________________
શારદા દર્શન
બનાવીને જમાડીશ. કુબડાએ કહ્યું, સાહેબ! એમાં પૂછવાનું શું ? મને સામગ્રી આપે એટલે સૂર્ય પાક બનાવી દઉં. કુબડાએ ભીમરાજાની આજ્ઞાથી સૂર્ય પાક રસોઈ બનાવી અને રાજાના આખા કુટુંબને જમાડયું. કુબડાએ જમવા બેઠેલાં બધાંને જોયા પણ એક દમયંતીને ન જોઈ. એને જોવા માટે ચારે તરફ ફાંફા મારે છે, પણ દમયંતી બહાર નીકળતી નથી એટલે એને ક્યાંથી જોવા મળે? સૂર્યપાક રસેઈ બધા જમ્યાં ને દમયંતીને પણ મોકલાવી. દમયંતીએ તેને સ્વાદ ચાખે ને તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. તે બેલી ઉઠી કે આ રઈ બનાવનાર કુબડે બીજે કઈ નહિ પણ નળરાજા પિતે જ છે. કેઈ વિશિષ્ટ જ્ઞાની મહાત્માએ ઘણાં વર્ષો પહેલાં કહ્યું હતું કે નળરાજા સિવાય સૂર્યપાક રઈ કેઈ બનાવી શકશે નહિ. આ સૂર્યપાક રસોઈનો સ્વાદ અલૌકિક છે. માટે નળરાજા છે. દમયંતીએ સૂર્ય પાક રઈને સ્વાદ ચાખીને કહી દીધું કે પિતાજી! આ નળરાજા જ છે. છતાં વધુ ખાત્રી કરવી હોય તો તેમને મારી પાસે મોકલે. ભીમરાજાએ દધિપણું રાજાને કહ્યું કે મારો પરિવાર સૂર્ય પાક રસોઈ જમીને કુબડા ઉપર ખુશ થયો છે. અને તેને કંઈક ઈનામ આપવું છે માટે તેને અમારા મહેલમાં મોકલે. દધિપણું રાજાની આજ્ઞાથી કુબડે રાજમહેલમાં ગયે. એને તે જવું જ હતું એ મળી ગયું. ભીમરાજા તેને દમયંતી પાસે લઈ ગયા. નળને જોતાં દમયંતીના રૂંવાડા ખડા થઈ ગયા. તેથી તેણે કહ્યું કે તમે ગમે તે કારણે રૂપ બદલ્યું છે પણ મને ખાત્રી છે કે આપ નળરાજા છે માટે સાચા રૂપમાં પ્રગટ થાઓ. દમયંતીના કહેવાથી નળરાજાએ એકાંતમાં જઈને દેવ થયેલાં પિતાજીએ આપેલી ગુટીકા મોઢામાં મૂકી દીધી અને કરંડિયામાં આપેલાં વસ્ત્રાભૂષણે પહેરી લીધા. એટલે નળરાજાનું અસલ સ્વરૂપે પ્રગટ થયું. આ જોઈને સૌને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું?
ભીમરાજાએ નળને પૂછેલી હકીકતઃ ભીમરાજાએ પૂછ્યું કે આપે આવું રૂપ કેમ ધારણ કર્યું હતું ? ત્યારે નળરાજાએ ટૂંકમાં કહી દીધું કે મારા અશુભ કર્મને ઉદય હતે. જે હું નળરાજાના વેશમાં ફર્યો હેત તે મને બહુ કષ્ટ પડત. માટે મેં આ રૂપ લીધું હતું. દમયંતી અને નળરાજા માં. એકબીજાના સુખ દુઃખની વાતે કરી. નળે કહ્યું હે સતી! મને ધિક્કાર છે કે મેં વનવગડામાં તને એકલી મૂકી દીધી. દમયંતીએ કહ્યું-પ્રાણનાથ! આપ ખૂબ પવિત્ર છે. આપ કદી આવું કરો તેવા નથી પણ મારા કર્મો આપને એવી મતિ સૂઝાડી છે. એકબીજાએ સુખ દુઃખની વાત કરી હૈયું હળવું કર્યું ને ત્યાં આનંદથી રહેવા લાગ્યા. દધિપણું રાજાને આ વાતની ખબર પડી એટલે તે પણ નળરાજાના ચરણમાં નમી પડયાને કહ્યું - હે નળરાજા ! મેં આપને એાળખ્યાં નહિ. આપની પાસે રવાના કામ કરાવ્યા? મને માફ કરજે. નળે કહ્યું. રાજા ! તમારો કઈ ગુનો નથી. મેં કહ્યું રસોઈયે છું ત્યાં આપને શું દોષ દધિપણું રાજાને ભીમરાજાએ સ્વયંવરના બહાને નળરાજાની તપાસ કરવા બેલાવ્યાં હતાં તે