________________
ચાર દર્શન
પરફ એક દેવ ચવીને દેવકીરાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયે. તે સમયે દેવકીરાણીએ એક સ્વપ્ન જોયું કે આકાશમાંથી એક કેશરીસિંહ છલાંગ મારતે નીચે ઉતર્યો. તીર્થકર પ્રભુની માતા ચૌદ સ્વપ્ના તેજસ્વી દેખે છે. ચક્રવર્તિની માતા તે ચૌદ સ્વપ્ના ઝાંખા દેખે છે. વાસુદેવની માતા ચૌદમાંથી સાત સ્વપ્ના દેખે છે, બળદેવની માતા ચૌદમાંથી ચાર સ્વપ્ન દેખે અને માંડલિક એટલે ઉત્તમ પુરૂષની માતા ચૌદમાંથી કોઈ પણ એક સ્વપ્ન દેખે છે. તે અનુસાર દેવકીમાતાએ સ્વપ્નમાં ગજના કરતો અને ચારે દિશામાં પ્રકાશ પાથરતા કેશરીસિંહને આકાશમાંથી ઉતરીને પોતાના તરફ આવતે જે. આવું સ્વપ્ન જોઈને દેવકીમાતા જાગૃત થયા અને ધર્મ જાઝિકા કરવા લાગ્યા. હવે સવાર પડતાં રાણ કોની પાસે જશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - દમયંતીને પરણવા માટે ઉત્સુક બનેલા દધિપણું રાજાને કુબડાએ કુંડિનપુરની બહાર પહોંચાડી દીધા. કુબડે પણ દમયંતીને જોવા માટે ઉત્સુક બને છે. અહીં તે જ રાત્રીના છેલા પ્રહરે એટલે પરોઢીયે દમયંતીને એક સ્વપ્ન આવ્યું હતું. તે દમયંતી તેના પિતાજીને કહે છે હે પિતાજી! મને શાસનદેવીએ કેશલા નગરીનું ઉપવન બતાવ્યું અને દેવીએ કહ્યું – બેટા! તું આ વૃક્ષ ઉપર ચઢી જા તેથી હું ફળથી લચી પડેલાં આંબાના વૃક્ષ ઉપર ચઢી. ત્યારે તેણે મારા હાથમાં એક ખીલેલું સુંદર કમળ આપ્યું, ત્યારે એક પક્ષી તે વૃક્ષ ઉપરથી નીચે પડયું.
દમયંતીને સ્વપ્નનું કહેલું ફળ અને દીધપણું રાજાનું સ્વાગત” – દમયંતીના સ્વપ્નની વાત સાંભળીને ભીમરાજાએ કહ્યું, બેટા ! પરોઢીયે તે આવું ઉત્તમ સ્વપ્ન જોયું છે તે ઘણું ઉત્તમ છે. આ સ્વપ્નનાં ફળને વિચાર કરતાં મને લાગે છે કે તને હવે જલ્દી નળરાજાને મેળાપ થશે અને કુબેર રાજસિંહાસનેથી પટકાઈ જશે. આમ વાત થતી હતી ત્યાં એક માણસ સમાચાર લઈને આવ્યો કે દધિપણું રાજા નગરની બહાર આવી ગયા છે. એટલે ભીમરાજાએ દધિપણું રાજાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું, અને એક સુંદર મહેલમાં ઉતાર આપ્યો. દધિપણું રાજા વિચાર કરવા લાગ્યા કે ભીમરાજાએ દમયંતીને સ્વયંવર રચ્યો છે તે સ્વયંવરની તૈયારી કયાંય દેખાતી નથી. કે બીજા કેઈ રાજાઓ પણ આવ્યા હોય તેમ લાગતું નથી. શું ભીમરાજાએ મારી મજાક તે નહિ કરી હોય ને! ઠીક, શું થાય છે તે જોઉં, પછી વાત. કુબડે પણ દમયંતીને જોવા તલસે છે પણ કયાંય દમયંતીનું દર્શન થતું નથી. દધિપણુ રાજા નાહી ધોઈ સ્વાંગ સજીને સભામાં આવ્યા. ભીમરાજાએ તેમનું સન્માન કરીને પિતાની બાજુમાં બેસાડયા. પછી પૂછ્યું કે સાંભળ્યું છે કે આપને રસોઈયે સૂર્ય પાક રસોઈ બનાવે છે તે એ રસોઈયે કે છે ? અમારે તેને જોવે છે. તે તમારી સાથે આવ્યો છે?
દમયંતીને જોવા માટે તલસતા નળરાજા” – દધિપણું રાજાએ કહ્યું હે કુબડા ! અહીં આવ. કુબડે આવ્યા. ભીમરાજાએ કહ્યું, ભાઈ ! તું અમને સૂર્ય પાક