________________
શારદા દર્શન
પ૩૩
કેટલે પડે ! સતી સીતાજીને જયજયકાર બેલા. સૌ એના ચરણમાં નમી ગયાં. શીયળ ધર્મને આ મહાન પ્રભાવ છે. આવું સાંભળીને પણ તમે શીયળવ્રત અંગીકાર કરો.
બંધુઓ! તમારી પાસે ધર્મ આરાધના કરવાની બધી સામગ્રી મોજુદ છે. જે ધારે તે કરી શકે તેમ છે. છતાં શા માટે પ્રમ દ કરીને બેસી રહ્યાં છે? ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ પિતે વ્રત નિયમ કરી શકતા ન હતા પણ જે કરે તેને પૂરે સહકાર આપતા હતા, વૈરાગીને સંયમ લેતાં દેખે કે કેઈને વ્રત નિયમ લેતાં દેખે ત્યારે તેમની આંખમાં આંસુ આવી જતાં હતાં કે હું કે ભારેકમી છું કે મને આવી ઉત્તમ સામગ્રી મળી છતાં આરાધના કરી શકતું નથી.ધન્ય છે આ પવિત્ર આત્માઓને! એમના ચરણમાં મૂકી પડતાં હતાં.
દેવકીરાણી ધર્મારાધના સાથે ગર્ભનું પાલન કરવા લાગ્યા. ગર્ભમાં પવિત્ર આત્મા આવ્યું હતું એટલે દેવકીરાણને સંતના દર્શન કરું, વીતરાગ વાણી સાંભળું, દાન દઉં, ધર્મરાધના કરું, વિગેરે વિચાર આવતાં હતાં. જે જીવ માતાના ગર્ભમાં આવે છે તેની માતા ઉપર અસર પડે છે. ચેલણ રાણીના ગર્ભમાં જીવ આવ્યો ત્યારથી પિતા સાથેનું વૈર તેથી તેને શ્રેણુક રાજાનું કલેજુ ખાવાનું મન થયું. આ શું! પૂર્વના વૈર માટે જ્ઞાની કહે છે કે ક્ષણે ક્ષણે જાગૃત રહી પાપથી ડરે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
અકબર બાદશાહનું રાજય ચાલતું હતું તે સમયની આ વાત છે. અકબર બાદશાહને બીરબલ નામે ચતુર પ્રધાન હતા. તે અકબરનાં આંટી ઘૂંટીવાળા કઠીનમાં કઠીન કેયડા ઘડીકમાં ઉકેલી નાંખતે હતો. એવી એની બુધ્ધિ હતી. અકબર બાદશાહની રાજધાની દિલ્હીમાં કૃષ્ણચંદ અને પ્રેમચંદ નામના બે મોટા વેપારીઓ વસતા હતાં. બંને ખૂબ ધનાઢય અને નામાંકિત વહેપારીઓ હતા. લાખેના વહેપાર ખેડતાં હતાં ઘણી જગ્યાએ બંનેની મોટી મોટી પેઢીઓ ચાલતી હતી, અને વહેપાર ધમધોકાર ચાલતું હતું. એક વખત પ્રેમચંદ શેઠને ત્યાં પાંચ લાખ રૂપિયાની હુંડી આવી. તે હુંડી છેડાવવા તાત્કાલિક પાંચ લાખ રૂપિયા ન હતા. તેથી વહેપારીઓ પાસે શેઠે લેવા મોકલ્યા પણ અશુભ કર્મોદયે કેઈએ ન આપ્યા. છેવટે શેઠ મૂંઝાણું. ઘરમાં ઝવેરાત આદિ મિલ્કત ઘણી હતી પણ ગીર મકવાથી ઈજજત જાય કે શેઠ ખાલી થઈ ગયા લાગે છે. હવે કરવું શું? ને છેવટે પ્રેમચંદ શેઠ પોતે કૃષ્ણચંદ શેઠને ઘેર ગયા એટલે કૃષ્ણચંદે તેમને આવકાર આપે. આવે, આ પ્રેમચંદ શેઠ! આજે મારે ઘેર પધાર્યા તે ઘણું આનંદની વાત છે. ત્યારે પ્રેમચંદ શેઠે કહ્યું ભાઈ! હું મારા કામે આવ્યો છું. કૃષ્ણચંદે કહ્યું આપને જે કામ હોય તે મને કહે. ત્યારે પ્રેમચંદ શેઠે કહ્યું મારે પાંચ લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર છે. તે આપને જેટલું વ્યાજ લેવું હોય તેટલું લે પણ મને એક મહિનાની મુદત પાંચ લાખ રૂ. આ. કૃણચંદે કહ્યું શેઠજી ! આ શું બોલ્યા? તમે મારાને હું તમારે, તમારું વ્યાજ લેવાનું હોય ? તમારા કરતાં વ્યાજ વધારે નથી. તમે ખુશીથી પાંચ લાખ રૂપિયા લઈ જાએ, પણ હું એક શરત મૂકું છું તેનું તમારે બરાબર પાલન કરવું પડશે.