, બાજુબંધ, સાતસેરા, નવસેરા હાર કંદરા બધું મૂકીને રમ્યાં ને બધું હારી ગયા. પછી આખે ભંડાર મૂકી દીધા તે પણ હાર્યા. ત્યાર પછી હાથી, ઘેડા, ઊંટ, રથ વિગેરે પશુધન મૂકીને રમ્યા તે પણ હારી ગયા. રાજમહેલ પણ હાર્યા. યુધિષ્ઠિરની હાર ઉપર હાર થવા લાગી. આ જોઈને ભીમ, અર્જુન તે સમસમી ઉઠયા. અરેરે.... મોટાભાઈ! તમે આ શું કર્યું? અરે તે તમને જુગાર રમવા બેસતાં પહેલાં જ રોકયા હતાં, પણ તમે માન્યા નહિ. હવે તે ઉઠે ? ખૂબ કહ્યું તે પણ ધર્મરાજા રમવાનું છેડતાં નથી. ત્યારે ખુદ ભિષ્મપિતા, વિદુરજી વિગેરે વડીલે યુધિષ્ઠિરને સમજાવવા આવ્યાં, ભિષ્મપિતાએ કહ્યું હે ધર્મરાજા! આ રમત તે માત્ર મનોરંજન માટે છે. તેમાં વળી હાર-જીત આ બધું શું ? તમારા જેવા સદ્ગુણી અને સત્યવાદી પુરૂષને જુગાર રમવું બિલકુલ શોભતું નથી. હવે બંધ કરે. ખૂબ કહ્યું તે પણ યુધિષ્ઠિરે ભીમપિતામહની વાત માની નહિ, ત્યારે ભીષ્મપિતા યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર! જે તમારા