________________
શારદા દર્શન દશ દિવસ સુધી માફ કરવામાં આવે છે. તેમજ ઘર, ખેતર વિગેરેની જે ઉપગ કરવા લાયક વસ્તુઓને ટેકસ પણ દશ દિવસ સુધી લેવામાં આવશે નહિ. આ દશ દિવસ સુધી સારી દ્વારિકા નગરીનાં કામધંધા બંધ કરાવીને સંપૂર્ણ રજા પાળે, અને સારી રીતે ઉત્સવ ઉજવે. જે ગુનેગારોએ ગુને કર્યો હોય તે બદલ રાજ્ય તરફથી જે દંડ લેવાય છે તે દશ દિવસ માટે લેવાશે નહિ, તેમ જ દ્વારકાનગરીમાં જેના જેના માથે કરજ હોય તે કરજદારે તેમનાં લેણદારને લઈને રાજયમાં આવે તે દશ દિવસ સુધી રાજા કરજદારનું કરજ આપીને તેમને મુક્ત કરાવશે. તેમજ કોઈ ગરીબ માણસને પૈસાની જરૂર હોય તે તે શ્રીમંત પાસેથી દેવું કરીને પૈસા ન લે. રાજા પાસે આવે તે રાજ્ય તરફથી તેને જરૂરિયાત પ્રમાણે ધન આપવામાં આવશે. રહેવા માટે ઘર નહિ હોય તેને ઘર બનાવી આપવામાં આવશે. આ પ્રમાણે દ્વારિકાનગરીમાં ઉલ્લેષણ કરાવી.
બંધુઓ! એક પુત્ર જન્મ મહોત્સવ ઉજવવા માટે કૃષ્ણ વાસુદેવ અને વસુદેવ રાજા કેટલું દ્રવ્ય ખર્ચે છે. આ માટે જન્મોત્સવ ઉજવવામાં તેમને કેટલે ઉલ્લાસ હશે! વસુદેવ રાજાને પુત્ર પ્રત્યેને અને કૃષ્ણ વાસુદેવને પિતાના લઘુભાઈ પ્રત્યેને શુધ્ધ પ્રેમ હસ્તે. આજના માણસે પ્રેમ કરે છે પણ એ પ્રેમ નથી પણ મોહ છે. કારણ કે પ્રેમ અને મોહ એ બેમાં ઘણું અંતર છે. પ્રેમ એ ગાયના દૂધ જેવો છે. અને મોહ એ આકડાના દૂધ જેવો છે. ગાયનું દૂધ પીવાથી શરીરને પુષ્ટિ મળે છે ને આકડાનું દૂધ પીવાથી માણસ મરી જાય છે. ગાયનું દૂધ અને આકડાનું દૂધ અને દેખાવમાં સરખા છે પણ બંનેના ગુણમાં આકાશ પાતાળ જેટલું અંતર છે. ગાયનું દૂધ શક્તિવર્ધક છે. ને આકડાનું દૂધ વિનાશકારી છે, તે રીતે પ્રેમ આત્મશક્તિમાં વૃદ્ધિ કરે છે. જ્યારે માહ આત્મશક્તિનો વિનાશ કરે છે. પ્રેમ આત્મલક્ષી છે. ને મોહ દેહલક્ષી છે પ્રેમ પરમાર્થી છે ને મેહ સ્વાર્થી છે. પ્રેમ નિર્વિકાર છે ને મેહ વિકારની ભડભડતી આગ જે છે. પ્રેમ ત્યાગ અને વિરાગને રાગી છે. જ્યારે મોહ રાગ અને ભેગને ભિખારી છે. આ રીતે પ્રેમ અને મોહમાં અંતર હોવા છતાં આજનો માનવી મોહને પ્રેમમાં ખતવે છે મોહ અને પ્રેમમાં કેટલું અંતર છે તે સમજાવવા એક દષ્ટાંત કહું.
બુધ્ધને ઉપગુપ્ત નામનો એક શિષ્ય ફરતા ફરતે મથુરાનગરીની બહાર જંગલમાં એક વૃક્ષ નીચે સૂતે હતે. ચાંદનીની રાત હતી. એટલે પૃથ્વી ઉપર ચાંદનીને શીતળ પ્રકાશ પથરાઈ રહ્યો હતો. વાતાવરણ આનંદકારી લાગતું હતું. આ સમયે મથુરાની એક નર્તકી ત્યાંથી ઉતાવળી ઉતાવળી જઈ રહી હતી. તેના પગની ઠોકર સાધુને વાગી એટલે ઉંઘમાંથી જાગી ગયો ને બેઠો થઈ ગયે, ત્યારે નર્તકી એ સાધુની પાસે પોતાનાથી ઠોકર વાગી અને ઉંઘમાંથી જાગી ગયા તેનો પશ્ચાતાપ કરતી માફી માંગવા લાગી, ત્યારે સાધુએ કહ્યું કે બહેન! તમે જાણીને મને ઠોકર મારી નથી. અજાણતા વાગી છે આટલા બધા પશ્ચાતાપ કરવાની જરૂર નથી. હું તને માફ કરું છું. તું ચિંતા કરીશ નહિ. નર્તકી વિચાર કરવા લાગી. કે અહો! શું આ સાધુમાં નમ્રતા છે. તેમના મુખમાંથી જાણે અમી ઝરે છે.નર્તકી તેના સામું જોઈ રહી. એ