________________
શારદા દર્શન
૪૮૧
તે વીતરાગ દેવનો જ બીજાને નહિ. આવી દઢ શ્રદ્ધા રાખનાર સબળા બની જાય છે. આ નવી રાણી ખૂબ ગુણીયલ હતી. તે રાજાને રોજ કહેતી મારે બંગલે ભલે ના પધારો પણ મારી બહેનના બંગલે દરરોજ જજે, પણ નવી રાણીના ઘણાં ગુણેથી રાજા રહેજે તેનામાં ખેંચાતા. આથી બધી જુની રાણીએ ખૂબ ઈર્ષા કરવા લાગી. તેના વખાણ સહન થતાં નથી તેથી રાજાના કાન ભંભેરવા લાગી પણ રાજા કેઈનું માને તેમ કયાં હતાં? એ તે એમ જ કહી દેતાં કે એનાં ગુણે જુએ ને. ઈર્ષ્યા શા માટે કરે છે? એટલે રાણીઓ કંઈ બેલી શકતી નહિ પણ છિદ્ર શોધે છે અને રાજાને કહે છે નાથ ! તમે શું પાગલ બન્યા છે. તમારી વહાલી રાણી દરરોજ બપોરે રૂમ બંધ કરીને તમને વશ કરવા માટે મંત્ર, જંત્ર, કામણ-મણ કરે છે. ગમે તેમ તે ય હલકી જાતની છે ને! એને આવું બધું બહુ આવડે છે. એણે ન દીઠાનું દીઠું છે. એ કેણું જાણે મંત્ર જંત્ર કરીને માટે અનર્થ ઉભું કરશે, માટે નાથ! જરા વિચાર કરે. આપના હિત માટે કહીએ છીએ. રાજા કહે છે એ તે પવિત્ર સતી છે. તમારી આંખમાં ઝેર ભર્યું છે માટે આવું દેખાય છે. રાણીએાએ કહ્યું કે જે તમને વિશ્વાસ ન હોય તે બપોરે એક વાગે તેના મહેલે જાતે જઈને ખાત્રી કરી લેજે. બીજે દિવસે રાજા બપોરના સમયે પટ્ટરાણના મહેલે પહોંચી ગયા.
આ સમયે પરાણી મહેલના દરવાજા બંધ કરીને બેઠી હતી. તે રાજરાણીને પિશાક ઉતારીને પિતાના જુના (ચિત્રકારની દીકરીના) કપડાં પહેરીને પિતાના આત્માને શિખામણ દેતી કે હે જીવ! તારા પ્રબળ પુણ્યના ઉદયથી ચિત્રકારની દીકરીમાંથી પટ્ટરાણીનું પદ મળ્યું છે પણ તું તારી પૂર્વ અવસ્થાને કદી ભૂલીશ નહિ. જેથી તેને અભિમાન ન આવે. ભલે, તારા ઉપર રાજાના ચાર હાથ હોય, તેમની પૂર્ણ મહેરબાની હોય પણ બીજી રાણીઓને તું તારાથી હલકી માનીશ નહિ. એ તારી વડીલ બહેને છે. તેમની સાથે તે સદા નમ્રતાથી નાની બનીને રહેજે. તારા પતિ તારામાં ગમે તેટલે મુગ્ધ હોય તેથી તે તારો ગુલામ નથી પણ તારો સ્વામી છે. ભલે, તે તને ખમ્મા ખમ્મા કરતાં હોય ને તારી સલાહ પ્રમાણે ચાલતાં હોય પણ વિચાર કર, તારા બાપને ઘેર તારી કેટલી કિંમત હતી! અહીં તારે અભિમાન કરવાની જરૂર નથી. હે ભગવંત! કયારે પણ મારામાં અભિમાન ન આવે, ક્યારે પણ મારા વડીલ બહેનોનું અપમાન ન કરું, સદા વિનયથી રહું, ને મારા પતિની આજ્ઞાનું પાલન કરું એવી મને સદ્દબુદ્ધિ આપજે. વિવેકને દીપક મારા અંતરમાં જલતે રાખજે. આ પ્રમાણે આત્મચિંતન અને પ્રાર્થના કરીને રાણીનો પિશાક પહેરી લીધે.
રાણીના ઉદ્ગારે સાંભળીને રાજા તે ઠરી ગયા. અહ! શું આ રાણીની પવિત્રતા છે! અને બીજી રાણીએ એના ઉપર ઈર્ષ્યા કરે છે. રાજા બીજે દિવસે રાણીઓને પટ્ટરાણીના શા.-૨૧