________________
૫૩
શારદા ન તેમાં યુધિષ્ઠિર હારી ગયા. રમતાં કેઈ વખત યુધિષ્ઠિરની છત તે દુર્યોધનની હાર થવા લાગી. એમ હારજીતથી જુગારની રમતને રંગ જામવા લાગ્યો. એ રમતમાં બધા ખાવાપીવાનું ભાન ભૂલી ગયા. હવે બરાબર દાવ હાથમાં આવ્યું છે તેમ સમજીને શકુનિએ દુર્યોધનને કપટબાજી શીખવાડી હતી તે રીતે કપટયુક્ત જુગાર રમવાનું શરૂ કર્યું. શકુનિએ દુર્યોધનને પાસા મંતરીને આપ્યા એટલે તેની હાર થાય જ નહિ. સરળ સ્વભાવી યુધિષ્ઠિરને આ કપટ બાજીની ખબર નથી. તેને તે રમવાનો રસ જાગ્યો. હવે કપટી દુર્યોધન કપટયુકત જુગાર રમીને ધર્મરાજાને કેવી રીતે હરાવશે તેને ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૬૮ ભાદરવા સુદ ૫ ને શનિવાર
તા. ૧૭–-૭૭ અનંત કરૂણાના સાગર, પરમકૃપાળુ સર્વજ્ઞ ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિધાંત.
अत्यं भासन्ति अरहा, सुत्तं गंथांत गणहरा निउणं ।
सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ॥
અરિહંત ભગવંતે અર્થરૂપ વાણું પ્રકાશે છે. અને નિપુણ એવા ગણધર ભગવંતે એ વાણીને સૂત્રરૂપે ગૂંથે છે. ત્યાર પછી શાસનના હિત માટે એ સૂત્રનું પ્રવર્તન થાય છે. આ વાણીને સહારે લીધા વિના મોક્ષ મળે મુશ્કેલ છે.
વીતરાગ વાણી ઉપર અપૂવ શ્રધ્ધા છે તેવા દેવકી માતા શુભ વિચારો અને શુભ ધર્મ કરતા સુખપૂર્વકગર્ભનું પાલન કરતા હતા. “તપ i ના ફેવ સેવી નથઇપ जासुमणारत बघुजीवय लकखस्स सरस परिजातक तरुण दिवायर समापयम सव्यवनयणकत सुकुमाल जाव सुरुगयतालुय समाण दारय पयाया ।”
ત્યાર પછી નવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થયા પછી જ કુસુમ સમાન રક્ત, બંધુજીવ (વરસાદમાં ઉત્પન્ન થાય છે) સમાન રક્ત, લાખના રસ જે રક્ત, કબૂતરની આંખે સમાન રક્ત, ઉદય પામતાં સૂર્ય જેવી પ્રભાવાળે, સર્વ મનુષ્યના નયનને સુખ આપવાવાળે, પ્રિયકારી, અત્યંત કમળ યાવત્ સુરૂપ અને હાથીના તાળવા જેવા સુકમળ બાળકને જન્મ આપે. પુણ્યવાન આત્માનાં લક્ષણે જન્મ થતાંની સાથે દેખાઈ આવે છે. જેમ ઊગતે સૂર્ય લાલધૂમ અને તેજસ્વી હોય છે તેમ આ પુત્ર લાલધૂમ અને તેજસ્વી હતે. એના શરીરની ચામડી મખમલ જેવી મૂલાયમ હતી. મનુષ્ય કરતાં હાથીનું તાળવું વધુ કમળ હેય છે એટલે અહીં શાસ્ત્રકારે હાથીના તાળવા જે સુકોમળ હતું તેમ કહ્યું છે. આવા સુકોમળ અને તેજસ્વી બાળકનું રૂપ જોઈને સૌની આંખે ઠરી ગઈ.
આવા મેટા રાજાને ઘેર પુત્રને જન્મ થાય એટલે વધામણી આપવા જવા માટે સીતલપાપડ બને છે, કારણ કે જે વધામણી આપવા માટે જાય તેની જિંદગીનું દરિદ્ર ટળી જાય.તે