________________
શારદા દર્શન.
વરસાદ બંધ થઈ ગયે. આ ચમત્કાર જોઈને આ લેકેની જૈનધર્મમાં શ્રધ્ધા વધી અને સૌ દમયંતીને પિતાના ગુરૂ સમાન માની જૈનધર્મની આરાધના કરતાં ત્યાં રહેવા લાગ્યા. તાપસપુરની ખ્યાતિ સાંભળી ઘણાં વહેપારીએ બીજા નગરમાંથી અહીં આવીને વસ્યા. હવે નગરની ખ્યાતિ ખૂબ વધી ગઈ. જંગલમાં મંગલ થઈ ગયું. - એક વખત મધ્ય રાત્રે દમયંતી ગુફાની બહાર નીકળી. તેની દષ્ટિ નજીક રહેલાં પર્વત ઉપર પડી. એ પર્વતની ટોચે તેણે અલૌકિક પ્રકાશ જે, અને દેને સમૂહ પર્વત ઉપર આવતા જે. વિદ્યાધરો પણ પૃથ્વી ઉપર ઉતરી રહ્યા હતાં. આથી ખૂબ કેલાહલ થયો. તે સાંભળી સાર્થવાહ, તાપસ વિગેરે જાગી ગયા. સૌએ દિવ્ય પ્રકાશ જે તેથી સૌના મનમાં થયું કે કંઈક છે. એટલે દમયંતી, સાર્થવાહે અને તાપસે પહાડ ઉપર ચઢયાં. ત્યાં, દેવ, વિદ્યાધર વિગેરેને કેવળી ભગવાનને મહોત્સવ ઉજવતાં જોયા. દમયંતી વિગેરે કેવળી ભગવંતને વંદન કરીને ત્યાં બેસી ગયાં ને ભગવંતે ઉપદેશ આપ્યો. તે સાંભળી વિમલમતિ નામના તાપસને વૈરાગ્ય આવ્યો ને દીક્ષા આપવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું યશોભદ્ર તમને દીક્ષા આપશે.
ત્યાર બાદ દમયંતી, સાર્થવાહો અને તાપસીએ પૂછયું કે હે ભગવંત! આપે કેવી રીતે વૈરાગ્ય પામીને દીક્ષા લીધી? કેવળી ભગવંતે કહ્યું, સાંભળે. કેશલા નગરીમાં નળરાજા રાજ્ય કરતાં હતાં. તેમને દમયંતી નામે પતિવ્રતા રાણી છે. તેમને કુબેર નામનો નાનો ભાઈ અત્યારે નળરાજાનું રાજ્ય ચલાવે છે. હું તે કુબેરને સિંહકેશરી નામે પુત્ર છું. હું પરણવા ગયા હતા. હું શુંગાપુરીશ કેસરીની કુંવરી બંધુમતીની સાથે લગ્ન કરીને મારી નગરીમાં જતો હતો. ત્યાં મારા મહાન પુણ્યદયે મને આ પર્વત ઉપર યશોભદ્રસૂરિ મહારાજના દર્શન થયા. મેં તેમના દર્શન કરીને દેશના સાંભળી. મને ખૂબ આનંદ થયે અને મેં તેમને પૂછ્યું, ભગવંત ! મારું આયુષ્ય કેટલું છે? મહારાજે તેમના જ્ઞાન બળે જાણીને કહ્યું કે તારું આયુષ્ય પાંચ દિવસનું છે. આ સાંભળીને હું મરણના ભયથી આકુળવ્યાકુળ બની ગયું. મને ખૂબ દુઃખ થયું, ત્યારે મહારાજે કહ્યું, વત્સ ! ગભરાઈશ નહિ. એક દિવસનું ચારિત્ર પણ જન્મ મરણનાં ભય મટાડે છે. તેમના વચન સાંભળીને મને વૈરાગ્ય આવ્યું, અને મેં બંધુમતીની આજ્ઞા લઈને તરત દીક્ષા લીધી, અને કઠીન સાધના કરીને ગુરૂની આજ્ઞાથી હું પહાડ ઉપર ચઢો. અહીં આવીને ઘાતી કર્મોનો ક્ષય કરી લેકાલેક પ્રકાશક કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. આ પ્રમાણે કહીને તે સિંહ કેશરી કેવળી ભગવંત શેષ રહેલાં અઘાતી કર્મોને ક્ષય કરી મોક્ષમાં ગયા અને દેવોએ તેમને નિર્વાણ મહોત્સવ ઉજવે ને તેમના શરીરની અંતિમ ક્રિયા કરી. - આ બધું જોઈને દમયંતીની આંખમાં આંસુ આવી ગયા. અહો ! આ તે મારા દિયરને દીકરો મારો લાડીલે ભત્રીજો છે. સિંહકેશરી જેનું નામ હતું તે ખરેખર સિંહ જે શૂરવીર બની, કર્મોને ખપાવી મેક્ષમાં ગયો! હું કયારે મેક્ષમાં જઈશ?