________________
શારદા દર્શન
જેવા બુદ્ધિમાન પુરૂષે જુગાર રમશે તે પછી બીજાને અમારે અટકાવવા કેવી રીતે? જે સૂર્ય પિતે અંધારું કરી દેશે તે જગતને પ્રકાશ કોણ આપશે? અને ચંદ્રમાંથી અંગારા ઝરશે તે એને શીતળ કોણ કહેશે ? તેમ તમારા જેવા સજજન પુરૂષ જુગાર રમે તે બિલકુલ વ્યાજબી નથી. આ કુવ્યસનને રંગ તમને ક્યાંથી લાગે? એક જ પાત્રમાં વિષ અને અમૃત સાથે રહે તેવું અમે કદી આંખથી જોયું નથી ને કાનથી સાંભળ્યું નથી. તેમ તમે અમૃત જેવા છે ને તમારામાં આ વ્યસનનું વિષ કયાંથી ભળ્યું ? જરા વિચાર તે કરો જુગાર રમવાથી કેટલું બધું નુકશાન થાય છે ! જુગાર રમનાર એક તે પિતાની માલ મિલ્કત, ઘરબાર હારી જાય છે ને બીજું જગતમાં તેની હાંસી થાય છે. માટે કંઇક વિચાર કરો. આટલું ભીષ્મપિતાએ સમજાવ્યા છતાં ચતુર પુરૂષને પણ વિનાશ કાળે વિપરીત બુધિ સૂઝે છે. તે રીતે આ ધર્મરાજાની બુદ્ધિ વિપરીત બની ગઈ છે. તે કેઈની વાત માનતા નથી ને રમે જ જાય છે. યુધિષ્ઠિરે આકર, પુર ગ્રામ વિગેરે આખું રાજ્ય દાવમાં મૂકી દીધું. લેકમાં હાહાકાર મચી ગયો કે મર્યાદા ઉપરાંત જુગાર રમે. આવા મેટા દાવ ખેલવા તે બિલકુલ ઠીક નથી.
જ્યાં ધર્મરાય હારતા જાવે, કર્ણ ખુશી મનાવે,
દુર્યોધન કર સમસ્યા, વચનબધ બનાવે છે...શ્રોતા, જેમ જેમ ધર્મરાજની હાર ઉપર હાર થતી જાય છે તેમ તેમ દુર્યોધનના અનુરાગીઓ ખુશ ખુશ થાય છે. બધા કૌર હસવા લાગ્યા ને કહ્યું તે તાલીઓ વગાડવા લાગ્યા કે ધર્મરાજને કેવા હરાવ્યા! તાળીઓ પાડતો જાય છે ને દુર્યોધનને તંગ કરતે જાય છે, અને શીખવાડે છે કે હે દુર્યોધન! તમે પહેલેથી યુધિષ્ઠિર સાથે કરાર કરી લેજો કે જે હારે તેને બાર વર્ષ જંગલમાં રહેવાનું. ત્યાં સુધી રાજ્યમાં આવવાનું નહિ. અહીં યુધિષ્ઠિર આખું રાજ હારી ગયા ને બાર વર્ષ વનવાસ સ્વીકાર્યો. આટલું ગુમાવ્યું છતાં હજુ રમવાનું છે.ડતાં નથી. ધમૅરાજા બધું હારી ગયા જાણીને ઈન્દ્રપ્રસ્થની પ્રજા રડવા લાગી. આ શું બન્યું? આમ તે દુર્યોધનની નગરી છે. છતાં તે કોની નિંદા કરે છે ને પાંડવોનાં ગુણ ગાય છે. આખી નગરીમાં એક જ વાત ચાલે છે કે ધર્મરાજા જેવા પવિત્ર પુરૂષને આ શું સૂઝયું? આટલું ગુમાવ્યું છતાં રમવાનું બંધ કરતા નથી? એમનું શું થશે ? આટલું બધું હારી ગયા છતાં પણ હજુ ધર્મરાજા કે ખેલ ખેલશે તેના ભાવ અવસરે.
આજે બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીના માસખમણની સાધનાને છેલ્લે. દિવસ છે. અગાઉ તેમણે બે માસખમણ કર્યા છે. આ ત્રીજું માસખમણ છે. આવા તપસ્વીઓને ખૂબ ધન્યવાદ સાથે અંતરના આશીર્વાદ આપું છું કે તેઓ ભવિષ્યમાં પણ આથી અધિક ઉગ્ર સાધના કરે અને કર્મોને ક્ષય કરી આત્માને દિવ્ય તેજસ્વી બનાવે. વીણાબહેન ભાલણને પણ માસમણ ચાલુ છે. બોરીવલી સંઘના અહોભાગ્ય