________________
શારદા દર્શન
પર૧
આ કુટુંબ પર્વ મિત્ર જેવું સ્વાથી છે. એની પાસેથી વધારે આશા ન રાખશે.
હવે ત્રીજા મિત્રની વાત કરું. આત્માને ત્રીજે જુહાર મિત્ર એ ધર્મ છે, જેમ પ્રધાને મિત્રની પરીક્ષા કરી તેમાં તેને સારો મિત્ર જુહારમિત્ર મળે. જે મિત્ર વિચારે કઈ દિવસ પ્રધાનને ઘેર આવ્યું ન હતું, એના ઘરનું પાણી પણ પીધું ન હતું. માત્ર કેઈ વખત રસ્તામાં ભેટી જાય તે બે હાથ જોડીને દર્શન કરતે હતો છતાં આપત્તિના સમયે કેવું રક્ષણ કર્યું? તેમ આ જીવને એ ધર્મમિત્ર છે. તમે રેજ ધર્મની આરાધના કરતા નથી. ભલે, કેઈક દિવસ કર્યો હોય તે પણ એ જીવને પરભવમાં સહાયક બને છે. તમે વીસ કલાકમાંથી માત્ર એક કલાક ધર્મ ક્રિયા કરે તે પણ મહાન લાભ મળે છે. જેમ કેઈ માણસે લાખ રૂપિયાની મુડીમાંથી માત્ર સે રૂપિયા દાનમાં આપ્યા હોય, ઘણાં ભેગવિલાસને માત્ર થેડે ત્યાગ કરીને ધર્મનું સેવન કર્યું હોય છતાં એ ધર્મમિત્ર જીવને સચોટ જવાબ આપે છે કે ફિકર ન કરશે. ખુશીથી મારે ઘેર આવજે. હું તમારા માટે અગાઉથી સ્વાગતની તૈયારી કરી રાખું છું. શાલીભદ્રના જીવે સંગમ ભરવાડના ભાવમાં માગી તાગીને માતાએ ખીર બનાવીને દીકરાને ખાવા આપી. તે ખીર ઉત્કૃષ્ટ ભાવે તેણે ઉગ્ર તપસ્વી મુનિને વહોરાવી. તે અલ્પ દાનધર્મે કે મહાન આશ્રય આપે ! કે ગભદ્ર શેઠને ઘેર પુત્ર બનાવ્યું ને મહાન સંપત્તિ આપી. માટે વિચાર કરો. ધર્મ એ સાચું કલ્યાણ મિત્ર છે. સાચે રક્ષક છે, ને ઉંચે ચઢાવનાર છે. સંપ્રતિરાજાના જીવ ભિખારીએ પૂર્વ ભવમાં સાધુને સારું સારું વહોરાવતા જોઈને વિચાર કર્યો કે હું તે આખે દિવસ શકેરું લઈને ભીખ માંગું છું. આપ મા બાપ... આપ મા બાપ તે પણ મને કઈ આપતું નથી અને આ મહારાજ ના પાડે છે તે પણ પરાણે લાડવા વહેરાવે છે. તે હું આમના જેવો બની જાઉં તે મને સારું સારું ખાવા તે મળે! ભિખારીએ ખાવા માટે દીક્ષા લીધી. અલ્પ સમય દીક્ષા પાળીને કાળ કર્યો પણ મરણ સમયે અલ્પ સમય એવી ભાવના ભાવી કે અહે ! ધર્મને કે રૂડે પ્રતાપ છે! કે મેં તે ખાવા માટે ચારિત્ર લીધું અને લીધા પછી પણ ખાવાનું બંધ કર્યો છતાં જે શેઠીયાઓના નેકરે પણ મારી સામું જોતાં ન હતાં એવા શેઠીયાઓ મારા ચરણમાં મૂકે છે ને મને સુખશાતા પૂછે છે. અહે! જિનેશ્વર ભગવંતનું કેવું અનેરું ધર્મશાસન છે ! મને આવા ધર્મશાસનની પિછાણું ન થઈ ત્યારે હું રાંકડે બનીને સારી માનવ જિંદગી હારી ગયા ને ! ઉંચા ધર્મની ઉપાસના કરવાને બદલે ધાન્યને ઉપાસક બન્યા. કયાં અધમ મારી ખાવાની લાલચ અને કયાં ઉત્તમ ધર્મસેવા ! સાધુ બનેલે ભિખારી આવી શુભ ભાવનામાં ચઢયે ને મરીને સંપ્રતિ રાજા બન્યું. જુઓ, કલ્યાણ મિત્ર છરને કેવી સહાય કરે છે!
બંધુઓ ! આપણે કાયાને નિત્ય મિત્ર જેવી અનર્થ કરનારી ગણી અને કુટુંબને પણ શા -૬૬