________________
૫૩.
શારદા દર્શન સાચું શરણ ધર્મ છે. માટે તમે રાજ્યનો મોહ છોડીને સંયમ અંગીકાર કરે. આ સાંભળી નળરાજા ચેતી ગયા. સંસારની અસારતા સમજીને પિતાના પુત્ર પુષ્કલને ગાદીએ બેસાડીને નળરાજા અને દમયંતીરાણ બંનેએ ચારિત્ર અંગીકાર કર્યું. તેમણે ચારિત્ર લઈ ખૂબ ઉગ્ર સાધના કરી અંતિમ સમયે અનશન કરી સમાધિપૂર્વક કાળ કરીને નળરાજા કુબેર નામના દેવ થયા અને દમયંતી પણ શુધ્ધ ચારિત્ર પાળી દેવલેકમાં ગઈ.
દેવાનુપ્રિયે! જુગારથી કેટલી ખુવારી થાય છે તે સમજાવવા માટે વિદુરજીએ તરાષ્ટ્ર, દુર્યોધન વિગેરેને નળરાજાની સારી કહાની કહી સંભળાવી અને છેવટની વાત પણ કરીકે પરિણામે નળરાજાને વિજ્ય થશે ને કુબેર પડે તેમ તમે સમજી લેજે. તમે બધાએ પાંડવોને જુગાર રમાડવાને જે દાવ ગોઠવ્યું છે તે હવે બંધ કરો. આનું પરિણામ સારું નહિ આવે. બીજાનું અહિત કરવા જતાં તમારું પોતાનું અહિત થશે માટે તમે સમજીને જુગાર રમવાની વાત છેડી દો. આ રીતે વિદુરજીએ દુર્યોધનને ખૂબ સમજાવ્યું પણ સમજે નહિ, પણ જેમ કમળપત્ર ઉપર પાણી ટકી શકતું નથી તેમ દુર્યોધન આદિ કરિના હૃદયને કાંઈ અસર થઈ નહિ,
ધૃતરાષ્ટ્રને દુર્યોધનકે, સમઝાયા કઈ બાર
પર પાપીને જરા ન માના, કેધિત હુઆ અપાર હે શ્રોતા વિદુરજીની કહેલી વાત દુર્યોધને લક્ષમાં ન લીધી ત્યારે ધૃતરાષ્ટ્ર ફરીને દુર્યોધનને ખૂબ સમજાવ્યું પણ સમજે નહિ. આથી ધૃતરાષ્ટ્ર રાજાને તેના ઉપર ખૂબ ક્રોધ આવ્યો અને વિદુરજીને પણ ખૂબ દુઃખ થયું એટલે તેઓ તે પિતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે માણસની પડતી થવાની હોય ત્યારે તેમને વડીલનાં વચનની અસર થતી નથી. અહીં કૌરને વિનાશ થવાને છે એટલે ઘણું ઘણું સમજાવવા છતાં દુર્યોધને તેની દુર્મતિ છોડી નહિ અને દુર્યોધને જયદ્રથને પાંડવેને સભા જાવા માટે ઈન્દ્રપ્રસ્થ પધારવા માટે આમંત્રણ આપવા હસ્તિનાપુર મોકલ્ય.
દુર્યોધનની આજ્ઞાથી જયદ્રથ હસ્તિનાપુર પહોંચી ગયા ને મહારાજા યુધિષ્ઠિરના ચરણમાં નમન કરીને ઉભે રહ્યો. યુધિષ્ઠિર જયદ્રથને સારી રીતે ઓળખતાં હતા. એટલે તેમણે પતરાષ્ટ્ર તેમજ દુર્યોધન આદિ સે ભાઈઓના કુશળ સમાચાર પૂછ્યા, ત્યારે જયદ્રથે કહ્યું કે બધા ક્ષેમકુશળ છે ને મને તેમણે આપને એક આમંત્રણ આપવા માટે કર્યો છે. ઈન્દ્રપ્રસ્થમાં દુર્યોધને એક દિવ્ય સભા બનાવી છે. એ સભા જેવી મૃત્યુ લેકમાં કયાંય સભા નથી. તે તે સભા જેવા માટે આપ ઈન્દ્રપ્રસ્થ પધારે. એ માટે તરાષ્ટ્ર મહારાજા તેમજ દુર્યોધન વિગેરેએ આપને ખાસ ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. આપ તે અમારા કુળમાં થંભ છે. આ૫ મહાન છો આપના પધારવાથી એ સભાની શોભા એર વધી જશે. માટે આપ સપરિવાર ઇન્દ્રપ્રસ્થ જલદી પધારે.
જાથે ખૂબ કહ્યું એટલે સરળ સ્વભાવી ધર્મરાજાનું હૈયું હરખાઈ ગયું. અહો ! મારા કાકા તથા મારા ભાઈઓને અમારા ઉપર કેટલી લાગણી ને પ્રેમ છે! તે આપણે જઈએ. પંચ પાંડે અને છઠ્ઠા દ્રૌપદી હેશભેર રથમાં બેસીને ઇન્દ્રપ્રસ્થ આવી પહોંચ્યા. એટલે