________________
શારદા દર્શન
પ૩પ .
અને એ ન આપી શકે તે માટે તે શરતે મુજબ એમના શરીરમાંથી સવાશેર માંસ કાપી લેવું છે. શેઠનો મુનીમ ઝવેરાતની પેટી લઈને પાછો આવ્યો ને શેઠને બધી વાત કરી. આ સાંભળીને શેઠની મૂંઝવણ વધીને બિમારી પણ વધી. પથારીમાંથી ઉઠવાની તાકાત ન રહી. કૃષ્ણચંદ શેઠે ઘણી વખત કહેવડાવ્યું પણ જાય કેવી રીતે? તેઓ જઈ ન શકયા ત્યારે કૃષ્ણચદે કેર્ટમાં ફરિયાદ કરી એટલે પ્રેમચંદ શેઠને પરાણે કચેરીમાં હાજર થવું પડ્યું. ત્યાં ન્યાયાધીશોએ પૂછયું. કેમ પ્રેમચંદ શેઠ? તમે આ શેઠની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા ને? અને આવી શરત કરી હતી?
પ્રેમચંદ શેઠે કહ્યું – હા, સાહેબ. આગળનાં વહેપારીએ જબાન ઉપર લાખાને કરેને વહેપાર કરતાં હતાં ને આપેલું વચન બરાબર પાળતાં હતાં. પ્રેમચંદ શેઠે ન્યાયાધીશને સત્ય કહી દીધું કે મેં આવી શરત કબૂલ કરી છે. હું પૈસા ચૂકવી શકો નહિ પણ ત્રીસમા દિવસે મેં કિંમતી રત્ન મોકલાવીને કહેવડાવ્યું કે આમાંથી પાંચ લાખની કિંમતનાં રત્ન વ્યાજ સહિત લઈ લે પણ તેમણે રત્ન લીધાં નહિ. એ તે મારા શરીરમાંથી સવાશેર માંસ કાપી લેવા ઈચ્છે છે. હવે આપ જે ન્યાય કરે તે સાચે, ત્યારે ન્યાયાધીશે કહ્યું શેઠ! તમે શરતમાં લખાણ કરી આપ્યું છે ને વચનથી બંધાઈ ગયા છો એટલે કાયદેસર તેને તમારા શરીરમાંથી માંસ કાપી લેવા દે. આ સાંભળી શેઠે કહ્યું કે મારે દરબારમાં ફરિયાદ કરવી છે. તે જે ન્યાય આપશે તેમ કરીશ. આથી દરબારમાં કેસ ગ. બંને જણા દરબારમાં હાજર થયા, બંને શેઠીયાં ખૂબ પ્રખ્યાત હતા. બંનેને સારી રીતે સૌ ઓળખતા હતા. કૃષ્ણચંદની શરત સાંભળીને બાદશાહને ખૂબ આશ્ચર્ય થયું ને તેને ન્યાય કેવી રીતે કરવો તેના વિચારમાં પડયા. તેથી બીરબલને કહ્યું–બીરબલ! નીતિ અને ધર્મનું પાલન થાય અને આ શેઠના પ્રાણ ન જાય તે કેઈમાગધીને તું આને ન્યાય કરી આપ.
બીરબલની બુદ્ધિથી પ્રેમચંદ શેડને બચી ગયેલો જાન :- બાદશાહની વાત સાંભળીને બીરબલે કહ્યું કે હું આને ન્યાય કાલે કરીશ. તમે કાલે અહીં હાજર થઈ જજે. બીરબલની વાત સાંભળીને શેઠ ઘેર ગયા. બીજે દિવસે બંનેને દરબારમાં બોલાવવામાં આવ્યા. બંનેને સામા ઉભા રાખીને બીરબલે કૃષ્ણચંદ શેઠને પૂછયું કેમ શેઠ! તમારે પાંચ લાખ રૂપિયા નથી જોઈતા ને! ત્યારે તેણે કહ્યું. ના મારે તે પ્રેમચંદ શેઠના શરીરનું સવાશેર માંસ જોઈએ છે, ત્યારે બીરબલે કહ્યું ! શેઠ! ખુશીથી તમે તેમના શરીરમાંથી માંસ કાપી લે પણ એક વાત યાદ રાખજો કે તમારી શરત સવાશેર માંસ કાપી લેવાની છે તે તમે શરત પ્રમાણે સવાશેર માંસ કાપી લે પણ જે સવા : શેરથી રતિ ભાર વધુ કે ઓછું કાપશે તે તેટલું તમારા શરીરમાંથી માંસ કાપી લઈશ અને બીજું તમારી શરત એકલું માંસ કાપી લેવાની છે તો માંસ કાપતાં એક ટીપું પણ લેહી ભેગું ના આવવું જોઈએ. જે લેહી નીકળશે તે તેટલું તમારું લેહી ખેંચી લેવામાં આવશે. બીરબલે હાથમાં છરી આપીને કહ્યું કે જલદી તમે માંસ કાપી લે. આ સાંભળીને કૃષ્ણચંદશેઠ ગભરાયા કે હું માંસ કાપે તે હેજ વધારે કે ઓછું કપાઈ જાય. કાઢયા પછી જ તેલી શકાય. પહેલાં થોડું તેલાય? અને માંસ કાપતાં લેહી